અનોખી કહાની : '15 વર્ષ પહેલા મગર એક હાથ ખાઈ ગયો', આજે તેમના એક અવાજથી પાણીમાંથી મગર બહાર આવે છે

News18 Gujarati
Updated: February 21, 2021, 11:09 PM IST
અનોખી કહાની : '15 વર્ષ પહેલા મગર એક હાથ ખાઈ ગયો', આજે તેમના એક અવાજથી પાણીમાંથી મગર બહાર આવે છે
મગરમચ્છ પ્રેમી સીતારામ દાસ

દાસે પોતાનું આખું જીવન મગરોની સેવા માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. તેઓ ઇચ્છે છે કે, મૃત્યુ પછી તેમના શરીરને તળાવમાં ફેંકી દેવામાં આવે.

  • Share this:
રાયપુર : સામાન્ય રીતે લોકો માટેમગરમચ્છ એક આકર્ષણનું કેન્દ્ર હોય છે, જેને લોકો દૂરથી જોવાનું જ પસંદ કરે છે. મગરની નજીક જવું એ જીવનું જોખમ બની શકે છે. જોકે, મગરનો સ્વભાવ પણ ખૂબ આક્રમક હોય છે, પરંતુ કદાચ આ ખતરનાક જીવ વિશે મંદિરના પૂજારી સીતારામ દાસનો વિચાર કંઈક અલગ જ છે. મગર દાસનો અવાજ સાંભળીને જ પાણીની બહાર બેસી જાય છે. આટલું જ નહીં, પૂજારી દરેક મગરને તેમના ચહેરાથી ઓોળખી લે છે.

આ પણ વાંચોભૂત-ભૂવાથી સાવધાન! તાંત્રિકે કહ્યું - 'પિતા-પુત્ર પર ચૂડેલનો પડછાયો', સંંબંધીઓએ માર મારી બંનેને પતાવી દીધા

છત્તીસગઢના કોટમી સોનારમાં સ્થિત એક તળાવ પાસે તમને દાસની હાજરી જોવા જરૂર મળશે. તેમને મગર ખૂબ જ ગમે છે. પુજારી કહે છે કે, તેઓ મગરને પોતાના બાળકો જેવા માને છે. આ વાત સાંભળીને આશ્ચર્ય થાય છે કે, મગરો મનુષ્યનો અવાજ અને હાવભાવ એટલી સરળતાથી સાંભળે છે અને સમજે છે. જો કે, લગભગ 15 વર્ષ પહેલાં, દાસ મગરના હુમલાનો ભોગ બન્યો હતો, જેમાં તેણે પોતાનો એક હાથ ગુમાવ્યો હતો.

આ ઘટના પછી પણ, તેઓ આ મગરથી ડરતા નથી અથવા નફરત નથી કરતા. હાથ ગુમાવ્યા પછી પણ પુજારીએ મગરો માટે કામ કરવાનું નક્કી કર્યું. દાસે અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું હતું કે, 'મગર મને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો. તેણે મને પકડ્યો કારણ કે હું તેના માર્ગમાં આવ્યો હતો. ત્યારબાદ, તેણે મને જવા દીધો.

આ પણ વાંચો - ભાઈની બહાદુરી! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે ચલાવી બાઈક, આ રીતે બચાવ્યો જીવ

વાર્તા ખૂબ જ રસપ્રદ છેલગભગ 50 વર્ષ પહેલા દાસ ગોરખપુરથી આ ગામ આવ્યો હતો. તેમનું કામ ગાયની સંભાળ રાખવાનું હતું, પરંતુ તેના બદલે તેઓ મગરની તરફ આકર્ષાયા હતા. એટલું જ નહીં, તેમને આ જીવો વિશે ઊંડી જાણકારી પણ છે. તેઓ દરેક મગરને તેમના ચહેરાથી ઓળખે છે. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે, દાસે પોતાનું આખું જીવન મગરોની સેવા માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું છે. તેઓ ઇચ્છે છે કે, મૃત્યુ પછી તેમના શરીરને તળાવમાં ફેંકી દેવામાં આવે.
Published by: kiran mehta
First published: February 21, 2021, 11:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading