કર્ણાટકના CM યેદિયુરપ્પાના ગૃહનગર શિવમોગામાં બ્લાસ્ટ, અત્યાર સુધી 15 લોકોનાં મોત
News18 Gujarati Updated: January 22, 2021, 9:23 AM IST
પોલીસના જણાવ્યા મુજબ, જિલેટિન લઈ જઈ રહેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો, જેના કારણે ટ્રક પર સવાર 15 શ્રમિકોના મોત થયા
પોલીસના જણાવ્યા મુજબ, જિલેટિન લઈ જઈ રહેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો, જેના કારણે ટ્રક પર સવાર 15 શ્રમિકોના મોત થયા
બેંગલુરુઃ કર્ણાટક (Karnataka)ના શિવમોગા (Shivamogga) જિલ્લામાં ગુરૂવાર મોડી રાત્રે વિસ્ફોટકથી ભરેલી એક ટ્રકમાં જોરદાર ધડાકો થઈ ગયો. આ દુર્ઘટનામાં 15 મૃતદેહોને કબજામાં લેવામાં આવી ચૂક્યા છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોના ઘરો અને ઓફિસોના કાચ તૂટી ગયા. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધડાકાના કારણે વિસ્તારના રસ્તાઓ પર તિરાડ પડી ગઈ અને રસ્તા તૂટી ગયા. દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધી શકે છે. શિવમોગા કર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 350 કિલોમીટરના અંતરે આવેલું છે. શિવોમોગા કર્ણાટકના પાટનગર બેંગલુરુથી લગભગ 350 કિલોમીટર દૂર આવેલું છે, અને તે રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાનું ગૃહનગર છે. શિવમોગામાં થયેલી દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ શોક વ્યક્ત કર્યો છે.
ત્યાર સુધી મળેલી જાણકારી મુજબ, વિસ્ફોટ કર્ણાટકના શિવમોગાના હુનાસોડૂ ગામમાં થયો છે. આ શક્તિશાળી વિસ્ફોટકને ખનનન માટે લઈ જવામાં આવી રહ્યું હતું. પથ્થર તોડવાના એક સ્થાન પર રાત્રે લગભગ સાડા દસ વાગ્યે ધડાકો થયો, જેના કારણે શિવમોગા ઉપરાંત નજીકના ચિક્કમગલુરુ અને દાવણગેરે જિલ્લામાં પણ આંચકા અનુભવાયા. પ્રત્યક્ષદર્શીઓ મુજબ ધડાકો એટલો જોરદાર હતો કે ઘરો અને ઓફિસોની બારીઓના કાચ તૂટી ગયા અને રસ્તાઓ પર તિરાડો પડી ગઈ.
આ પણ વાંચો, 877 રૂપિયામાં કરો ફ્લાઇટમાં પ્રવાસ, IndiGo અને SpiceJet આપી રહી છે જોરદાર ઓફરઆકાશ જૈન નામના એક યૂઝરે આ ધડાકા વિશે ટ્વીટ કરીને જણાવ્યું કે, શિવમોગાની પાસે કલ્લૂગંગૂર-અબ્બલગેરે ગામમાં એક ડાયનામાઇટ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ ખનન કરવાના સ્થળે થયો છે. આ બ્લાસ્ટમાં અનેક શ્રમિકો માર્યા ગયા હોવાની આશંકા છે.
ધડાકાના અવાજથી લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે જોકે આવી કોઈ પણ સમાચારનો ઇન્કાર કરી દેવામાં આવ્યો. શિવમેગાના બહારના વિસ્તારની ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ વિસ્ફોટ હુનાસોડૂ ગામમાં થયો હતો. પોલીસ અધિકારીઓ મુજબ, જિલેટિન લઈ જઈ રહેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ટ્રક પર સવાર 15 શ્રમિકોના મોત થયા છે.
આ પણ જુઓ, Video- ચોરે PPE Kit પહેરીને કરોડોની જ્વેલરી પર કર્યો હાથ સાફ
ટ્વીટર પર રસ્તા તૂટવાનો કરવામાં આવી રહ્યો છે દાવો
શિવમેગામાં રહેતા હોવાનો દાવો કરતાં એક શખ્સે દુર્ઘટના બાદ ટ્વીટર પર એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્લાસ્ટ બાદ તેમના ઘરની નજીક રસ્તા પર તિરાડો પડી ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટના કારણે અનેક ઘરોના કાચ તૂટી ગયા.
Published by:
Mrunal Bhojak
First published:
January 22, 2021, 6:46 AM IST