પંજાબ પોલીસે ઉકેલ્યો સુરેશ રૈનાના સંબંધીની હત્યાનો કેસ, 3 આરોપી ઝડપાયા

News18 Gujarati
Updated: September 16, 2020, 3:16 PM IST
પંજાબ પોલીસે ઉકેલ્યો સુરેશ રૈનાના સંબંધીની હત્યાનો કેસ, 3 આરોપી ઝડપાયા
સંબંધીઓની હત્યા બાદ ક્રિકેટર સુરેશ રૈના પહેલીવાર પઠાણકોટ પહોંચ્યો. (તસવીરઃ ANI)

સુરેશ રૈનાના ફઈના પરિવારના સભ્યોની ઘાતકી હત્યા કેસમાં પંજાબ પોલીસને મળી મોટી સફળતા

  • Share this:
નવી દિલ્હીઃ પંજાબ (Punjab)ના પઠાણકોટ (Pathankot)માં ક્રિકેટર સુરેશ રૈના (Suresh Raina)ના સંબંધીઓની હત્યાનો કેસ પંજાબ પોલીસ (Punjab Police)એ ઉકેલી દીધો છે. બુધવારે પંજાબ પોલીસે આ મામલામાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ્સ મુજબ આ ત્રણેય આંતરરાજ્ય લૂંટ-અપરાધ ગેંગના સભ્ય છે.

જોકે, આ મામલામાં હજુ 11 આરોપી પોલીસની પહોંચથી દૂર છે. પંજાબ પોલીસે કહ્યું કે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ક્રિકેટર સુરેશ રૈના પોતાના સંબંધીની હત્યા બાદ બુધવારે પહેલીવાર પઠાણકોટના ગામ થરિયાલ પહોંચ્યો. પઠાણકોટ પહોંચતા જ સુરેશ રૈનાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. નોંધનીય છે કે સુરેશ રૈનાની ફઈ આશા આ ગામમાં રહે છે. 19 ઓગસ્ટે આ જ ગામમાં સુરેશ રૈનાના ફુઆ અશોક કુમાર અને ફઈના દીકરા કૌશલની હત્યા કરી દેવામાં આવી હતી. સુરેશ રૈનાએ આરોપીઓની ધરપકડ બાદ પઠાણકોટમાં કહ્યું હતું કે, પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. અમને મદદ કરવા બદલ હું પંજાબના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું.

આ પણ વાંચો, નિર્વસ્ત્ર હાલતમાં મળી 3 મહિલાઓની લાશ, સુરાગ આપનારાને ઈનામની જાહેરાત

રૈનાએ પંજાબના મુખ્યમંત્રીને ન્યાય માટે કરી હતી વિનંતી

તેમના ફૂઆનું હુમલાના થોડા દિવસ બાદ મોત થયું હતું. રૈનાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ટેગ કરીને લખ્યું હતું કે, આજ સુધી અમને ખબર નથી કે તે રાત્રે શું થયું હતું અને કોણે આ કૃત્ય કર્યું. હું પંજાબ પોલીસને આ મામલા પર ધ્યાન આપવા આગ્રહ કરું છું. અમે કમસે કમ એ જાણવા માટે હકદાર છીએ કે તેમની સાથે આ જધન્ય કૃત્ય કોણે કર્યું. આ અપરાધીઓને વધુ અપરાધ કરવા માટે છોડવા ન જોઈએ.


આ પણ વાંચો, 5 યુવકોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ, વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો વાયરલ

છત પર સૂઈ રહ્યો હતો પરિવાર

મૂળે, સુરેશ રૈનાના સંબંધીઓ પર પઠાણકોટના થરિયાલ ગામમાં અડધી રાત્રે હુમલો થયો હતો. કથિત રીતે હુમલો 19 ઓગસ્ટની રાત્રે થયો, જ્યારે પરિવાર પોતાના ઘરની છત પર સૂઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઈરાદાથી તેમની પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો. આ હુમલામાં સુરેશ રૈનાની ફઈ આશા દેવી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેમના પતિ 58 વર્ષીય અશોક કુમારનું મોત થઈ ગયું હતું.
Published by: Mrunal Bhojak
First published: September 16, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading