નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)બુધવારે કહ્યું કે તેમને ખાલી સમયમાં હિંચકા પર ઝૂલવાનું પસંદ છે. તેમણે કહ્યું કે તે કામ વચ્ચે પણ હિંચકા પર બેસવાનું પસંદ કરે છે. તેનાથી મને ખુશી મળે છે. પરીક્ષા પર ચર્ચા (Pariksha Pe Charcha) કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ અને શિક્ષકો સાથે સંવાદ દરમિયાન પીએમ મોદીએ આ વાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે જો તમને ખબર છે કે તમારી પાસે આજનો દિવસ ખાલી સમય હશે તો તેમે પોતાના પરિવારની મદદ કરી શકો છો અથવા એવું કાંઇ કરી શકો કે જે તમને પસંદ છે. તેમણે કહ્યું કે ખાલી સમયને ખાલી ન સમજો, તે ખજાનો છે. આ એક તક છે. તમારી દિનચર્યામાં ખાલી સમયની ક્ષણ હોવી જોઈએ જ નહીંતર જિંદગી નીરસ થઈ જાય છે.
છાત્રો સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે એ ધ્યાન રાખવાની જરૂર છે ખાલી સમયમાં કઇ વસ્તુઓથી બચવું જોઈએ. નહીતર તે જ ચીજ બધો સમય ખાઇ જશે. અંતમાં રિફ્રેશ-રિલેક્સ થવાના બદલે તમે તંગ થઇ જશો, થાકનો અનુભવ થશે. તેમણે કહ્યું કે ખાલી સમય એક સૌભાગ્ય છે, ખાલી સમય એક અવસર છે. તમારી દિનચર્યામાં ખાલી સમયની ક્ષણ હોવી જ જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે તમે ખાલી સમય earn કરો છો તો તમને તેની વધારે value ખબર પડે છે. જેથી તમારી લાઇફ એવી હોવી જોઈએ તે જ્યારે તમે ખાલી સમય earn કરો તો તમને અસીમ આનંદ આપે. ખાલી સમયમાં આપણે પોતાની Curiosity, જિજ્ઞાસા વધારવાની બીજી કઇ ચીજ કરી શકો તે ઘણી productive થઇ જશે.
આ વખતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ડિજિટલ માધ્યમથી કરવામાં આવ્યો છે. ગત ફેબ્રુઆરી મહિનામાં શિક્ષા મંત્રાલયે તેની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદી 2018થી પરીક્ષા પહેલા છાત્રો સાથે ચર્ચા કરે છે.