દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પર રાત્રે 12 કલાક સુધી પ્રતિબંધ, હિંસા મામલે ખેડૂત નેતાઓએ માંગી માફી

News18 Gujarati
Updated: January 26, 2021, 5:34 PM IST
દિલ્હીમાં ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા પર રાત્રે 12 કલાક સુધી પ્રતિબંધ, હિંસા મામલે ખેડૂત નેતાઓએ માંગી માફી
દિલ્હી ખેડૂત ટ્રેક્ટર રેલી

આ પ્રતિબંધ આજે રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દિલ્હીના ઉત્તર જિલ્લા તરફ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા માટે લોકોને એસ.એમ.એસ. મળ્યા છે.

  • Share this:
નવી દિલ્હી : પ્રજાસત્તાક દિન પર ખેડુતોની ટ્રેક્ટર કૂચમાં થયેલી હિંસા બાદ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ પ્રતિબંધ કરવામાં આવ્યું હોવાના અહેવાલો છે. આ પ્રતિબંધ આજે રાત્રે 12 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. દિલ્હીના ઉત્તર જિલ્લા તરફ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવા માટે લોકોને એસ.એમ.એસ. મળ્યા છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીના મયુર વિહાર, પાંડવ નગર અને અક્ષરધામ વિસ્તારોમાં લોકોને ઇન્ટરનેટ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, નોઇડા અને ગાઝિયાબાદના વિસ્તારોમાં પણ લોકોની ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ હોવાના સંદેશા મળ્યા છે.

ગૃહ મંત્રાલયે જારી કરેલા સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, આગામી આદેશ સુધી ઇન્ટરનેટ સેવાઓ રહેશે.નોંધપાત્ર વાત એ છે કે, પ્રજાસત્તાક દિવસે, ખેડુતોની ટ્રેક્ટર માર્ચ તેમના માર્ગને જ ભૂલી ગઈ હતી. કૂચ દરમિયાન અનેક સ્થળોએ હિંસક ઘટનાઓની કોશિશ કરવામાં આવી હતી. આઈટીઓ અને ટીકર બોર્ડર ખેડુતો બેકાબૂ બન્યા હતા, ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ ચલાવ્યાં હતાં. ખેડુતો લાલ કિલ્લાના સંકુલમાં પ્રવેશ્યા અને તેના પ્રાચીર ઉપરથી તિરંગો ઉતારીને નિશાન સાહેબ લગાવી દીધુ.

આ પણ વાંચોડોકટરો માટે આ મહિલાનો Corona કેસ પડકાર, 5 મહિનાથી મહિલા સંક્રમિત, સ્વસ્થ છતા 31 ટેસ્ટ પોઝિટિવ

આના પર બાકીયૂના નેતા રાકેશ ટીકૈતે ખેડુતોના ઉપદ્રવ વિશે કહ્યું છે કે, જેણે આ બધું કર્યું છે, તે અમારી નજરમાં છે. દરેકને ચિહ્નિતછે. તેમણે કહ્યું કે, જે લોકો ગડબડ કરી રહ્યા છે તે રાજકીય પક્ષના લોકો છે.બીજી બાજુ, સંયુક્ત ખેડૂત મોરચા વતી કરેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, અમે આજના ખેડૂત પ્રજાસત્તાક દિનની પરેડમાં અભૂતપૂર્વ ભાગીદારી બદલ ખેડુતોનો આભાર માનીએ છીએ, પરંતુ અમે આજે બનેલી અનિચ્છનીય અને અસ્વીકાર્ય ઘટનાઓની નિંદા અને દુખ વ્યક્ત કરીએ છીએ અને આ ઘટનામાં જે ઉપદ્રવીઓ જોડાયા છે તેમનાથી અમે ખુદને અલગ કરીએ છીએ.
Published by: kiran mehta
First published: January 26, 2021, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading