ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના રિપોર્ટ પ્રમાણે સ્કૂલો શરૂ કરવામાં આવ્યા બાદ અને જગ્યા પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ (Corona Positive) થયાનું જાણવા મળ્યું છે
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસ ભલે ધીમે ધીમે ઓછા થઈ રહ્યો હોય પરંતુ અમુક રાજ્યોએ કેન્દ્ર સરકાર (Central Government) અને ડૉક્ટરો (Doctors)ની ચિંતા વધારી દીધી છે. દેશની રાજધાની નવી દિલ્હી (New Delhi)માં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે. આથી એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે બાળકોને સ્કૂલે (Schools) મોકલવા કે નહીં? ગત ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના તાજેતરના રિપોર્ટે તમામના હૃદયના ધબકારા વધારી દીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્કૂલો શરૂ કરવામાં આવ્યા બાદ અને જગ્યા પર વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના પોઝિટિવ (Corona Positive) થયાનું જાણવા મળ્યું છે.
એમ્સ તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે તમામ પોઝિટિવ દર્દીમાં 40 ટકા અસિમ્પ્ટોમેટિક (જેઓ પોઝિટિવ હોવા છતાં કોઈ જ લક્ષણ ન જોવા મળે) હતા. જ્યારે આ દર્દીઓમાં 73.5 ટકા બાળકોની ઉંમર 12 વર્ષથી ઓછી હતી. આ રીતે બાળકોમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય છે પરંતુ જોવા નથી મળતું. આથી એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે કયું બાળક કોરોના પોઝિટિવ છે અને કયું નથી.
ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયના તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન બાદ દેશમાં આશરે 10 રાજ્યોએ સ્કૂલો ખોલી દીધી છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર જેવા વધારે વસ્તી ધરાવતા રાજ્યો પણ સામેલ છે. એમ્સના રિપોર્ટ પ્રમાણે દર ચારમાંથી ત્રણ કોરોના સંક્રમિત બાળકોમાં કોઈ જ લક્ષણ જોવા મળ્યા નથી. આ વાત બીજા બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બાળકો ખૂબ જ સરળતાથી બીજા બાળકોને કોરોના સંક્રમિત કરી શકે છે.
આંધ્ર પ્રદેશે આ મહિને ધોરણ-9 અને ધોરણ-10ની સ્કૂલો ખોલી દીધી છે. અહીં સ્કૂલ ખૂલવાના ત્રીજા દિવસે 262 વિદ્યાર્થી અને 160 શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે સ્કૂલ શિક્ષણ કમિશનર ચિન્ના વીરભદ્દૂએ કહ્યું કે, એવું કહેવું કે સ્કૂલ જવાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે તે ખોટુ છે. હરિયાણા અને ફરિદાબાદમાં અનેક શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે.આ પણ જુઓ-
દેશમાં 24 કલાકમાં 47,638 નવા કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંક્રમિતોના રોજ જાહેર થતાં આંકડા 50 હજારની આસપાસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત કોવિડ-19 સામે લડીને જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ 700ની આસપાસ નોંધાઈ રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 47,638 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 670 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 84,11,724 થઈ ગઈ છે.