CAA પર પીએમ મોદીએ કહ્યું, અમે દશકો જૂની ભૂલોને સુધારી રહ્યા છીએ

News18 Gujarati
Updated: January 28, 2020, 3:02 PM IST
CAA પર પીએમ મોદીએ કહ્યું, અમે દશકો જૂની ભૂલોને સુધારી રહ્યા છીએ
અમે સમસ્યાઓનું સમાધાન ઈચ્છએ છીએ, તેને લટકાવી રાખવા નથી માંગતા : નરેન્દ્ર મોદી

અમે સમસ્યાઓનું સમાધાન ઈચ્છએ છીએ, તેને લટકાવી રાખવા નથી માંગતા : નરેન્દ્ર મોદી

  • Share this:
નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિત જનરલ કરિયપ્પા ગ્રાઉન્ડમાં નેશનલ કેડેટ કૉર્પ્સની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ભાગ લીધો. મંગળવારે યોજાયેલા આ સમારોહમાં વડાપ્રધાન મોદીએ કેડેટ્સને સલામી આપી અને પરેડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ દરમિયાન સમારોહને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે, દેશ પરિવર્તન ઈચ્છે છે, સ્થિતિઓ પરિવર્તન ઈચ્છે છે અને તેના માટે તેને ટાળવામાં નહીં આવે, હવે ટકરાવવામાં આવશે, ઉકેલ શોધવામાં આવશે.

વડાપ્રધાને CAA સાથે જોડાયેલા મુદ્દા પર કહ્યું કે, દશકો જૂની સમસ્યાઓને ઉકેલી રહેલી અમારી સરકારના નિર્ણયો પર જે લોકો સાંપ્રદાયિક્તાનો રંગ ચડાવી રહ્યા છે, તેમનો અસલી ચહેરો પણ દેશ જોઈ ચૂક્યો છે. હું ફરી કહીશ કે- દેશ જોઈ રહ્યો છે, સમજી રહ્યો છે. ચૂપ છે પરંતુ બધું સમજી રહ્યો છે.

'અમે સમસ્યાઓનો ઉકેલ ઈચ્છીએ છીએ'

અનધિકૃત કોલોનીઓના સંબંધમાં સરકારના નિર્ણયનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, આ યુવા ભારતનો વિચાર છે, ન્યૂ ઈન્ડિયાનો વિચાર છે જેને દિલ્હીના 40 લાખ લકોના જીવનથી, તેમની સૌથી મોટી ચિંતાને દૂર કરી દીધી છે. અમારી સરકારના નિર્ણયનો લાભ હિન્દુઓને થશે અને મુસ્લિમોને પણ, શીખોને થશે અને ખ્રિસ્તીઓને પણ.

પીએમે કહ્યું કે, અમે સમસ્યાઓનું સમાધાન ઈચ્છએ છીએ, તેને લટકાવી રાખવા નથી માંગતા. GST હોય, ગરીબોને અનામતનો નિર્ણય હોય, દુષ્કર્મના જધન્ય અપરાધોમાં ફાંસીનો કાયદો, અમારી સરકાર આ યુવા વિચારની સાથે લોકોની વર્ષો જૂની માંગોને પૂરી કરવાનું કામ કરી રહી છે. તેઓએ કહ્યું કે, પાકિસ્તાનથી જે લોકો ધાર્મિક દમનના કારણે ભાગીને આવ્યા છે તેમાંથી મોટાભાગના આપણા દલિત ભાઈ છે.

આ પણ વાંચો, અમિત શાહે પૂછ્યું- વિપક્ષની વોટ બેંક ક્યાં છે? ભીડે જવાબ આપ્યો 'શાહીનબાગ'
Published by: Mrunal Bhojak
First published: January 28, 2020, 3:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading