ગૃહમંત્રી અમિત શાહની ગર્જના, 'જેમને વિરોધ કરવો હોય એ કરે, CAA પરત નહીં લેવામાં આવે'

News18 Gujarati
Updated: January 21, 2020, 4:07 PM IST
ગૃહમંત્રી અમિત શાહની ગર્જના, 'જેમને વિરોધ કરવો હોય એ કરે, CAA પરત નહીં લેવામાં આવે'
અમિત શાહ (ફાઇલ તસવીર)

અમિત શાહે કહ્યુ કે, સીએએ અંગે વિરોધી પાર્ટીઓ દુષ્પ્રચાર અને ભ્રમ ફેલાવી રહી છે, આ કારણે બીજેપી જન જાગરણ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દેશને તોડનારા લોકો વિરુદ્ધ છે.

  • Share this:
લખનઉ : નાગરિકતા સંશોધન કાનૂન (Citizenship Amendment Act)ના સમર્થનમાં યોજાયેલી જનજાગરણ રેલીને સંબોધન કરતા મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત શાહે કૉંગ્રેસ (Congress),સમાજવાદી પાર્ટી (Samajwadi Party) અને બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) પર તીખા પ્રહારો કર્યા હતા. લખનઉના રામકથા પાર્કમાં એક વિશાળ રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, જેમને જેટલો વિરોધ કરવો હોય એટલો કરી લે, પરંતુ CAA પરત નહીં લેવામાં આવે. તેમણે વિપક્ષને પડકાર ફેંકતા કહ્યુ કે, તેઓ જણાવે કે નાગરિકતા સંશોધન કાયદામાં ક્યાં એવું લખ્યું છે કે કોઈની નાગરિકતા લઈ લેવામાં આવશે. તેમના કહેવા પ્રમાણે ફક્ત વૉટબેંકની રાજનીતિ માટે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

CAA પર વિરોધી પાર્ટીઓ ભ્રમ ફેલાવી રહી છે

અમિત શાહે કહ્યુ કે, સીએએ અંગે વિરોધી પાર્ટીઓ દુષ્પ્રચાર અને ભ્રમ ફેલાવી રહી છે, આ કારણે બીજેપી જન જાગરણ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન દેશને તોડનારા લોકો વિરુદ્ધ છે. ગૃહમંત્રીએ કહ્યુ, "નરેન્દ્ર મોદી સીએએ લઈને આવ્યા છે. કૉંગ્રેસ, મમતા બેનરજી, અખિલેશ યાદવ, માયાવતી, કેજરીવાલ તમામ આ બિલ અંગે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. આ બિલને મેં લોકસભામાં રજૂ કર્યું હતું. હું વિપક્ષને કહું છું કે તમે આ બિલ વિશે જાહેરમાં ચર્ચા કરી લો. જો આ બિલ કોઈને નાગરિકતા લે છે તો તેને સાબિત કરી બતાવો. દેશમાં સીએએ વિરુદ્ધ ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, તોફાનો કરવામાં આવી રહ્યા છે. સીએએમાં ક્યાંક પણ કોઈની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી, આ બિલમાં નાગરિકતા આપવાની જોગવાઈ છે.'

કૉંગ્રેસના પાપે ધર્મના આધારે ભારત માતાના બે ટુકડા થયા

ગૃહમંત્રીએ વધુમાં કહ્યુ કે, "પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં રહેતા લઘુમતિઓ પર અત્યાચાર થયા છે, ત્યાં તેમના ધાર્મિક સ્થળો તોડવામાં આવે છે. એ લોકો ત્યાંથી ભારત આવ્યા છે. આવા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે સીએએ બિલ છે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કૉંગ્રેસના પાપે ધર્મના આધાર પર ભારત માતાના બે ટુકડા થયા હતા. 19 જુલાઈ, 1947ના કૉંગ્રેસ પાર્ટીએ પ્રસ્તાવ પાસ કરીને ધર્મના આધારે વિભાજનનો સ્વીકાર કર્યો હતો. નરેન્દ્ર મોદીએ વર્ષોથી પીડિત લોકોને પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કરવાનો મોકો આપ્યો છે."

સીએએ પરત નહીં લેવામાં આવે

અમિત શાહે કહ્યુ, "હું વોટબેંકના લોભી નેતાઓને કહેવા માંગું છું કે તમે લોકો કેમ્પમાં જાઓ. ગઈકાલ સુધી જે લોકો 100-100 હેક્ટર જમીનના માલિકો હતા તે લોકો આજે ઝૂંપડામાં રહીને પરિવાર સાથે ભીખ માંગીને ગુજરાત ચલાવી રહ્યા છે. કૉંગ્રેસના પાપે ધર્મના આધારે ભારતના બે ટુકડા થયા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં લઘુમતિઓની સંખ્યા ઓછી થતી રહી. આ લોકો ક્યાં ગયા? અમુક લોકોને મારી નાખવામાં આવ્યા, અમુક લોકોનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું. હું આજે નિશ્ચિયપણે કહેવા માંગું છું કે જેમને વિરોધ કરવો હોય એ કરે, સીએએ પરત નહીં લેવામાં આવે."

અમિત શાહે વધુમાં કહ્યુ કે, "મહાત્મા ગાંધીએ 1947માં કહ્યુ હતુ કે પાકિસ્તામાં વસતા શીખો ભારત આવી શકે છે. તેમના નાગરિકતા આપવી ભારત સરકારનું કર્તવ્ય હોવું જોઈએ. નહેરુએ કહ્યુ હતું કે કેન્દ્રીય રાહત ફંડનો ઉપયોગ શરણાર્થીઓને રાહત આપવા માટે થવો જોઈએ. તેમના નાગરિકતા આપવા માટે જે જરૂરી હોય તે કરવું જોઈએ, પરંતુ કૉંગ્રેસે કંઈ ન કર્યું."
Published by: Vinod Zankhaliya
First published: January 21, 2020, 4:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading