બિલ ગેટ્સે ભારતીય ફાર્મા કંપનીઓની પ્રશંસા કરી, કહ્યું- આખી દુનિયા માટે કોરોના વેક્સીન બનાવી શકે છે

News18 Gujarati
Updated: July 16, 2020, 3:38 PM IST
બિલ ગેટ્સે ભારતીય ફાર્મા કંપનીઓની પ્રશંસા કરી, કહ્યું- આખી દુનિયા માટે કોરોના વેક્સીન બનાવી શકે છે
બિલ ગેટ્સે ભારતીય ફાર્મા કંપનીઓની પ્રશંસા કરી, કહ્યું- આખી દુનિયા માટે કોરોના વેક્સીન બનાવી શકે છે

બિલ ગેટ્સે કહ્યું -કોરોના વેક્સીનમાં ભારતનો મહત્વનો રોલ રહેશે

  • Share this:
નવી દિલ્હી : માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે (Microsoft Co- Founder Bill Gates)ભારતીય ફાર્મા ઇન્ડસ્ટ્રી (Indian Pharma Industry)ની તાકાત વિશે કહ્યું કે ભારત પાસે ઘણી વધારે ક્ષમતા છે. દુનિયાભરમાં ભારતીય દવા અને વેક્સીન કંપનીઓ મોટી સંખ્યામાં સપ્લાઇ કરે છે તમે જાણો છો. ભારતમાં બીજા કરતા વધારે વેક્સીન બને છે. જેમાં સિરમ ઇન્સ્ટીટ્યૂટ સૌથી મોટી મેન્યુફેક્ચરર છે. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના ચેરમેન અને ટ્ર્સ્ટી બિલ ગેટ્સે કહ્યું કે ભારતમાં ઘણી મહત્વપૂર્ણ ચીજ થઈ છે. ત્યાંની ફાર્મા ઇન્ડસ્ટ્રી કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં મદદ કરી રહી છે. જેમને અન્ય બીજી બીમારીઓથી નિપટવામાં તેમની વ્યાપક ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બિલ ગેટ્સે કહ્યું કે કોરોના વેક્સીનમાં ભારતનો મહત્વનો રોલ રહેશે. અહીં બાયો ઇ, ભારત બાયોટેક અને બીજી કંપનીઓ પણ છે. આ બધી કોરોના વાયરસ વેક્સીન બનાવવામાં મદદ કરી રહી છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : ઓક્સફોર્ડની વેક્સીન સફળ રહેશે તો ભારતને કેમ મળશે મોટો ફાયદો?

ગેટ્સે કહ્યું કે હું ઉત્સાહિત છું કે ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી ફક્ત ભારત માટે નહીં પણ આખી દુનિયા માટે વેક્સીન ઉત્પાદન કરી શકશે. આપણે મોતના આંકડાને ઓછા કરવા અને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આ બીમારીને ખતમ કરવાની પ્રતિ રક્ષા આપણી અંદર છે. બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન પણ સરકારની એક ભાગીદાર છે અને વિશેષ રૂપથી જૈવ પ્રોદ્યોગિક વિભાગ, આઈસીએમઆર અને પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલય સાથે મળીને કામ કરી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ સામે ભારતની લડાઇ, વિષય પર બનેલી એક ડોક્યુમેન્ટ્રીમાં ગેટ્સે કહ્યું કે ભારત સ્વાસ્થ્ય સંકટના કારણે એક ભારે પડકાર સામે ઝઝુમી રહ્યું છે. વધારે અને ગીચ વસ્તી તેનું એક મોટું કારણ છે. આ ડોક્યુમેન્ટ્રીનું પ્રીમિયમ ગુરુવારે સાંજે ડિસ્કવરી પ્લસ પર પ્રદર્શિત થશે.
Published by: Ashish Goyal
First published: July 16, 2020, 3:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading