મોટા સમાચારઃ 21 સપ્ટેમ્બરથી ખુલશે દેશભરની સ્કૂલો, આ 10 વાતોનું રાખવું પડશે ધ્યાન

News18 Gujarati
Updated: September 9, 2020, 12:30 PM IST
મોટા સમાચારઃ 21 સપ્ટેમ્બરથી ખુલશે દેશભરની સ્કૂલો, આ 10 વાતોનું રાખવું પડશે ધ્યાન
કેન્દ્ર સરકારે ધોરણ-9થી ધોરણ-12 સુધીના સ્ટુડન્ટ્સનો અભ્યાસ ફરીથી શરૂ કરવાની છૂટ આપી

કેન્દ્ર સરકારે ધોરણ-9થી ધોરણ-12 સુધીના સ્ટુડન્ટ્સનો અભ્યાસ ફરીથી શરૂ કરવાની છૂટ આપી

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronvirus)થી ઊભી થયેલી સ્થિતિની વચ્ચે હવે લગભગ 6 મહિના બાદ સ્કૂલોમાં ફરીથી સ્ટુડન્ટ્સની ચહલ-પહલ જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે ધોરણ-9થી ધોરણ-12 સુધીના સ્ટુડન્ટ્સનો અભ્યાસ ફરીથી શરૂ કરવાની છૂટ આપી દીધી છે. તે મુજબ 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12 સુધીના સ્ટુડન્ટ્સ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર દિશાનિર્દેશોનું પાલલન કરતા સ્કૂલ જઈ શકશે. નોંધનીય છે કે, કોરોના વાયરસના કારણે ગત 16 માર્ચે સ્કૂલ અને કોલેજો (Schools and Colleges) સહિત દેશભરના શિક્ષણ સંસ્થાન બંધ કરી દેવામાં આવ્યા હતા.

21 સપ્ટેમ્બરથી ધોરણ 9તી 12 સુધીનો અભ્યાસ સ્કૂલમાં જઈ શકશે

મૂળે, કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરથી સ્કૂલ ખોલવાને લઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એટલે કે એસઓપી જાહેર કરી છે. તે મુજબ માત્ર ધોરણ 9થી 12 સુધીના સ્ટુડન્ટ્સ જ સ્કૂલ જઈને અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે સ્ટુડન્ટ્સને નિયત કરવામાં આવેલા તમામ નિયમોનું અનિવાર્ય પણે પાલન કરવું પડશે.

આ 10 વાતોનું રાખવું પડશે ધ્યાન

1. બંધ ક્લાસરૂમને બદલે અભ્યાસક્રમ ખુલ્લી જગ્યામાં હાથ ધરવામાં આવશે.

2. શિક્ષકો, સ્ટુડન્ટ્સ તથા સ્કૂલના અન્ય સ્ટાફની વચ્ચે ઓછામાં ઓછું 6 ફુટનું અંતર રાખવું પડશે.3. જમીન પર 6-6 ફુટના અંતરના માર્કિગ હશે.

4. દરેક ક્લાસના અભ્યાસ માટે અલગ-અલગ સમય નિર્ધારિત કરવામાં આવશે.

5. સ્ટુડન્ટ્સ નોટબુક, પાઠ્યપુસ્તક, પેન્સિલ, પેન, પાણીની બોટલ જેવી વસ્તુઓ પરસ્પર શૅર નહીં કરી શકે.

6. સ્ટુડન્ટ્સ, ટીચર્સ તથા સ્ટાફને સતત હાથ ધોવા પડશે. સાથોસાથ ફેસ માસ્ક પહેરવા પડશે.

7. સ્કૂલોમાં મોર્નિંગ પ્રેયરની મંજૂરી નહીં મળે.

8. જે સ્ટુડન્ટ્સ સ્કૂલ નહીં આવે તેમના માટે ઓનલાઇન ક્લાસિક ચાલુ રહેશે.

9. સ્કૂલની કેન્ટિન બંધ રાખવામાં આવશે.

10. પ્રેક્ટિકલ લૅબની અંદર સ્ટુડન્ટ્સની વચ્ચે અંતર રાખવા માટે ઓછી સંખ્યાની બૅચ બનાવવામાં આવશે. લૅબની અંદર દરેક સ્ટુડન્ટ્સ માટે 4 વર્ગમીટરના સર્કલ દોરવામાં આવશે.

આ પણ વાંચો, રેલવે મુસાફરો માટે ખાસ સમાચારઃ હવે સ્ટેશન પર માસ્ક નહીં પહેર્યો હોય તો આપવો પડશે ભારે દંડ

આ પણ વાંચો, પ્લેનમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચારઃ તમામ એરલાઇન્સે બદલી દીધા ભોજનના નિયમ



50 ટકા ટીચર્સ આવી શકશે

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ મુજબ સ્કૂલોમાં એક સમયમાં 50 ટકા ટીચર્સ કે નોન ટીચિંગ સ્ટાફને બોલાવી શકાશે. જે સ્કૂલોમાં બાયોમેટ્રિક હાજરીની વ્યવસ્થા છે, ત્યાં સ્ટુડન્ટ્સની હાજરી માટે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની રહેશે. જો સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે વાહનની વ્યવસ્થા કરી રહ્યા હોય તો તેને રોજ પ્રતિ દિવસ નિયમિત રીતે સેનિટાઇઝ કરવું પડશે.
Published by: Mrunal Bhojak
First published: September 9, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading