યોગી સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું - CAA પ્રદર્શન દરમિયાન પોલીસ-પ્રશાસને અરાજકતા ફેલાવી

News18 Gujarati
Updated: December 30, 2019, 5:13 PM IST
યોગી સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું - CAA પ્રદર્શન દરમિયાન પોલીસ-પ્રશાસને અરાજકતા ફેલાવી
યોગી સરકાર પર પ્રિયંકા ગાંધીનો પ્રહાર, પોલીસ પર અરાજકતા ફેલાવવાનો આરોપ

આ દેશ પ્રેમ, કરુણા અને અહિંસાની વાતો કરે છે. આ વાત મુખ્યમંત્રીએ સમજવી જોઈએ - પ્રિયંકા ગાંધી

  • Share this:
લખનઉ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કૉંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ યોગી સરકાર (Yogi Government)પર પ્રહારો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે નાગરિકતા સંશોધન કાનૂન (CAA) સામે પ્રદર્શન દરમિયાન પોલીસ અને જિલ્લા પ્રશાસને ઘણી અરાજકતા ફેલાવી હતી. આ ત્યારે બન્યું જ્યારે મુખ્યમંત્રીએ બદલો લેવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ અને જિલ્લા પ્રશાસન તે નિવેદન પર કામ કરી રહ્યા છે. કૉંગ્રેસ નેતાએ કહ્યું હતું કે આ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત થયું છે જ્યારે કોઈ મુખ્યમંત્રીએ આવું નિવેદન કર્યું છે. કૉંગ્રેસ તે બધા લોકોનું સમર્થન કરશે જે વિરોધ પ્રદર્શનના આરોપમાં જેલ ગયેલા આરોપીઓની લડાઇ લડશે.

સીએમ યોગી પર પ્રહાર
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવા ધારણ કર્યા છે. આ ભગવા તેમના નથી. ભગવો હિન્દુસ્તાનની આદ્યાત્મિક સંસ્કૃતિ અને ધર્મનું પ્રતીક છે. કૃષ્ણ, રામ અને શિવના દેશમાં હિંસા અને બદલાનું સ્થાન નથી. મહાભારતમાં પણ કૃષ્ણએ રણ ક્ષેત્રમાં બદલો લેવાની વાત કરી ન હતી. બદલાની ભાવના આ દેશની પરંપરા રહી નથી. આ દેશ પ્રેમ, કરુણા અને અહિંસાની વાતો કરે છે. આ વાત મુખ્યમંત્રીએ સમજવી જોઈએ.

આ પણ વાંચો - નમો એપ પર CAA માટે PM મોદીએ માંગ્યું સમર્થન, કહ્યુ- 'આનાથી નાગરિકતા છીનવવામાં નહીં, આપવામાં આવે છે'

કૉંગ્રેસ મહાસચિવે પ્રિયંકાએ હિંસા દરમિયાન પોલીસ અને પ્રશાસનની અરાજકતાના સંબંધમાં તેમણે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્ર સાથે ચાર માંગણી કરી છે. આ મામલામાં ગૃહ વિભાગ અને યૂપી ડીજીપીની ભૂમિકાની તપાસ હાઇકોર્ટના સિટિંગ જજ કે રિટાયર્ડ જજ પાસે કરાવવી જોઈએ.

પ્રિયંકાને જ્યારે સીઆરપીએફના રિપોર્ટ પર સવાલ કરવામાં આવ્યો તેમણે તે ટાળી દીધો હતો. કહ્યું હતું કે તેની સુરક્ષા નાની વાત છે, પ્રદેશની સુરક્ષા મોટી વાત છે. આ સવાલનું કોઈ મહત્વ નથી. સીઆરપીએફે પોતાના રિપોર્ટમાં પ્રિયંકા ગાંધી પર સુરક્ષા સંબંધી પ્રોટોકોલના ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
Published by: Ashish Goyal
First published: December 30, 2019, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading