CAA-NRCના વિરોધમાં પ્રદર્શનથી બ્રાંડ મોદી અને બીજેપીને કોઈ ફરક નહીં પડે : પ્રશાંત કિશોર

News18 Gujarati
Updated: December 21, 2019, 10:12 AM IST
CAA-NRCના વિરોધમાં પ્રદર્શનથી બ્રાંડ મોદી અને બીજેપીને કોઈ ફરક નહીં પડે : પ્રશાંત કિશોર
રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરની ફાઇલ તસવીર

પ્રશાંત કિશોરનું કહેવું છે કે ભલે અનેક રાજ્યમાં NRCનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કોઈ ન કરી શકે.

  • Share this:
ભૂપેન્દ્ર ચૌબે, નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર અને જનતા દળ યૂનાઇટેડ (JDU)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર (Prashant Kishor)નું કહેવું છે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) અને સંશોધિત નાગરિક કાયદો (CAA)થી બીજેપીને રણનીતિક મોરચે કોઈ ફરક નહીં પડે. News18 સાથે ખાસ વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, પીએમ મોદીને રોકનાર હાલ કોઈ નથી.

PMનો મુકાબલો કરનાર કોઈ નથી

પ્રશાંત કિશોરનું કહેવું છે કે ભલે અનેક રાજ્યમાં NRCનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કોઈ ન કરી શકે. જોકે, સાથે સાથે તેમણે એવું પણ કહ્યુ કે, 'નબળા વિપક્ષનો મતલબ એવો નથી કે ભારતમાં વિરોધ કરનાર નબળો છે.'

NRCની વિરુદ્ધ નીતિશ કુમાર

અત્યાર સુધી નવ બિન-બીજેપી મુખ્યમંત્રી એવું કહી ચુક્યા છે કે તેઓ પોતાના રાજ્યમાં CAA અને NRC લાગૂ નહીં કરે. શુક્રવારે આ કડીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામેલ થયા છે. તેઓ એનડીએના પ્રથમ એવા સાથી છે જેમણે રાજ્યમાં NRC લાગૂ કરવાનો ઇન્કાર કર્યો છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, "હું ખાતરી આપું છું કે જ્યાં સુધી અમે શાસનમાં છીએ ત્યાં સુધી લઘુમતિ સમાજ સાથે કોઈ ખરાબ કે અનપેક્ષિત નહીં થઈ શકે."

આ પણ વાંચો : NRC પર ગૃહ મંત્રાલય- 1987 પહેલા જન્મ્યા લોકોને માનવામાં આવશે ભારતીય નાગરિકનીતિશ કુમારે શા માટે CAAનું સમર્થન કર્યું

નોંધનીય છે કે પ્રશાંત કિશોર જેડીયૂના એવા નેતા છે, જેમણે CAA અંગે પોતાની પાર્ટીના સ્ટેન્ડનો વિરોધ કર્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આખરે શા માટે નીતિશ કુમારે સમર્થન કર્યું તો તેમણે જવાબ આપ્યો કે, અમુક 'ખાસ' સંજોગોને કારણે આવું થયું. પ્રશાંત કિશોરે કહ્યું કે, 'ફક્ત CAAથી કંઈ નહીં થાય, પરંતુ CAA અને NRCથી ભારતમાં અનેક મુશ્કેલી આવી શકે છે. આનાથી ગરીબોને ખૂબ નુકસાન થશે.'
Published by: Vinod Zankhaliya
First published: December 21, 2019, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading