પ્રેગ્નેન્ટ પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, સંબંધ બાંધવા માટે કરતો હતો મજબૂર

News18 Gujarati
Updated: February 22, 2021, 10:59 AM IST
પ્રેગ્નેન્ટ પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, સંબંધ બાંધવા માટે કરતો હતો મજબૂર
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

મૈથિલીએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ રાત કે દિવસ જોયા વગર સતત શારીરિક સંબંધ બાંધતો હતો, પ્રેગનેન્ટ હોવા છતાં સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

  • Share this:
ઈરોડ: તમિલનાડુના ઈરોડમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક 21 વર્ષીય યુવતીએ તેના પતિની હત્યા કરી નાખી છે. હત્યાનું કારણ એવું હતું છે કે પત્ની પાંચ મહિનાની પ્રેગનેન્ટ (Pregnant) હોવા છતાં તેનો પતિ તેણીને શારીરિક સંબંધ (Physical relation) બાંધવા માટે દબાણ કરતો હતો. આ વાતથી કંટાળીને તેણીએ તેના પતિ (Husband)ને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ કરવા પર પત્નીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને તેણીએ તેના પતિની હત્યા કરવાની યોજના ઘડી કાઢી હતી. હાલ આ મામલો સોશિયલ મીડિયા ચર્ચાનો વિષય બન્યો છે.

પતિની હત્યા કર્યા બાદ મહિલા પોલીસ સમક્ષ હાજર થઈ ગઈ હતી. મહિલાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણીએ ભોજનમાં ઝેર ભેળવીને પતિની હત્યા કરી નાખી છે.

આ પણ વાંચો: પેટ્રોલનાં પગલે ડુંગળી! દોઢ મહિનામાં ભાવ બે-ગણો થયો, આ કારણે વધે છે ભાવ

આરોપી મહિલાનું નામ મૈથિલી છે. આઠ મહિના પહેલા મૈથિલી અને નંદ કુમારના લગ્ન થયા હતા. મૈથિલી હાલ પાંચ મહિનાની પ્રેગનેન્ટ છે. નંદ કુમાર ખેતીકામ કરતો હતો. મૈથિલી અને નંદ કુમારના આ બીજા લગ્ન હતા. આરોપ છે કે મૈથિલીને પાંચ મહિનાનો ગર્ભ હોવા છતાં નંદ કુમાર શારીરિક સંબંધ માટે દબાણ કરતો હતો. મૈથિલી વાત ન માનતી ત્યારે નંદ કુમાર તેણી પર અત્યાચાર ગુજરાતો હતો અને તેને શારીરિક પીડા આપતો હતો. પોલીસ નિવેદનમાં મૈથિલીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદથી જ તેનો પતિ રાત અને દિવસ જોયા વગર સતત તેણીનું જાતિય શોષણ કરતો હતો. ત્યાં સુધી કે તેણી પ્રેગનેન્ટ થઈ હોવા છતાં તે સતત શારીરિક સંબંધ બાંધતો હતો. આ વાતથી તેણી કંટાળી ગઈ હતી.

આ પણ વાંચો: પરિણીતાને ભાઈની મદદ કરવાનું ભારે પડ્યું, પતિએ ગળું કાપીને કર્યો હત્યાનો પ્રયાસ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે 28મી જાન્યુઆરીના રોજ મહિલાએ તેના પતિએ ભોજનમાં ઝેર ભેળવીને આપી દીધું હતું. જેના ત્રણ દિવસ બાદ 31મી જાન્યુઆરીના રોજ પીડિતને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. અહીં 16 દિવસ સુધી સારવાર ચાલી હતી, જે બાદમાં નંદ કુમારનું મોત થઈ ગયું હતું. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ નંદ કુમારના વિવિધ રિપોર્ટ કર્યાં હતા. જે બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. નંદ કુમારે પોલીસને જણાવ્યું હતું કે, તેણે ભોજન લીધું તેનો સ્વાદ ખૂબ કડવો હતો.

સારવાર દરમિયાન 15મી ફેબ્રુઆરીના રોજ નંદ કુમારે અંતિમ શ્વાસ લીધો હતો. જે બાદમાં હૉસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગત શુક્રવારે મૈથિલીએ પોલીસ સમક્ષ સમર્પણ કરી દીધું હતું, અને તેણીએ જ ભોજનમાં ઝેર આપ્યાનું કબૂલી લીધું હતું. જે બાદમાં કોર્ટે તેણીને 15 દિવસની જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી હતી.
Published by: Vinod Zankhaliya
First published: February 22, 2021, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading