કોવિડ-19 પર સંસદીય સમિતિ : પ્રાઇવેટ હોસ્પિટલોએ વધારીને પૈસા લીધા, સ્વાસ્થ્ય પર ખર્ચ ઘણો ઓછો

News18 Gujarati
Updated: November 21, 2020, 10:20 PM IST
કોવિડ-19 પર સંસદીય સમિતિ : પ્રાઇવેટ હોસ્પિટલોએ વધારીને પૈસા લીધા, સ્વાસ્થ્ય પર ખર્ચ ઘણો ઓછો
કોવિડ-19 પર સંસદીય સમિતિ : પ્રાઇવેટ હોસ્પિટલોએ વધારીને પૈસા લીધા, સ્વાસ્થ્ય પર ખર્ચ ઘણો ઓછો

સમિતિએ કહ્યું કે જે ડોક્ટરોએ મહામારી સામેની લડાઇમાં પોતાનો જીવ આપ્યો છે તેમને શહીદના રૂપમાં માન્યતા આપવી જોઈએ

  • Share this:
નવી દિલ્હી : એક સંસદીય સમિતિએ (Parliamentary committee)શનિવારે કહ્યું કે કોવિડ-19ના (Covid-19)વધી રહેલા કેસ વચ્ચે સરકારી હોસ્પિટલમાં બેડની અછત અને આ મહામારીની સારવાર માટે વિશિષ્ઠ દિશાનિર્દેશોના અભાવમાં ખાનગી હોસ્પિટલોએ (Private Hospitals)વધારી-ચડાવીને પૈસા લીધા છે.

સ્વાસ્થ્ય સંબંધી સ્થાયી સંસદીય સમિતિના અધ્યક્ષ રામ ગોપાલ યાદવે (Ram Gopal Yadav) રાજ્યસભાના સભાપતિ એમ વૈકયા નાયડુને (M. Venkaiah Naidu)કોવિડ-19 મહામારી પ્રકોપ અને તેના પ્રબંધનનો રિપોર્ટ સોંપ્યો છે. સરકાર દ્વારા કોવિડ-19 મહામારીથી નિપટવાના સંબંધમાં આ કોઈપણ સંસદીય સમિતિનો પ્રથમ રિપોર્ટ છે. સમિતિએ કહ્યું 1.3 કરોડની જનસંખ્યાવાળા દેશમાં સ્વાસ્થ્ય પર ખર્ચ ઘણો ઓછો છે અને ભારતીય સ્વાસ્થ્ય વ્યવસ્થાની નાજુકતાના કારણે મહામારીમાં પ્રભાવી તરીકેથી મુકાબલો કરવામાં એ મોટું વિધ્ન આવ્યું હતું.

આ પણ વાંચો - રાજકોટ : દર્દીને પ્લાઝ્માંની જરૂર હોય તો આ સેવાભાવી ગ્રૂપ કરે છે મદદ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આથી સમિતિ સરકારને સાર્વજનિક સ્વાસ્થ્ય પ્રણાલીમાં પોતાના નિવેશને વધારવાની માંગણી કરે છે. સમિતિએ સરકારને કહ્યું કે બે વર્ષની અંદર જીડીપીના 2.5 ટકા સુધીના ખર્ચને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નિરંતર પ્રયત્ન કરે, કારણ કે 2025નો નિર્ધારિત સમય હજુ દૂર છે અને તે સમય સુધી સાર્વજનિક સ્વાસ્થ્યને જોખમમાં રાખી શકાય નહીં. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ 2017માં 2025 સુધી જીડીપીના 2.5 ટકા સ્વાસ્થ્ય સેવા પર સરકારી ખર્ચનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે 2017માં 1.15 ટકા હતો.

સમિતિએ કહ્યું કે દેશની સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા કોવિડ અને બિન કોવિડ દર્દીઓની વધતી સંખ્યા સામે પર્યાપ્ત ન હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર માટે વિશિષ્ઠ દિશાનિર્દેશોના અભાવના કારણે દર્દીઓએ વધારે પૈસા આપવા પડ્યા છે. સમિતિએ કહ્યું કે જે ડોક્ટરોએ મહામારી સામેની લડાઇમાં પોતાનો જીવ આપ્યો છે તેમને શહીદના રૂપમાં માન્યતા આપવી જોઈએ અને તેમના પરિવારને પર્યાપ્ત સહાય આપવી જોઇએ.
Published by: Ashish Goyal
First published: November 21, 2020, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading