ગરીબી કે મજબૂરી: ખાવાનું ખવડાવવાના પૈસા નહોતા, વ્યાજખોરોના ત્રાસથી પિતાએ દીકરીને મારી નાખી


Updated: November 27, 2022, 8:15 AM IST
ગરીબી કે મજબૂરી: ખાવાનું ખવડાવવાના પૈસા નહોતા, વ્યાજખોરોના ત્રાસથી પિતાએ દીકરીને મારી નાખી
પોલીસ રાહુલને પકડી ક્રાઈમ સીન પર લઈ ગઈ

પોતાની દીકરી જિયાની હત્યા કરવા અને તેની લાશને બેંગલુરુ-કોલાર નેશનલ હાઈવે પર કેંદત્તી નજીક એક તળાવામાં ફેંકવાના આરોપમાં ધરપકડ કરી છે. રાહુલ પોલીસે જે વાત જણાવી તે અંતર્ગત પોલીસ તેને ક્રાઈમ સીન પર લઈ ગઈ.

  • Share this:
બેંગલુરુ: તેણે બેંગલુરુમાંથી બહાર નિકળતી વખતે પોતાની અઢી વર્ષની દીકરી માટે બિસ્કીટ અને ચોકલેટ ખરીદી. તે ગાડીની પાછળની સીટ પર તેની સાથે રમતો હતો. પણ વ્યાજખોરોના ત્રાસથી તેણે ઘર જવાનું ટાળ્યું અને તેણે ન કરવાનું કરી નાખ્યું. પોતાની જીવનલીલા ખતમ કરવાની કોશિશ કરી અને પહેલા તો પોતાની દીકરીને મારી નાખી. આ વાત દેવામાં ડૂબેલા રાહુલ પરમારે પોલીસને જણાવી છે. જે આત્મહત્યાનો પ્રયાસ કરવા જતાં માંડ માંડ બચ્યો છે. તેણે પોલીસની સામે દાવો કર્યો કે, તે રડવા લાગી (પોતાની અઢી વર્ષની દીકરી) અને મારી પાસે પૈસા પણ નહોતા. ઘરે પાછા ફરીએ તો આનાથી પણ ભૂંડી સ્થિતિ મારી રાહ જોઈ રહી હતી. મેં કચકચાવીને તેનું ગળુ દબાવ્યું અને તેને મારી નાખી. તેના માટે ખાવાનું ન ખરીદી શકવું એ મારી મજબૂરી હતી અને તેના માટે હું આવો નિર્ણય લેવા માટે મજબૂર બન્યો. હું તેની સાથે મરી જવા માટે તળાવમાં કુદ્યો પણ ડૂબ્યો નહીં.

આ પણ વાંચો: સુરત: ફેક્ટરી માલિકે જાહેરમાં નગ્ન કરતાં વર્કરે કરી હતી આત્મહત્યા, 56 દિવસે ચોંકાવનારો ખુલાસો

ટાઈમ્સ ઓફ ઈંડિયાના રિપોર્ટ મુજબ પોતાની દીકરી જિયાની હત્યા કરવા અને તેની લાશને બેંગલુરુ-કોલાર નેશનલ હાઈવે પર કેંદત્તી નજીક એક તળાવામાં ફેંકવાના આરોપમાં ધરપકડ કરી છે. રાહુલ પોલીસે જે વાત જણાવી તે અંતર્ગત પોલીસ તેને ક્રાઈમ સીન પર લઈ ગઈ. પોલીસે કહ્યું છે કે, રાહુલને તેની દીકરીની હત્યા પર ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે. પણ તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. રાહુલ અને જિયા 15 નવેમ્બરે ગુમ થયા હતા. રાહુલ પોતાની દીકરીને સ્કૂલે મુકવા જવા ઘરેથી નિકળ્યો હતો. પણ બંને પાછા ફર્યા નહીં. તેમની પત્ની ભાવ્યાએ ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. બીજી સવારે તો જિયાની લાશ તળાવમાંથી મળી અને પોલીસને શંકા ગઈ કે, રાહુલે પણ આત્મહત્યા કરી લીધી હશે, તેણે તળાવમાં કુદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી, પણ ડૂબ્યો નહીં અને બચી ગયો.

રાહુલની નોકરી જતી રહી હતી. બિટકોઈન બિઝનેસમાં તેને ઘણું નુકસાન ગયું અને તેના પર લૂંટનો ખોટો કેસ પણ થયો અને તેને લઈને પોલીસ સ્ટેશનના ચક્કર કાપવા લાગ્યો. તેણે ઘરમાં રહેલું સોનું પણ ગિરવે મુકી દીધું અને પોતાની પત્નીને કહ્યું કે, તેના ઘરેણાં કોઈએ લૂંટી લીધા છે. તે પોતાની દીકરી સાથે ખૂબ જ લાગણીના બંધને બંધાયેલો હતો. અને તેથી લોકોના ગુસ્સાના ડરથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો, તેણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, હું સવારે ઘરેથી નિકળ્યો હતો, મારી જાત અને દીકરીને મારવાનો પ્લાન બનાવી રહ્યો હતો. ઘણી વાર મેં ઘરે પાછા ફરવાની કોશિશ કરી, પણ વ્યાજખોરોના ત્રાસથી મને પાછા જતાં વારંવાર રોકાઈ રહ્યો.
Published by: Pravin Makwana
First published: November 27, 2022, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading