નોમ ચોમસ્કીએ આપી ચેતાવણી - Corona તો કઈં નથી, આ બે મોટા સંકટ આવવાના છે

News18 Gujarati
Updated: September 15, 2020, 4:57 PM IST
નોમ ચોમસ્કીએ આપી ચેતાવણી - Corona તો કઈં નથી, આ બે મોટા સંકટ આવવાના છે
પ્રતિકાત્મક તસવીર

તેમણે કહ્યું કે, કોરોના વાયરસ ભયાનક છે અને તેનું ભયંકર પરિણામ આવી શકે છે, પરંતુ આપણે તેમાંથી બહાર આવી જઈશું. પરંતુ અન્ય બે ખતરામાંથી બહાર આવવું નામુમકીન થઈ જશે

  • Share this:
વોશિંગ્ટન : અમેરિકન ભાષાવિદ અને રાજનૈતિક વિશ્લેષક નોમ ચોમસ્કીએ દાવો કર્યો છે કે, કોરોના સંક્રમણ એક મહામારી જરૂર છે પરંતુ આ તે બે સંકટ કરતા ગણી નાની છે, જે આવવાના છે. ડીઆઈઈએમ-25 ટીવી સાથે વાતચીતમાં ચોમસ્કીએ કહ્યું કે, કરોના વાયરસ ખુબ ગંભીર છે પરંતુ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ એવા બે મોટા સંકટ છે, જે માનવ સભ્યતાના વિનાશનું કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, જે પ્રકારે રાજનિતી અને આર્થિક પરિસ્થિતિ છે આ બંને સંકટ હવે દૂર નથી દેખાઈ રહ્યા.

ડીઆઈઈએમ-25 ટીવી માટે સ્રેકો હોર્વાટ સાથે વાતચીતમાં 91 વર્ષિય નોમ ચોમસ્કીએ કહ્યું કે, આ સૌથી ચોંકાવનારી વાત છે કે, કોરોના વાયરસ ટ્રમ્પની સરકાર દરમિયાન આવ્યો છે, અને તેથી હવે અન્ય પણ મોટા ખતરા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ ભયાનક છે અને તેનું ભયંકર પરિણામ આવી શકે છે, પરંતુ આપણે તેમાંથી બહાર આવી જઈશું. પરંતુ અન્ય બે ખતરામાંથી બહાર આવવું નામુમકીન થઈ જશે. તેમાં બધુ જ બરબાદ થઈ જશે. અમેરિકા પાસે વધતી જતી તાકાત આગામી સમયમાં વિનાશનું કારણ બનશે.

અમેરિકા અને અન્ય અમીર દેશોએ ના લીધી જવાબદારી

ડાઉન ટૂ અર્થ પત્રિકામાં છપાયેલા ઈન્ટરવ્યૂમાં ચોમસ્કી કહે છે કે, સૌથી મોટી પરેશાની જુઓ કે, ક્યૂબા, યૂરોપની મદદ કરી રહ્યું છે. પરંતુ આ બાજુ જર્મની ગ્રીસની મદદ કરવા માટે તૈયાર નથી. કોરોના વાયરસ સંકટ લોકોને એ વિચારવા મજબૂર કરી શકે છે કે, આપણે કેવી પ્રકારની દુનિયા ઈચ્છીએ છીએ. આ લાંબા સમયથી ખબર હતી કે, સાર્સ મહામારી કેટલાક ફેરફાર સાથે કોરોના વાયરસના રૂપે સામે આવી શકે છે. અમીર દેશ સંભવિત કોરોના વાયરસની રસી બનાવવાનું કામ કરી શકતા હતા પરંતુ આવું કોઈ દેશે ન કર્યું. મોટી દવા કંપનીઓએ તેના પર કામ કરવા દીધુ નહીં અને હવે તે આવી ગયો અને ફેલાઈ ગયો તો મનમાની પ્રમાણે તેની દવા અને વેક્સીનનો ધંધો શરૂ થઈ ગયો છે. જ્યારે કોરોનાનો ખતરો માથી પર હતો ત્યારે મોટી દવા કંપનીઓએ બોડી ક્રિમ બનાવવાનું વધારે લાભકારક લાગી રહ્યું હતું.

આ પણ વાંચોસુરત: Coronaમાં બેકાર થયેલા યુવાનને માતા-ભાઈએ ઠપકો આપતા બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

ચોમસ્કીએ આગળ કહ્યું કે, ઓક્ટોબર 2019માં જ અમેરિકાએ કોરોના જેવી સંભવીત બીમારીની આશંકા વ્યક્ત કરી હતી પરંતુ કોઈએ ધ્યાન આપવાનું જરૂરી ના સમજ્યું. પોલીયોનો ખતરો સરકારી સંસ્થાના દ્વારા બનાવવામાં આવેલી રસીથી ખતમ થઈ ગયો પરંતુ તેની કોઈ પેટન્ટ ન હતી અને નફાના ચક્કરમાં મોટી કંપનીઓએ આ થવા પણ ન દીધુ. તેમણે કહ્યું કે, 31 ડિસેમ્બરે જ ચીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને નિમોનિયા મામલે સૂચના આપી હતી અને એક મહિના બાદ તેને કોરોના વાયરસ તરીકે ઓળખવામાં આવ્યો. પછી તેની જાણકારી દુનિયાને આપી. આ વિસ્તારના દેશો ચીન, દક્ષિણ કોરિયા, તાઈવાને તેના પર કામ કરવાનું શરૂ કરી દીધુ અને વધારે સંકટથી બચવામાં સપળતા મળી.જર્મનીએ માત્ર પોતાના વિશે વિચાર્યું

ચોમસ્કીએ આરોપ લગાવ્યો છે કે, જર્મની પાસે એક વિશ્વસનીય હોસ્પિટલ પ્રણાલી છે પરંતુ તેણે માત્ર પોતાના હિત માટે તેનો ઉપયોગ કર્યો. સૌથી ખરાબ વલણ અમેરિકાનું અને બ્રિટનનું રહ્યું, જેણે કોઈ પણ દેશ સામે મદદનો હાથ ન વધાર્યો. તેમણે કહ્યું કે, આ માનવ ઈતિહાસની એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ના માત્ર કોરોના વાયરસના કારણે, જે દુનિયાની ખામીઓ વિશે જાગરૂપતા લાવી રહ્યું છે, પરંતુ પૂરી સામાજિક-આર્થિક પ્રણાલીીન ઊંડી ત્રુટિયો વિશે પણ બધાને ખબર પડવા લાગી છે. જો આપણે જીવન જીવવા લાયક ભવિષ્ય જોઈએ તો, હાલની પરિસ્થિતિને બદલવી પડશે. કોરોના સંકટ ચેતાવણીનું સંકટ હોઈ શકે છે અને આજે તેને પહોંચીવળવા માટે અથવા તેના વિસ્ફોટને રોકવા માટે એક સબક હોઈ શકે છે.

આપણે તેના મૂળ વિશે પણ વિચારવું જોઈએ, જે આપણને ભવિષ્યમાં વધારે ખરાબ હાલતમાં લઈ જઈ શકે છે. આજે 2 મિલિયનથી વધારે લોકો કોરન્ટાઈન છે. સામાજિક અલગાવનું એક રૂપ વર્ષોથી હાજર છે અને તે ખુબ હાનિકારક છે. આજે આપણે વાસ્તવિક સામાજિક અલગાવની સ્થિતિમાં છીએ. કોઈ પણ રીતે, ફરીથી સામાજિક બંધનોના નિર્માણ દ્વારા આમાંથી બહાર નીકળવું પડશે, જે જરૂરતમંદોની મદદ કરી શકે. તેના માટે તેમનો સંપર્ક કરવો. સંગઠનનો વિકાસ, વિસ્તારીત વિશ્લેષણ જેવા કાર્યો કરવા પડશે. તેવા લોકોને કાર્યશીલ અને સક્રિય બનાવતા પહેલા, ભવિષ્ય માટે યોજના બનાવવી, લોકોને ઈન્ટરનેટના યુગમાં એક સાથે લાવવા, તેમની સાથે સામેલ થવું, પરામર્શ કરવું, આવી સમસ્યાઓ માટે જવાબ મેળવવા વિચાર-વિમર્શ કરવું, જેનો તે સામનો કરી રહ્યા છે, અને આ બધી વસ્તુ પર કામ કરવું આવશ્યક બની ગયું છે.
Published by: kiran mehta
First published: September 15, 2020, 4:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading