Covid-19 Updates: દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 1.26 લાખ કેસ નોંધાયા, 684 દર્દીનાં મોત

News18 Gujarati
Updated: April 8, 2021, 9:50 AM IST
Covid-19 Updates: દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 1.26 લાખ કેસ નોંધાયા, 684 દર્દીનાં મોત
ફાઇલ તસવીર: Shutterstock

Covid-19 Updates India: સંક્રમિત થયેલા કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. હાલ દુનિયામાં સૌથી વધારે નવા કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. અમેરિક પછી સૌથી વધારે રિકવરી ભારતમાં થઈ છે. મોતના કેસમાં અમેરિકા, બ્રાઝીલ, મેક્સીકો પછી ભારત ચોથા નંબર પર છે.

  • Share this:
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસે (Coronavirus India updates) જાણે કે હાહાકાર મચાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય (Heath ministry) તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1,26,198 કેસ નોંધાયા છે. ગત વર્ષે મહામારી (Corona pandemic) શરૂ થયા બાદ એક દિવસે નોંધાયેલા આ સૌથી વધારે નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 684 દર્દીનાં મોત થયા છે. કોરોના મહામારીથી લડી રહેલા મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 59,907 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 322 લોકોનાં મોત થયા છે.

આ સાથે જ ભારતમાં કોરોના વાયરસના કુલ કેસ 1 કરોડ 29 લાખ 1 હજાર 785 થયા છે. જેમાંથી અત્યારસુધી 1 કરોડ 17 લાખ 92 હજાર 135 લોકો સાજા થયા છે. હાલ દેશમાં કોરના વાયરસના 8,43,473 એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાથી અત્યારસુધી કુલ 1,66,177 લોકોનાં મોત થયા છે. સંક્રમિત થયેલા કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. હાલ દુનિયામાં સૌથી વધારે નવા કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. અમેરિક પછી સૌથી વધારે રિકવરી ભારતમાં થઈ છે. મોતના કેસમાં અમેરિકા, બ્રાઝીલ, મેક્સીકો પછી ભારત ચોથા નંબર પર છે.

આ પણ વાંચો: PMને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવો એ મારું સૌભાગ્ય: પંજાબની સિસ્ટર નિશા શર્મા

એક દિવસમાં 33 લાખ લોકોને વેક્સીન આપવામાં આવી

દેશમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના સામે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. સાતમી એપ્રિલ સુધી દેશભરમાં કુલ 8.7 કરોડ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. સાતમી એપ્રિલના રોજ દેશમાં કુલ 33.37 લાખ લોકોને રસી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી એપ્રિલથી દેશમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સીને આપવાની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: હવે કોરોના વેક્સિન અંગે જાગૃતિ ફેલાવશે વોટ્સએપ: નવું મજેદાર સ્ટીકર પેક કર્યું લૉંચ

મોત અને સાજા થવાનો દર

દેશમાં કોરનાથી મૃત્યુદર 1.30 ટકા છે જ્યારે સાજા થવાનો દર આશરે 93 ટકા છે. દેશમાં એક્ટિવ કેસનો દર વધીને 6.25 થયો છે. એક્ટિવ કેસની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં પાંચમા નંબર પર છે.

આ પણ વાંચો: PM મોદીએ AIIMS ખાતે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો

ગુજરાતમાં કોરોનાના 3,575 કેસ

બુધવારે રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં (Gujarat) છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3,575 કેસ નોંધાયા છે. જેની સામે 2,217 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 22 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4620 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકા છે. અત્યારસુધીમાં 71,86,613 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 8,74,677 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

બુધવારે અમદાવાદમાં 823, સુરતમાં 819, વડોદરામાં 457, રાજકોટમાં 490, જામનગરમાં 175, પાટણમાં 111, ભાવનગરમાં 90, ગાંધીનગરમાં 79, મહેસાણામાં 66, કચ્છમાં 38, જૂનાગઢમાં 43, મહીસાગરમાં 37, પંચમહાલમાં 33, ખેડામાં 32, મોરબીમાં 31, દાહોદમાં 29, બનાસકાંઠામાં 26, ભરૂચમાં 22 સહિત કુલ 3,575 કેસ નોંધાયા છે.
Published by: Vinod Zankhaliya
First published: April 8, 2021, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading