મુંબઇ: ટ્રાવેલ એજન્સીના માલિકે પગાર રોક્યો રોક્યો, ડ્રાઇવરે 3 કરોડની 5 બસો આગમાં ફૂંકી મારી
News18 Gujarati Updated: January 24, 2021, 4:19 PM IST
ડ્રાઈવરે પાંચ બસ સળગાવી દીધી
ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવરે ટ્રાવેલ એજન્સીના માલિક પર ગુસ્સે થઈને તેની પાંચ બસોને આગ ચાંપી દીધી
મુંબઈ : એક ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવરે ટ્રાવેલ એજન્સીના માલિક પર ગુસ્સે થઈને તેની પાંચ બસોને આગ ચાંપી દીધી. મુંબઈ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 24 વર્ષીય અજય સારસ્વત તરીકે થઈ છે. બળી ગયેલી બસોની કિંમત 3 કરોડની નજીક છે.
પોલીસના જણાવ્યા મુજબ આત્મરામ ટ્રાવેલ એજન્સીની પાંચ બસો એક મહિનામાં જ સળગી રાખ થઈ ગઈ. પહેલી ઘટના 24 ડિસેમ્બર 2020 ના રોજ બની હતી. આ ઘટનામાં ત્રણ બસો સળગી ગઈ હતી જ્યારે બીજી ઘટના 21 જાન્યુઆરી 2021 ના રોજ બની હતી. આ વખતે બે બસો બળીને રાખ થઈ ગઈ હતી. સતત બે ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કર્યા. પોલીસને પણ આશંકા છે કે, આત્મરામ ટ્રાવેલ એજન્સીની બસોમાં કેમ આગ લાગે છે.
આ પણ વાંચો -
સનસનાટી: 19 વર્ષના વિદ્યાર્થીની માથામાં ગોળી મારી હત્યા, લોહીથી લથબથ મળી લાશ, પરિવાર શોકમાં ગરકાવતપાસ દરમિયાન એજન્સી દ્વારા કહેવામાં આવ્યું કે, આ દિવસોમાં બસોની બેટરી રિપેરિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કારણ હોઈ શકે છે કે બસોમાં આગ લાગી છે. જો કે તપાસમાં આ પ્રકારનું મળી આવ્યું ન હતું. આ પછી, ટ્રાવેલ એજન્સીના માલિકે તેના એક કર્મચારી પર શંકા થઈ હતી, જે બસનો ચાલક હતો. તેણે કહ્યું હતું કે, પૈસાના વિવાદ બાદ તેને ત્યાંથી હટાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - સાવધાન! બસ આ એક ભૂલ કરી પરિવાર રાત્રે સૂઈ ગયો, પતિ-પત્ની સહિત 6 વર્ષના બાળકનું કરૂણ મોત
ટ્રાવેલ એજન્સીના માલિકે જણાવ્યું હતું કે, કોરોના સમયે તેણે અજય સારસ્વત નામના ડ્રાઇવરને રાખ્યો હતો પરંતુ, ગોવામાં તેનો અકસ્માત થયો હતો. બસને ઘણું નુકસાન થયું હતું. આ કારણોસર ટ્રાવેલ એજન્સી માલિકે અજયના બાકી નાણાંમાંથી કેટલાક પૈસા ચૂકવ્યાં નથી. આ અંગે પણ બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. આ પછી, પોલીસે અજયની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અજયે જણાવ્યું કે, તે બસના પડદા માચિસથી બાળી નાખતો હતો, જેથી આખી બસને આગ લાગી જાય.
Published by:
kiran mehta
First published:
January 24, 2021, 4:19 PM IST