CAA અને NRC પર બબાલની વચ્ચે હવે NPRની તૈયારી, મોદી કેબિનેટ આજે પ્રસ્તાવ પર મારી શકે છે મહોર

News18 Gujarati
Updated: December 24, 2019, 9:06 AM IST
CAA અને NRC પર બબાલની વચ્ચે હવે NPRની તૈયારી, મોદી કેબિનેટ આજે પ્રસ્તાવ પર મારી શકે છે મહોર
નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઇલ તસવીર)

NPR અપડેટ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે પહેલી એપ્રિલથી શરૂ થશે, મોદી કેબિનેટ આજે આપી શકે છે મંજૂરી

  • Share this:
નવ‍ી દિલ્હી : નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને લઈ ચાલી રહેલી બબાલની વચ્ચે મોદી સરકાર (Modi Government) વધુ એક મોટું પગલું ભરવાની કરી રહી છે. મૂળે, કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવાર સવારે 10:30 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (National Population Register) એટલે કે NPRને મંજૂરી મળી શકે છે. NPR અપડેટ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે પહેલી એપ્રિલથી શરૂ થશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, કેબિનેટની બેઠક માટે નિયત એજન્ડામાં NPRને લઈ પ્રસ્તાવ પણ સામેલ છે. તેમાં દેશના 'સામાન્ય નાગરિકો'ની ગણતરી કરવામાં આવે છે. 'સામાન્ય નાગરિકો'નો મતલબ તે વ્યક્તિ સાથે છે, જે કોઈ સ્થાનિક ક્ષેત્રમાં છેલ્લા 6 મહિના કે તેનાથી વધુ સમયથી રહી રહ્યા હોય કે આગામી 6 મહિના કે તેનાથી વધુ સમય માટે તે ક્ષેત્રમાં રહેવાની તેની યોજના હોય. દરેક નાગરિક માટે રજિસ્ટરમાં નામ નોંધાવવું અનિવાર્ય હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેના માટે કેબિનેટ પાસેથી 3,941 કરોડ રૂપિયાની માંગ પણ કરી છે. આજની મીટિંગમાં NPR માટે બજેટની પણ મંજૂરી આપી શકાય છે.

શું છે NPR?

રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર હેઠળ 1 એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી નાગરિકોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે દેશભરમાં ઘરે-ઘરે જઈને જનગણનાની તૈયારી છે. દેશના સામાન્ય નિવાસીઓની વ્યાપક ઓળખનો ડેટાબેઝ બનાવવો NPRનું મુખ્ય લક્ષ્ય છે. આ ડેટામાં બાયોમેટ્રિક જાણકારી પણ હશે.

1 એપ્રિલ 2020થી થશે ગણતરી

NPRને તૈયાર કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગી શકે છે. તેની પ્રક્રિયા ત્રણ ચરણોમાં થશે. પહેલા ચરણની શરૂઆત 1 એપ્રિલ 2020થી થશે. 30 સપ્ટેમ્બરની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી ઘરે-ઘરે જઈને જનસંખ્યાના આંકડા એકત્ર કરશે. NPRનું બીજું ચરણ 2021માં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે પૂરી કરવામાં આવશે. ત્રીજા ચરણ હેઠળ 1 માર્ચથી 5 માર્ચની વચ્ચે સંશોધનની પ્રક્રિયા થશે.NRCથી કેટલું અલગ છે NPR?

NPR અને NRCમાં અંતર છે. NRCની પાછળ જ્યાં દેશમાં ગેરકાયદેસર નાગરિકોની ઓખળનો ઉદ્દેશ્ય છે, તો બીજી તરફ 6 મિહના કે તેનાથી વધુ સમયથી સ્થાનિક ક્ષેત્રમાં રહેનારા કોઈ પણ નિવાસીને NPRમાં અનિવાર્ય રીતે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કોઈ વિદેશી પણ જો દેશના કોઈ હિસ્સામાં 6 મહિનાથી રહી રહ્યો છે તો તેને પણ NPRમાં પોતાની વિગતો નોંધાવવી પડશે.

કોણે શરૂ કરી હતી આ યોજના?

NPRની પહેલ સૌપ્રથમ 2010માં યૂપીએ સરકારે કરી હતી. ત્યારે 2011માં જનગણના પહેલા આ કામ શરૂ થયું હતું. હવે ફરી 2021માં જનગણના થવાની છે. એવામાં NPR ઉપર પણ કામ શરૂ થઈ રહ્યું છે.

આ પણ વાંચો, ઝારખંડ બન્યું ત્રીજું રાજ્ય જ્યાં BJPએ જીતી સૌથી વધુ સીટો, પરંતુ હાથમાંથી સરકી સત્તા
Published by: Mrunal Bhojak
First published: December 24, 2019, 9:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading