ગુજરાતમાં હવે 24 કલાક મળશે રાશન, લાઇનમાં નહીં રહેવું પડે, જાણો શું છે પ્લાન

News18 Gujarati
Updated: February 22, 2021, 7:59 PM IST
ગુજરાતમાં હવે 24 કલાક મળશે રાશન, લાઇનમાં નહીં રહેવું પડે, જાણો શું છે પ્લાન
પ્રતિકાત્મક તસવીર

સરકારે 5 રાજ્યોમાં આ સ્કીમને લાગુ કરી હતી. જ્યાં તેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દેશના 5 રાજ્યોમાં રાશન (Ration Card)વેચવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ (Ration via PDS machine)શરૂ કરી છે. એટલે તે રાશનને મશીનો દ્વારા વહેચવામાં આવે છે. આ યોજનાની સફળતાને જોતા સરકાર હવે દિલ્હી અને ગુજરાતમાં આ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ગુજરાત અને દિલ્હીમાં લોકોને રાશન લેવા માટે લાંબી લાંબી લાઇનો લગાડવાની જરૂર પડશે નહીં. સરકારે 5 રાજ્યોમાં આ સ્કીમને લાગુ કરી હતી. જ્યાં તેને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. હાલ સરકાર પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત તેનો વિસ્તાર કરશે.

CNBCના સંવાદદાતા અસીન મનચંદાનીના મતે સરકાર 6 લાખ દુકાનો દ્વારા દેશના લગભગ 84 કરોડ લોકોને રાશન આપે છે. જોકે સરકાર એ ઇચ્છે છે કે રાશનની ડિલીવરી પૂરી રીતે પારદર્શક થાય તે માટે સરકાર ઓટોમેટિક મશીન લગાવવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં કોરોનાનો નવો સ્ટ્રેન, શું દેશમાં હર્ડ ઇમ્યુનિટી આવી છે કે નહીં?

5 રાજ્યોમાં ચાલી રહ્યા છે ટ્રાયલ

તમને જણાવી દઈએ કે સરકાર 5 રાજ્યોમાં આ ટ્રાયલ કરી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકા અને હરિયાણા રાજ્ય સામેલ છે. આ રાજ્યોમાં યોજનાને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. જે પછી સરકાર ગુજરાત અને દિલ્હીમાં આ યોજના શરૂ કરવાનો પ્લાન બનાવી રહી છે24 કલાકમાં ક્યારેય પણ લઈ શકો છો રાશન

જ્યાં મશીન લાગેલા છે ત્યાં રાશનની ડિલીવરી પૂરી રીતે કોન્ટેક્ટ લેસ થઈ રહી છે. ગ્રાહકો 24 કલાકમાં ક્યારેય પણ પોતાનું રાશન લઈ શકે છે. રાશન લેવા માટે લાંબી લાંબી લાઇનમાં લાગવાની જરૂરત નથી. ગ્રાહકોને સ્માર્ટકાર્ડ આપવામાં આવશે. આ સિવાય બાયોમેટ્રિક દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. જણાવી દઈએ કે આ મશીન 2 મિનિટમાં 25 કિલો ઘઉં આપે છે.

અંગૂઠો લગાવીને લેવું પડશે રાશન

બાયોમેટ્રિક મશીનો દ્વારા રાશન લેનારે મશીન પર પોતાનો અંગૂઠો લગાવવો પડશે. આ પછી તેમને રાશન આપવામાં આવશે. જે દુકાનોમાં બાયોમેટ્રિક મશીનો લાગી છે ત્યાંથી રાશન લઈ શકો છો.
Published by: Ashish Goyal
First published: February 22, 2021, 7:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading