હાથીનું મોત થતાં સૂંઢ પકડીને રડવા લાગ્યો ફોરેસ્ટ રેન્જર, Video જોઈ તમે પણ થઈ જશો ભાવુક
News18 Gujarati Updated: January 22, 2021, 2:39 PM IST
(તસવીર સાભાર- @rameshpandeyifs)
મૃત હાથીને ફોરેસ્ટ રેન્જરે આવી રીતે આપી અંતિમ વિદાય, Videoને 60 હજારથી વધુ લોકોએ જોયો
ચેન્નઈ. તમિલનાડુ (Tamil Nadu)માં એક ફોરેસ્ટ રેન્જર એ રાંધારઆંસુ સાથે હાથીને અંતિમ વિદાય (Forest Ranger Tearful Goodbye To Elephant) આપી. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. ફોરેસ્ટ રેન્જરે કથિત રીતે ઘાયલ હાથીની દેખભાળ કરી, જ્યારે તેની સારવાર મુદુમલાઈ ટાઇગર રિઝર્વ (Mudumalai Tiger Reserve)માં સદાઇયાવલ હાથી શિબિર (Sadivayal Elephant Camp)માં કરવામાં આવી રહી હતી. હાથીને બચાવવા માટે વન વિભાગના કર્મચારીઓએ અથાગ પ્રયાસ કર્યા છતાંય ઈજાઓના કારણે તેનું મોત થયું.
સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ (Social Media Viral Video) થયો છે, તેમાં અનામ વન રેન્જર રડતાં-રડતાં અને હાથીની સૂંઢને ધીમે-ધીમે હાથમાં પંપાળતા જોવા મળી રહ્યા હતા.
ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (Indian Forest Service-IFS)ના અધિકારી રમેશ પાંડે (Ramesh Pandey)એ ટ્વીટર પર વીડિયોને શૅર કરતાં લખ્યું કે, તમિલનાડુ (Tamil Nadu)ના મુદુમલાઈ ટાઇગર રિઝર્વમાં સદાવિયાલ એલિફન્ટ કેમ્પમાં તેમના સાથી વનપાલ દ્વારા એક હાથીને આંસુ ભરેલી વિદાઈ જોવી ખૂબ ભાવુક કરી દે છે.
જુઓ વીડિયો...
આ પણ વાંચો, ચેતેશ્વર પૂજારાની દીકરીએ શોધ્યો પાપાની ઈજાઓનો ઉપચાર, કહ્યું- ‘દરેક ઘાવને કિસ કરીશ’
આ વીડિયો ક્લિપે માઇક્રોબ્લોગિંથ પ્લેટફોર્મ પર હજારો લોકોને ભાવુક કરી દીધા છે. ટ્વીટર (Twitter) પર આ વીડિયો (Video)ને 60 હજારથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. એક યૂઝરે લખ્યું કે, ભલે તમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરો, તમે ક્યારેય ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત નહીં કરી શકો. આ ખૂબ જ ભાવનાત્મક હતું.
આ પણ જુઓ, Viral Video: ચોરે PPE Kit પહેરીને કરોડોની જ્વેલરી પર કર્યો હાથ સાફ
બીજા એક યૂઝરે લખ્યું કે, મારું હૃદય ચકનાચૂર થઈ ગયું. ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એસોસિએશન (Indian Forest Service Association)એ પણ આ ફુટેજને શૅર કર્યું છે અને લખ્યું કે, કેટલીક ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકાતી. નજરથી દૂર જઈ શકો છો, પણ દિલથી નહીં.
Published by:
Mrunal Bhojak
First published:
January 22, 2021, 2:39 PM IST