coronaના ડરથી હળદર, મેથી અને વિટામીન-Dનો ઉપયોગ વધ્યો, ડોક્ટરો માટે ઊભી થઈ નવી મુશ્કેલી

News18 Gujarati
Updated: September 4, 2020, 8:25 PM IST
coronaના ડરથી હળદર, મેથી અને વિટામીન-Dનો ઉપયોગ વધ્યો, ડોક્ટરો માટે ઊભી થઈ નવી મુશ્કેલી
પ્રતિકાત્મક તસવીર

કોરોના સામે લડવા માટે વધારે પડતા ઘરેલુ વસ્તુઓના ઉપયોગથી દર્દીઓમાં નવા પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હી- અત્યારે કોરોનાના હાહાકાર વચ્ચે સૌ કોઈ ઘરેલુ ઉપાયોથી કોરોનાને દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે, વધારે પડતા ઘરેલુ વસ્તુઓના ઉપયોગથી ડોક્ટરો સામે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. મુંબઈ સ્થિત અપોલો અને ફોર્ટિસ હોસ્પિટની કન્સલ્ટિંગ એન્ડોક્રિનોલોજિસ્ટ ડો. તેજલ લાથિયાના કહેવા પ્રમાણે તેમણે તેમને આશ્ચર્ય થયું હતું કે ટાઈપ 2 ડાયાબિટિસ મેલિટસના દર્દીઓને વિટામિન ડી ટોક્સિસિટી કેમ હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે કોવિડન-19 (covid-19)નો ડર અને સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલી સિદ્ધ થયા વગરની દવાઓના કારણએ લોકો ઈમ્યુનિટી (Immunity) વધારવા માટે વિટામીન ડીની (Vitamin D) ગોળીઓ લઈ રહ્યા હતા.

ડો. લાથિયાએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે, દર્દીઓને સોશિયલ મીડિયા (social media) ઉપર કોવિડ-19 સામે વિટામીન ડીથી ઈમ્યુનિટી વધારવાના મેસેજ જોયા હતા. પરંતુ સપ્તાહમાં એક જ ટેબલેટ લેવાના બદલે લોકો રોજ લઈ રહ્યા હતા. વધારે વિટામિન-ડીનું સ્તર લોહી અને મૂત્ર કેલ્શિયના સ્તરને વધારી શકે છે. જેના કારણે મરડો, ઉલ્ટી, ડિહાઈડ્રેશન, ચક્કર આવવા, ભ્રમ અને અન્ય વિપરિત અસરો થઈ શકે છે.

તેમણે કહ્યું કે લોહીમાં વિટામિન ડી 150 એનજી/એમએલથી વધારે માત્રા આ બધા લક્ષણો દર્શાવે છે. મારા દર્દીઓનું સ્તર 348 એનજી/એમએલ હતું. પરંતુ સદનસીબે તેને કંઈ જ થયું નહીં. મુંબઈના ડોક્ટરોનું કહેવું છે કે તેમના લગભગ બધા દર્દી એક અથવા બીજા રૂપથી પ્રતિરક્ષા બૂસ્ટર લઈ રહ્યા હતા. તેમણે વધું કહ્યું કે, હું મારા બધા દર્દીઓના પ્રતિરક્ષા વધારવાના ઉપાયોને સાંભળી રહી છે. સૌથી વધારે ઉપયોગમાં આવનારા ઉત્પાદો હોમ્યોપેથિક આર્કિસેનિક અલ્બમની જેમ ઘરમાં બનેલો ઉકાળો, ઝિંક, વિટામીન સી અને વિટામીન ડી છે.

આવા અનેક મામલા સામે આવે છે
દેશભરના ડોક્ટરો નવા પ્રકારના મેડિકલ ઈમર્જન્સી સામે લડી રહ્યા છે. જેમાં હળદર, મેથીના બીજ, એલોવેરા જ્યુસ, વિટામિન ડીની વધારે પડતી ગોળીઓનો સમાવેશ થાય છે. આ બધું સોશિયલ મીડિયા સંદેશોથી પ્રેરિત છે. જેમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા વધારવાના નુસખા બતાવવામાં આવે છે. કેરળના કોચીન ગેસ્ટ્રોએટરોલોજી ગ્રૂપના હેપેટોલોજી અને લિવર ટ્રાન્સપ્લાન્ડ મેડિસિનના વિશેષજ્ઞ ડો. સાઈરિક એબ્બી ફિલિપ્સના જણાવ્યા પ્રમાણે હું અને મારા અનેક દર્દીઓ એવા તથાકથિત ઈમ્યૂન બૂસ્ટિંગ એજેન્ટ્સ સાથે સેલ્ફ મેડિકેટિંગ કરી રહ્યા છે.

ફિલિપ્સે કહ્યું કે દર્દીઓ વચ્ચે અચાનકથી ઈમ્યૂનિટી બૂસ્ટર પ્રત્યે વધેલી રૂચીનું કારણ કોવિડ-19 છે. ખાસ કરીને જેમની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે સારી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમજ્યા વિચાર્યા વગર સોશિયલ મીડિયા પોસ્ટ, સરકાર દ્વાર જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને પ્રતિરક્ષા વધારવાની પ્રથાઓને પ્રોત્સાહન આપવું ઉપભોક્તાને અસ્વાસ્થ્યકર રીતેનો પ્રેરિત કરી રહ્યા છે.ચિકિત્સકોએ કોરોના વાયરસને દૂર ભગાવવા માટે વૈકલ્પિક ચિકિત્સા પ્રણાલીઓ જેવી કે હોમિયોપેથી અને આયુર્વેદનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારની સલાહ તરફ ઈશારો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આયુષ મંત્રાય દ્વાાર રજૂ કરેલી સલાહનું પાલન કરવા વારંવાર કહ્યું ચે. જે પ્રતિરક્ષા વધારવા માટે ઘરેલું ઉપયારો સમજાવતા હતા.

ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ગુરુગ્રામના પલ્મોનોલોજી વિભાગના નિર્દેશક ડો. મનોજ ગોયલના જણાવ્યા પ્રમાણે આ ઉત્પાદકો સંયમિત અથવા અનુશંસિત માત્રામાં ઉપયોગ કરવાથી કોઈ નુકસાન થતું નથી. લોકોએ તેની યોગ્ય માત્રા, તૈયારી અને ઉપભોગની રીતો અને તેમની ચાલી રહેલી દવાઓ સાથેના તાલમેલ આ ઉત્પાદનોનું સેવન કરવાનું શરુ કરી દીધું છે. આ ટ્રેન્ડ ખતરનાક છે.

પ્રાકૃતિક ઉત્પાદોના વધારે સેવનથી થતું નુકસાન
સાઈડ ઈફેક્સની ફરિયાદ કરનાર રોગીઓની સંખ્યામાં ડોક્ટરોને વધારો જોવા મળી રહ્યો છે. ડો. ફિલિપ્સના કહેવા પ્રમાણે એવા રોગીઓને જોયા છે જેમણએ મેથીના ઉકાળાનું સેવન કર્યું અને હવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેરલ સ્થિત ડોક્ટર અનુસાર વધારે માત્રામાં મેથીના બીજ લોહીને પાતળું કરે છે અને લિવરની બીમારીવાળા દર્દીઓ અથવા નીરોગી લોકોમાં રક્તસ્ત્રાવ ઊભો કરી શકે છે.

આ પણ વાંચોઃ-રસપ્રદ પ્રેમ કહાની! પતિના મોત બાદ દિયર સાથે થયો પ્રેમ, દિયર-ભાભીએ પોલીસ સ્ટેશનમાં કર્યા લગ્ન

દિલ્હીના મેદાંતા હોસ્પિટલમાં એડોક્રિનોલોજી અને ડાયાબિટીસના વરિષ્ઠ સલાહકાર ડો. એમ સફી કુચાયએ ટ્વીટ કર્યું હતું કે, એક દર્દીને જોયું જેણે કોવિડ-19થી બચવા માટે હળદરનું વધારે માત્રામાં સેવન કર્યું હતું.

આ પણ વાંચોઃ-ઉત્તર પ્રદેશઃ દુકાનમાંથી પકડેયાલ સાપ સાથે શેખી મારવી યુવકને પડી ભારે, ડંખ મારતા મોત

તેમણે લખ્યું હતું કે, કાલે ડાયાબિટીઝના એક દર્દીને જોયું. બિલિરુબિન સામાન્ય હતું. તેમની આંખોમાં પીળાપણું હતું પરંતુ લિવરની કોઈ બીમારી ન હતી. આવું થવાનું કારણ એ હતું કે તેણે છેલ્લા બે ત્રણ મહિનાઓથી પાણીની સાથે ત્રણ-ચાર મોટી ચમચીઓ હળદરનું સેવન કર્યું હતું. આવું તેણે કોવિડ-19થી બચવા માટે કહ્યું હતું.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ઘરમાંથી ગાયબ હતા લાખ્ખો રૂપિયાના દાગીના, પતિએ પત્ની વિરુદ્ધ જ નોંધાવી ફરિયાદ

દિલ્હી સ્થિત ધર્મશાલા નારાયણ સુપરસ્પેશિયાલીટ હોસ્પિટલના આંતરિક ચિકિત્સા સલાહકાર ડો. ગૌરવ જૈન પ્રમાણે દિવસમા ચારથી પાંચ દર્દીઓ એવા આવે છે જેમણે ઈમ્યૂનિટી બૂસ્ટરનું સેવન કર્યા બાદ તેનાથી સાઈડ ઈફેક્ટ્સની ફરિયાદ કરી રહ્યા હતા.

સર્વેથી જાણવા મળ્યું કે ઈમ્યૂનિટી બૂસ્ટરનું વેચાણ ખૂબ જ વધ્યું
ઈમ્યુનિટી બૂસ્ટરના વધારે સેવન અંગે આંકડાો પણ એ તરફ ઈશારો કરી રહ્યા છે. હેલ્થ રિસર્ચ ફર્મ, પ્રોન્ટો કંસલ્ટના એક સર્વે પ્રમાણે પ્રતિરક્ષા બૂસ્ટરની દવાઓ ઉપરાંત ખાદ્ય સંબંધિ ઉત્પાદોમાં પણ ટ્રેન્ડ વધી રહ્યો છે. સર્વેમાં જાણવા મળ્યું કે દર 100 દવાના બિલમાં 92 પ્રતિરક્ષા વધારનારા ઉત્પાદો હતા. સર્વેમાં જોવા મળ્યું કે, મધ, ચ્વવનપ્રાશ, આદુ, ઓરિંગા ઓલિફેરા, પ્રોબાયોટિક્સ, ગ્રીન ટી, આંબળા, તુલસી, હળદર યુક્ત ઉત્પાદન, લેમનગ્રાસ, કારેલા, જાબું, કેસરનું વેચાણ વધ્યું છે.
Published by: ankit patel
First published: September 4, 2020, 8:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading