દિલ્હી CAA Protest : મૌજપુર હિંસામાં હેડ કોન્સ્ટેબલનું મોત, DCP ઘાયલ, અમિત શાહે બેઠક બોલાવી

News18 Gujarati
Updated: February 24, 2020, 8:26 PM IST
દિલ્હી CAA Protest : મૌજપુર હિંસામાં હેડ કોન્સ્ટેબલનું મોત, DCP ઘાયલ, અમિત શાહે બેઠક બોલાવી
મૌજપુરમાં અથડામણ.

દિલ્હીના મૌજપુરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પથ્થરમારામાં ઘાયલ થયેલા એક પોલીસકર્મીનું મોત થઈ ચુક્યું છે.

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ દિલ્હીના ગોકુલપુરી થાણા ક્ષેત્રના મૌજપુર (Maujpur) વિસ્તારમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે પથ્થરમારામાં ઘાયલ થયેલા એક પોલીસકર્મીનું મોત થઈ ગયું છે. મૃતક પોલીસકર્મીની ઓળખ હેડ કોન્સ્ટેબલ રતન લાલ તરીકે કરવામાં આવી છે. જ્યારે શાહદરાના ડીસીપી અમિત શર્મા ઘાયલ થયાના સમાચાર છે.આ દરમિયાન સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.  આ ઘટનામાં એક પ્રદર્શનકારીનું પણ મોત થયું છે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસના મતે પરિસ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ટોચના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી છે.

ઝાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં દેખાવકારોએ બે ઘરોને આગ લગાડી

આ પહેલા ઉત્તર-પૂર્વ દિલ્હીના ઝાફરાબાદ અને મૌજપુર વિસ્તારમાં દેખાવકારોએ ઓછામાં ઓછા બે ઘરોમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે તણાવ વધી ગયો હતો. આ વિસ્તારમાં સોમવારે સતત બીજા દિવસે સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. દેખાવકારોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે દેખાવકારોને ખસેડવા માટે ટિયર ગેસ છોડ્યા હતા. પોલીસે બંને જૂથના શાંત પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં લાગેલી આગને બૂઝાવવા પહોંચેલી ફાયરબ્રિગેડની ગાડીને પણ દેખાવકારોએ નુકસાન પહોંચાડ્યું હતું.

ઝાફરાબાદ અને મૌજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશન બંધ

દિલ્હી મેટ્રોએ વિસ્તારમાં તણાવ વધતા ઝાફરાબાદ અને મૌજપુર-બાબરપુર સ્ટેશન પર પ્રવેશ અને નિકાસ દ્વાર બંધ કરી દીધા છે. ડીએસઆરસીએ ટ્વિટ કર્યું કે, "ઝાફરાબાદ તથા મૌજપુર-બાબરપુર મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને નિકાસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર ટ્રેનો ઉભી નહીં રહે." નોંધનીય છે કે ઝાફરાબાદ મેટ્રો સ્ટેશનના પ્રવેશ અને નિકાસ દ્વાર 24 કલાકથી બંધ છે.સીએએના વિરોધમાં દેખાવો કરી રહેલા લોકોએ રવિવારે એક રસ્તો બંધ કરી દીધો હતો. જે બાદમાં ઝાફરાબાદમાં સીએએના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. દિલ્હીના અન્ય વિસ્તારોમાં પણ એવા જ પ્રદર્શનો શરૂ થયા છે.
Published by: Vinod Zankhaliya
First published: February 24, 2020, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading