રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારે હંગામા બાદ સંસદમાં પાસ થયેલા ત્રણ કૃષિ બિલને આપી મંજૂરી

News18 Gujarati
Updated: September 27, 2020, 7:19 PM IST
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારે હંગામા બાદ સંસદમાં પાસ થયેલા ત્રણ કૃષિ બિલને આપી મંજૂરી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તસવીર

સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા ત્રણ બિલોને લઈને સમગ્ર દેશમાં કિસાન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વિપક્ષે પણ આ બિલને પાસ ન કરવા સંબંધે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

  • Share this:
નવી દિલ્હીઃ રાષ્ટ્રપિત રામનાથ કોવિંદને (president ramnath kovind) સંસદ દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ બિલને (farm bills 2020) મંજૂરી આપી દીધી છે. રાજ્યસભામાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય બિલ- 2020 અને કૃષિ આશ્વાસન સમજૂતી અને કૃષિ સેવા ઉપર કરાર બિલ 2020 તથા આવસ્થ્યક વસ્તુ (સંશોધન) બિલોને ભારે હંગામા વચ્ચે રવિવારે પસાર કર્યા હતા. આ બિલોને પહેલા લોકસભામાં પસાર કરી ચૂકી હતી.

સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા ત્રણ બિલોને લઈને સમગ્ર દેશમાં કિસાન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વિપક્ષે પણ આ બિલને પાસ ન કરવા સંબંધે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. ખેડૂત સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓએ આરોપ લગાવ્યો છે કે આ બિલો માટો વેપારીઓ માટે લાવવામાં આવ્યું છે. જે ભારતીય ખાદ્ય અને કૃષિ વ્યવસાય ઉપર પ્રભુત્વ જમાવવા માંગે છે. આનાથી ખેડૂતોની મોલભાવ કરવાની શક્તિ કમજોર થશે.

કૃષી ઉત્પાદન વ્યાપાર અને વાણિજ્ય વિધેયક 2020: પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય ખેડૂતોને પોતાના ઉત્પાદન અધિસૂચિત કૃષિ ઉપજ વિપણન (એપીએમસી) એટલે કે, નક્કી માર્કેટયાર્ડથી બહાર વેચવાની છૂટ આપવા માટે છે. તેનું લક્ષ્ય ખેડૂતોને તેમની ઉપજ માટે પ્રતિસ્પર્ધી વૈકલ્પિક વ્યાપાર માધ્યમોથી લાભકારી મૂલ્ય ઉપલબ્ધ કરાવવાનું છે. આ કાયદા હેઠળ ખેડૂતોને તેમની ઉપજના વેચાણ પર કોઈ ઉપકાર અથવા શુલ્ક નહીં લેવામાં આવે. આ ખેડીતોને અનેક નવા વિકલ્પ ઉપલબ્ધ કરાવશે. તેમની ઉપજ પર આવતો ખર્ચ ઓછો થશે. અને તેમને સારૂ મૂલ્ય પ્રદાન કરાવવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ-યુવતીને બંધક બનાવીને દેહવ્યાપાર કરાવતા હતા પતિ પત્ની, લોકોએ ઢોર માર મારી કર્યા લોહીલુહાણ

મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત અનુબંધ વિધેયક 2020 (The Farmers (Empowerment and Protection) Agreement of Price Assurance and Farm Services Bill, 2020): આ પ્રસ્તાવિત કાયદા હેઠળ ખેડૂતોને તેમની કૃષિ ઉપજને પહેલાથી નક્કી કરવામાં આવેલા ભાવ પર વેચવા માટે કૃષિ વ્યવસાયિક ફર્મો, પ્રોસેસર, જથ્થાબંધ વિક્રેતાઓ, નિકાસકારો અથવા મોટા વેપારીઓ સાથે અનુબંધ કરવાનો અધિકાર મળશે. તેનાથી ખેડૂતોને પોતાના પાકને લઈ જોખમ રહે છે તે તેમના ખરીદદાર પર જશે, જેની સાથે કરાર કરવામાં આવ્યો હશે. તેમને આધુનિક ટેક્નોલોજી અને શાનદાર ઈનપુટ સુધી પહોંચ આપવા સિવાય, આ વિણપન ખર્ચને ઓછો કરીને ખેડૂતોની આવક વધારી દે છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ corona માટેના ખાસ Remdesivir ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, કઈ રીતે ચાલી રહ્યું છે નેટવર્ક?આવશ્યક વસ્તુ (સંશોધન) વિધેયક 2020 : આ પ્રસ્તાવિત કાયદો આવશ્યક વસ્તુઓના લીસ્ટમાંથી અનાજ, દાળ, ડુંગળી અને બટાકા જેવી કૃષિ ઉપજને યુદ્ધ, અકાળ, અસાધારણ મૂલ્ય વૃદ્ધિ અથવા પ્રાકૃતિક આપદા જેવી અસાધારણ પરિસ્થિતિઓને છોડીને સામાન્ય પરિસ્થિતિમાં હટાવવાનો પ્રસ્તાવ કરે છે, તથા આ પ્રકારની વસ્તુઓ પર લાગુ ભંડારની સીમા પણ સમાપ્ત થઈ જશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ

આ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મ

આનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રમાં પ્રાઈવેટ રોકાણ-એફડીઆઈને આકર્ષિત કરવાની સાથે-સાથે મૂલ્ય સ્થિરતા લાવવાનો છે. વિરોધ - આનાથી મોટી કંપનીઓને એવા કૃષિ જિંસોના ભંડારણની છૂટ મળી જશે, જેનાથી તે ખેડૂતો પર પોતાની મરજી થોપી શકશે. સરકારનો પક્ષ - કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ખેડીતો માટે પાકના ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)ની વ્યવસ્થા ચાલુ જ રહેશે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, ન્યૂનત્તમ સમર્થન મૂલ્યને આ વિધેયકથી કોઈ લેવા-દેવા નથી. ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય પર ખરીદી થઈ રહી હતી અને આગામી સમયમાં પણ થશે જ. તેમાં કોઈએ શંકા કરવાની જરૂરત નથી. નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, આ બિલ ખેડૂતોના જીવનમાં ક્રાતિકારી બદલાવ લાવશે. ખેડીતોને પોતાનો પાક કોઈ પમ સ્થાનથી કોઈ પણ સ્થાન પર ઈચ્છા પ્રમાણેની કિંમત પર વેચવાની સંવતંત્રતા હશે.
Published by: ankit patel
First published: September 27, 2020, 7:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading