ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

News18 Gujarati
Updated: February 22, 2021, 7:21 PM IST
ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી
પ્રેમી સાથે પકડાયેલી મહિલા

આ ઘટનામાં તપાસ કરતી પોલીસને મહિલાના મરવાના કોઈ પુરાવા મળ્યા નહીં. પરંતુ પોલીસને મહિલા જીવતી હોવાના અનેક પુરાવા મળ્યા હતા.

  • Share this:
કૈમૂરઃ બિહારના (Bihar) કૈમૂરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિ (husband wife fight) સાથે કોઈ વાત ઉપર વિવાદ થતાં તે પિયર જતી રહી હતી. થોડા દિવસ બાદ તે ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન દેવરાઢ કલા પાસે નહેર પાસેથી એક મહિલાની લાશ મળી (woman dead body found) હતી. જેની ઓળખ યોગ્ય રીતે ન થતાં પિયરજનોએ મહિલાની ચપ્પલ, કપડા અને રૂમાલથી તેની ઓળખ કરી હતી.

ત્યારબાદ મૃતક મહિલાના ઘરના લોકોએ સાસરી પક્ષના પતિ, સાસુ, સસરા અને નણંદ, નણદોઈ ઉપર પીયરમાંથી ભગાડી જઈને હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરતી પોલીસને મહિલાના મરવાના કોઈ પુરાવા મળ્યા નહીં. પરંતુ પોલીસને મહિલા જીવતી હોવાના અનેક પુરાવા મળ્યા હતા.

પોલીસે પોતાની તપાસ આગળ વધારતા ફોરેન્સીક રિપોર્ટના આધારે વિવાહિતાને યુપીના સોનભદ્ર જિલ્લામાંથી તેના પ્રેમી સાથે પકડી લીધી હતી. પ્રેમી સંબંધમાં મહિલાનો બનેવી થાય છે. જે પહેલાથી જ પરિણીત છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે મહિલાના પોતાના બનેવી સાથેના પ્રેમ સંબંધો હોવાથી ભાગી જઈને બંનેએ લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

બંનેને બે વર્ષનું બાળક પણ છે. તેના પ્રેમીને પહેલી પત્નીથી પણ બે બાળકો હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે લગ્ન કુદરા પોલીસના દેવરાઢ કલામાં થઈ હતી. અને તેનો પતિ તેની સાથે મારામારી કરતો હતો.આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

જ્યારે તે પિયર ગઈ તો સંબંધમાં બનેવી સાથે પ્રેમ થયો હતો. અને પછી બંને લોકો ભાગી ગયા હતા. હવે મહિલા પોતાના પ્રેમી સાથે રહેવા માંગે છે અને તેને બે વર્ષનો પુત્ર પણ છે.



આ મામલે મહિલાની માતાનું કહેવું છે કે કુદરા પોલીસ સ્ટેશન બસહી નહર પાસે 2018માં મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેના ચપ્પલ અને રુમાલથી ઓળખ થઈ હતી. અને તેમના સંસ્કાર કરી દીધી હતી. જોકે, પોલીસે તેને પકતા અમે બધા ચોંકી ગયા હતા. (તસવીરઃ- આજતક)
Published by: ankit patel
First published: February 22, 2021, 6:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading