પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યા

News18 Gujarati
Updated: October 31, 2020, 3:43 PM IST
પતિ જેલમાં હતો ત્યારે પત્નીને અને જેઠ સાથે બંધાયા આડા સંબંધો, જામીન પર છૂટ્યા બાદ કરી ભાઈની હત્યા
પ્રતિકાત્મક તસવીર

મુકેશ યાદવ ત્રણ વર્ષ પહેલા થયેલા એક હત્યાકાંડના કેસમાં જેલમાં હતો. આ દરમિયાન મોટોભાઈ રાકેશ રોશનના સંબંધો તેની પત્ની સાથે થયા હતા.

  • Share this:
ચંદોલીઃ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ચંદોલીમાં પોલીસે બે મહિલા પહેલા થયેલા એક યુવકની સનસની હત્યાકાંડની (Murder case) ગુત્થી ઉકેલી લીધી છે. આ અંગે પોલીસે (UP police) હત્યાના મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જોકે, આ હત્યાકાંડનો એક આરોપી પહેલાથી જ પોલીસની કસ્ટડીમાં જ છે. જેની જાણકારી બાદ સમગ્ર હત્યાકાંડનો ખુલાસો થયો હતો.

શું હતી આખી ઘટના?
ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા 28 ઓગસ્ટમાં ચંદોલી પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોટ ગામમાં રાકેશ રોશન નામા યુવકની લાશ મળી હતી. જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ કરતી પોલીસને કોઈ જ પ્રકારની સફળતા મળી ન હતી. આ વચ્ચે 29 ઓક્ટોબરે પોલીસે એક અથડામણ દરમિયાન આશુતોષ યાદવ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.

આશુતોષ યાદવની ગુનાની કબૂલાતથી પોલીસ થઈ ગઈ હેરાન
પોલીસની પૂછપરછમાં આશુતોષ યાદવે આ પહેલા કરેલા પોતાના ગુનાની જ્યારે કબૂલાત કરી ત્યારે પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. આશુતોષ યાદવે પોલીસને જણાવ્યું કે 2 મહિલા પહેલા થયેલા રાકેશ રોશનની હત્યામાં પણ સામેલ હતો. રાકેશ રોશનની હત્યા તેના નાના ભાઈ મુકેશ યાદવે કરી હતી. પોલીસે આશુતોષ યાદવે આપેલી જાણકારીના આધાર ઉપર મુકેશ યાદવને પણ ધરપકડ કરી હતી. જોકે, હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતીપત્ની સાથે આડા સંબંધ હોવાના કારણે મોટાભાઈની કરી હત્યા
મુકેશ યાદવે પોતાના મોટા ભાઈની હત્યા એટલા માટે કરી હતી કારણ કે તેની પત્ની તેના મોટાભાઈ સાથે આડા સંબંધ ધરાવતી હતી. મુકેશ યાદવ ત્રણ વર્ષ પહેલા થયેલા એક હત્યાકાંડના કેસમાં જેલમાં હતો. આ દરમિયાન મોટોભાઈ રાકેશ રોશનના સંબંધો તેની પત્ની સાથે થયા હતા.

આ પણ વાંચોઃ-ચાર વર્ષના બાળકની માતા પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, લોકોએ પ્રેમી યુગલને બનાવ્યું બંધક, પોલીસ પણ ના છોડાવી શકી

જામીન ઉપર છૂટીને ઘરે આવતા પત્નીના સંબંધોની થઈ જાણ
કેટલાક મહિલા પહેલા જ્યારે મુકેશ યાદવ જામીન ઉપર છૂટીને જેલમાંથી બહાર આવ્યો ત્યારે પત્નીના આડા સંબંધોની જાણ થઈ હતી. પત્નીને પોતાના મોટાભાઈ સાથે આડા સંબંધો હોવાની જાણ થતાં જ મુકેશ યાદવ ગુસ્સે ભરાયો હતો.

આ પણ વાંચોઃ-મનપસંદ જમાઈ માટે પતિ પત્ની વચ્ચે થયો જારદાર ઝઘડો, વાત પહોંચી છૂટાછેડા સુધી, બંનેની પસંદ જાણી તો અધિકારી પણ હસવા લાગ્યા

બીજી તરફ આશુતોષ યાદવ પણ જેલમાં બંધ હતો એટલે બંને વચ્ચે દોસ્તી થઈ હતી. જ્યારે આશુતોષ યાદવ જામીન ઉપર છૂટીને જેલમાંથી બહાર આવ્યો ત્યારે મુકેશે આશુતોષ યાદવને આખી કહાની કહી હતી. ત્યાબાદ આશુતોષ સાથે મળીને મુકેશે પોતાના મોટાભાઈની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.ત્રણ લોકોએ ભેગામળીને દારૂ પીવડાવવાના બહાને રાકેશની કરી હત્યા
મળતી માહિતી પ્રમાણે મુકેશ યાદવ, આશુતોષ યાદવ અને તેના અન્ય એક દોસ્ત રામાનંદની સાથે મોટાભાઈ રાકેશ રોશનની દારૂ પીવડાવવાના બહાને ગામથી બહાર સીવાનમાં લઈ ગયા હતા. અને મોટાભાઈ રાકેશને ગોળી મારી દીધી હતી.
Published by: ankit patel
First published: October 31, 2020, 3:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading