અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

News18 Gujarati
Updated: February 22, 2021, 3:49 PM IST
અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ
રેશ્માની તસવીર

રેશ્મા પાતોના ત્રણ મિત્રો સાથે ફિલ્મ જોવા ગઈ હતી અને પરત ફરતી વખત કાળનો કોળિયો બની ગઈ હતી. બાઈક ચલાવતા સમયે રેશ્માએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું.

  • Share this:
હૈદરાબાદઃ હૈદરાબાદની (Hyderabad) કેપીએચબી કોલોની (KPHB colony) પાસે ટ્રકની ટક્કરથી બાઈક ચાલક 20 વર્ષીય ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું (dental student die in Accident) મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ (police) ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ આદરતા જાણવા મળ્યું હતું કે મૃતક વિદ્યાર્થિની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ ન હતું. ડ્રાઈવિંગ લાઇસન્સ (driving license) ન હોવા છતાં બાઈક ચલાવવા માટે આપનાર મિત્ર સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત ટ્રક ડ્રાઈવર સામે પણ બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે 20 વર્ષીય એમ આધી રેશ્મા મૂળ આંધ્ર પ્રદેશના કપડાના બાડવેલની રહેવાશી છે. તે કર્ણાટકના ગુલબર્ગામાં આવેલી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. 20મી ફેબ્રુઆરીએ રેશ્મા પોતાના મિત્રો શ્રીજા, મમતા, અજય સિંહ અને શ્રવણ કુમાર સાથે મડીનાગુડાના જીએસએમ મોલમાં ફિલ્મ જોવા માયે ગઈ હતી.

ફિલ્મ જોયા પછી આશરે રાત્રે 11.40 વાગ્યે તેઓ ટુવ્હિલર ઉપર કેપીએચબી કોલોની પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાણીના ટેન્કરે ઓવરટેક કર્યું ત્યારે રેશ્માએ પોતાના સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ફૂલ સ્પીડમાં રોડ ઉપર પટકાઈ હતી.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

નીચે પટકાયા બાદ પાછળથી આવતી ટ્રક રેશ્મા ઉપર ફરીવળી અને રેશ્માનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત ટ્રક ડ્રાઈવર ટ્રકને ઘટના સ્થળે છોડીને ત્યાંથી ફરાર થયો હોવાનું કેપીએચબી પોલીસે જણાવ્યું હતું.આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

પોલીસ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રેશ્માના મિત્ર અજય કુમારે તેને બાઈક ચલાવવા માટે આપ્યુ હતું. એ જાણવા છતાં કે રેશ્મા પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ નથી. આ ઉપરાંત રેશ્માએ હેલ્મેટ પણ પહેર્યું ન હતું.



પોલીસે રેશ્માના મિત્ર અજય કુમાર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો જ્યારે ટ્રક ડ્રાઈવર સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
Published by: ankit patel
First published: February 22, 2021, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading