NPR પર જાવડેકરનો વળતો પ્રહાર, કહ્યું - સતત ખોટું બોલે છે રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: December 27, 2019, 7:26 PM IST
NPR પર જાવડેકરનો વળતો પ્રહાર, કહ્યું - સતત ખોટું બોલે છે રાહુલ ગાંધી
NPR પર જાવડેકરનો વળતો પ્રહાર, કહ્યું - સતત ખોટું બોલે છે રાહુલ ગાંધી

2019નો જુઠ ઓફ ધ યર રાહુલ ગાંધીને મળી શકે છે - પ્રકાશ જાવડેકર

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javdekar)કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે ટેક્સ કલ્ચર કૉંગ્રેસની દેણ છે. ત્યાં ઘણા પ્રકારના ટેક્સ હતા. જેમ કે જયંતી ટેક્સ, કોયલા ટેક્સ, 2G ટેક્સ, જીજા જી ટેક્સ. આજે રાહુલ ગાંધીએ કહ્યું કે NPR ગરીબ ઉપર TAX છે. હવે તમે બતાવો NPR તો જનસંખ્યા રજિસ્ટર છે. લોકોને જાણકારી જે લોકો આપે છે તેને ભેગી કરીને રાખીએ છીએ. તેમાં TAX ક્યાંથી આવ્યો.

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે પણ અને નથી ત્યારે પણ સતત જુઠ બોલે છે. 2019નો જુઠ ઓફ ધ યર રાહુલ ગાંધીને મળી શકે છે. આજે તેમણે NPRને ગરીબ પર ટેક્સ બતાવ્યો છે. જાવડેકરે કહ્યું હતું કે મોદીજી એ આધારને લાગુ કર્યું અને તેનાથી ડીબીટી આવ્યું. 9 લાખ કરોડ સીધા જનતાના ખાતામાં ગયા. ગ્રામીણ લોકોને ફાયદો થયો. રાજીવ ગાંધી 100 રુપિયામાંથી 15 રુપિયા ગરીબને મળવાની વાત કરતા હતા. જ્યારે આજે 100થી 100 રુપિયા મળે છે. ગેરકાયદેસર ઘુસણખોરોને પ્રોત્સાહન આપવું કૉંગ્રેસનું કામ છે કારણ કે તે તેને વોટ બેન્કના રુપમાં જોવે છે.

આ પણ વાંચો - ભારતે PAKને આપ્યો વળતો જવાબ, 2 જવાનોના બદલે પાકિસ્તાનના 6 સૈનિકોને ઠાર કર્યા




પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે અમે આજે કૉંગ્રેસ પાસે 2 માંગણી કરીએ છીએ. પહેલા કે તે જુઠ બોલવાનું બંધ કરે. તેનાથી દેશ ગુમરાહ થશે નહીં. દેશે તમને રિજેક્ટ કર્યા છે. બીજી દેવા માફી જેવા ખોટા વાયદા આપવાનું બંધ કરો, જે ક્યારેય પુરા કર્યા નથી. રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકાર છે. જ્યાં એક હોસ્પિટલમાં એક મહિનામાં 77 બાળકોના મોત થયા છે. રાહુલ ગાંધી જવા માંગે છે તો ત્યાં જાય અને પોતાની સરકારને સુધારે. નકામા નિવેદન કરવાનું બંધ કરે.
Published by: Ashish Goyal
First published: December 27, 2019, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading