મથુરાઃ યમુના એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, અનિયંત્રિત ટેન્કર ઈનોવા પર પલટ્યું, 7 લોકોનાં મોત

News18 Gujarati
Updated: February 24, 2021, 7:35 AM IST
મથુરાઃ યમુના એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, અનિયંત્રિત ટેન્કર ઈનોવા પર પલટ્યું, 7 લોકોનાં મોત
ઓવરસ્પીડ ટ્રેન્કર ડિવાઇડર તોડીને સામેથી આવતી ઇનોવા કાર પર પલટી ગયું, ઘટનાસ્થળે જ 7 લોકોનાં કરૂણ મોત

ઓવરસ્પીડ ટ્રેન્કર ડિવાઇડર તોડીને સામેથી આવતી ઇનોવા કાર પર પલટી ગયું, ઘટનાસ્થળે જ 7 લોકોનાં કરૂણ મોત

  • Share this:
નીતિન ગૌતમ, મથુરા. યમુના એક્સપ્રેસવે (Yamuna Expressway) પર ફરી એકવાર દર્દનાક દુર્ઘટના (Road Accident) બની છે. મંગળવાર મોડી રાત્રે ડીઝલ ભરેલું એક ઓવરસ્પીડ ટેન્કર અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડીને આગ્રા તરફ જઈ રહેલી ઇનોવા કાર પર પલટી ગયું. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થઈ ગયા છે. દુર્ઘટનાની જાણકારી મળતાં જ ડીએમ નવનીત ચહલ તથા એસએસપી ગૌરવ ગ્રોવર ઘટનાસ્થળે પહોંચ્યા અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને હાઇવેનો વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

યમુના એક્સપ્રેસ વે પર એ સમયે મોટી દુર્ઘટના બની જ્યારે નોઇડા તરફથી આવી રહેલું ટેન્કર (HR69-3433) અનિયંત્રિત થઈને ડિવાઇડર તોડીને આગ્રાથી નાઇડા તરફ જનારા રોડ પર આવી ગયું અને ત્યાંથી પસાર થઈ રહેલી ઇનોવા કાર (HR 33D 0961) પર પલટી ગયું. ટેન્કર ઈનોવા પર પલટી જવાના કારણે તેમાં બેઠેલાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઈનોવા કારનો ભુક્કો બોલી ગયો.

આ પણ વાંચો, સપનાનું ઘર બાંધવા માટે ગરીબ પરિવારે ભેગા કર્યા હતા 5 લાખ રૂપિયા, ઉધઈ કરી ગઈ ચટતમામ મૃતક હરિયાણાના રહેવાસી

આ દુર્ઘટનામાં ઇનોવામાં મુસાફરી કરી રહેલા લોકો હરિયાણાના જીંદના રહેવાસી હતા. મૃતકોમાં મનોજ, બબીતા, અભય, કોમલ, કલ્લૂ, હિમાદ્રિ અને ડ્રાઇવર રાકેશનો સમાવેશ થાય છે. દુર્ઘટનાની જાણ થતાં જ એક્સપ્રેસવે કર્મી અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ.

આ પણ વાંચો, ઝારખંડની ઉજ્જડ જમીન પર કાશ્મીરી સફરજન! એન્જિનિયરિંગના સ્ટુડન્ટની મહેનત રંગ લાવી

ડીએમ નવનીત ચહલ અને એસએસપી ગૌરવ ગ્રોવર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની શરૂઆત કરી. એસએસપીએ એવું પણ જણાવ્યું કે ટેન્કરમાં ડીઝલ ભરેલું હતું અને તે રસ્તા પર ફેલાઈ ગયું હતું. આ કારણે રિફાઇનરીનું સેફ્ટી યુનિટ અને ફાયરબ્રિગેડ ટીમ કામ કરી રહી છે જેથી વધુ નુકસાન ન થાય.
Published by: Mrunal Bhojak
First published: February 24, 2021, 7:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading