નમો એપ પર CAA માટે PM મોદીએ માંગ્યું સમર્થન, કહ્યુ- 'આનાથી નાગરિકતા છીનવવામાં નહીં, આપવામાં આવે છે'

News18 Gujarati
Updated: December 30, 2019, 12:49 PM IST
નમો એપ પર CAA માટે PM મોદીએ માંગ્યું સમર્થન, કહ્યુ- 'આનાથી નાગરિકતા છીનવવામાં નહીં, આપવામાં આવે છે'
પીએમ મોદી (ફાઇલ તસવીર)

સંશોધિત નાગરિકતા કાયદા (CAA) અંગે પીએમ મોદીએ લોકો પાસેથી સમર્થન માંગ્યું છે. પીએમ મોદીએ ફરીથી કહ્યુ છે કે CAA શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે, પરત લેવાનો નહીં.

  • Share this:
નવી દિલ્હી : સંશોધિત નાગરિકતા કાયદા (CAA) મામલે પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં ચળવળ શરૂ કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ એપના માધ્યમથી આ કાયદાને સમર્થન કરે. પીએમ મોદીએ ફરી એકવાર કહ્યુ છે કે CAA શરણાર્થીઓને નાગરિકતા આપવાનો કાયદો છે, પરત લેવાનો નહીં.

પીએમ મોદીએ #IndiaSupportsCAA ટ્વિટ કરતા લખ્યુ છે કે, 'સીએએ પ્રતાડિત શરણાર્થીઓને નાગરિકતા આપે છે અને આ કાયદો કોઈની નાગરિકતા છીનવતો નથી. નમો એપના વૉલિન્ટિયર મૉડ્યૂલના વોઇસ સેક્સનમાં તમે કન્ટેન્ટ, ગ્રાફિક્સ અને વીડિયો જોવા માટે આ હેઝટેગનો ઉપયોગ કરો. આ હેઝટેગથી સીએએના પક્ષમાં તમારું સમર્થન આપો.'
સદગુરુનો વીડિયો

પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આધ્યાત્મિક ગુરુ સદગુરુનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં સદગુરુએ CAAનું સમર્થન કર્યું છે. પીએમ મોદીના જણાવ્યા પ્રમાણે સદગરુએ ઐતિહાસિક સંદર્ભને ટાંકતા ખૂબ સારી રીતે CAAની જરૂરિયાતને સમજાવી છે.

વિપક્ષ પર લગાવ્યો આરોપ

ગત દિવસોમાં પીએમ મોદીએ રામલીલા મેદાનમાં પોતાના સંબોધનમાં કહ્યુ હતું કે સંશોધિત નાગરિકતા કાયદો બન્યા બાદ રાજકીય પક્ષો અલગ અલગ અફવાઓ ફેલાવી રહ્યાં છે. રાજકીય પક્ષો લોકોમાં ખોટો ભ્રમ ફેલાવી રહ્યા છે, તેમની લાગણીઓને ભડકાવી રહ્યા છે. મોદીએ કહ્યુ હતુ કે, "અમુક લોકો સીએએને ગરીબ વિરોધ કાયદો કહી રહ્યા છે, એ લોકો કહે છે કે જે લોકો આવશે તે અહીંના ગરીબોનો હક છીનવી લેશે. આવું જુઠ્ઠાણું ફેલાવતા પહેલા ગરીબો પર જરા દયા તો કરો. પાકિસ્તાનમાંથી જે શરણાર્થીઓ આવ્યા છે તેમાં મોટા ભાગના દલીત છે."
Published by: Vinod Zankhaliya
First published: December 30, 2019, 12:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading