અમૃતસર : એસજીપીસી ટાસ્ક ફોર્સ અને સત્કાર કમિટી વચ્ચે હિંસક ઝડપ, ઘણા ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: October 24, 2020, 10:19 PM IST
અમૃતસર : એસજીપીસી ટાસ્ક ફોર્સ અને સત્કાર કમિટી વચ્ચે હિંસક ઝડપ, ઘણા ઇજાગ્રસ્ત
અમૃતસર : એસજીપીસી ટાસ્ક ફોર્સ અને સત્કાર કમિટી વચ્ચે હિંસક ઝડપ, ઘણા ઇજાગ્રસ્ત

શીખ સંગઠનો અને એસજીપીસી ટાસ્ક ફોર્સ વચ્ચે પહેલા ધક્કામુક્કી અને પછી હિંસક ઝડપ થઈ હતી

  • Share this:
અમૃતસર : શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી ટાસ્ક ફોર્સ (Shiromani Gurdwara Parbandhak Committee task force) અને ગુરુ ગ્રંથ સાહિબ સત્કાર કમિટી (Guru Granth Sahib Satkar Committee)વચ્ચે શનિવારે હિંસક ઝડપ થઈ છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના ગાયબ થયેલા 328 સ્વરુપોને લઈને એસજીપીસી કર્મચારીઓ સામે એફઆઈઆરની માંગણીને લઈને બંને સંગઠનો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

શીખ સંગઠન છેલ્લા 40 દિવસોથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી ના ગાયબ થયેલા 328 પાવન સ્વરૂપોના મામલાના આરોપી એસજીપીસીના અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેસ નોંધવાની માંગણી કરી રહ્યા છે. આજે પણ આ માંગણીને લઈને શીખ સંગઠનો અને એસજીપીસી ટાસ્ક ફોર્સ વચ્ચે પહેલા ધક્કામુક્કી અને પછી હિંસક ઝડપ થઈ હતી. આ પછી ત્યાં હવામાં તલવારો લહેરાવવામાં આવી હતી. શીખ સંગઠનના સદસ્યોએ એકબીજા પર તિક્ષણ હથિયાર અને લાકડીઓથી હુમલો કર્યો હતો.

આ પણ વાંચો - IPL 2020: શું એમએસ ધોની IPLમાંથી નિવૃત્તિ લેવાનો છે! આ તસવીર આપી રહી છે સંકેતએસજીપીસીના મહાસચિવ હરજિંદર સિંહ ધામીએ જણાવ્યું હતું કે તેમણે અમારા માણસો પર તલવારથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. બે લોકો ગંભીર છે. અમારા લોકો પાસે તલવાર કે લાકડી ન હતી. આ ઘટનાને જાણી જોઈને અંજામ આપવામાં આવ્યો છે. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ અને પ્રશાસને તેમની સામે કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ.
Published by: Ashish Goyal
First published: October 24, 2020, 10:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading