Toycathon 2021: કેવી રીતે ભાગ લેવો, રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ, આ વિશે બધુ જ જાણો

News18 Gujarati
Updated: January 20, 2021, 10:52 PM IST
Toycathon 2021: કેવી રીતે ભાગ લેવો, રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ, આ વિશે બધુ જ જાણો
તસવીર - PTI

Toycathon 2021ના વિજેતાને 50 લાખ રૂપિયા જીતવાની તક છે

  • Share this:
Toycathon કે Toy Hackathon 2021 એક રાષ્ટ્રીય સ્તરની રમકડા આધારિત રમત રમવાની એક સ્પર્ધા છે. જે સ્વદેશી રમડકા નિર્માતાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. નો એજ બાર સ્પર્ધાનો ઉદ્દેશ્ય રમકડા અને રમતોમાં નવો સંચાર અને સુવિધાજનક બનાવવાનો છે. જે ભારતીય પરંપરા અને સંસ્કૃતિથી પ્રેરિત છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિક એજ્યુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, MSME મંત્રાલય, કપડા મંત્રાલય અને સૂચના અને પ્રસારણ મંત્રાલયના સમર્થનથી કેન્દ્રીય શિક્ષા મંત્રાલયના ઇનોવેશન સેલની એક પહેલ છે.

ઓગસ્ટમાં પોતાની મન કી બાતના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે ક્ષમતા વિશે વાત કરી જે આત્મ નિર્ભર ઇન્ડિયન ટોય્સને પ્રોત્સાહન આપી શકે. આ હેકથોન તે દિશામાં એક પગલું છે.

Toycathon 2021માં કોણ ભાગ લઈ શકે?

આ સ્પર્ધામાં સ્કૂલ સ્ટૂડન્ટ્સથી લઈને કોલેજ સ્ટૂડન્ટ્સ, ટીચર્સ અને પ્રોફેશનલ્સ સુધી ભાગ લઈ શકે છે. ભાગ લેનાર વ્યક્તિગત રૂપથી કે ટીમમાં ભાગીદારી કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. Toycathon 2021ના વિજેતાને 50 લાખ રૂપિયા જીતવાની તક છે.

Toycathonમાં ત્રણ ટ્રેક છે

ટ્રેક 1 - આ જૂનિયર સ્તરના સ્પર્ધકો માટે છે. જેમાં મુખ્ય રુપથી સ્કૂલી છાત્ર સામેલ છે. સ્પર્ધક 0-3 વર્ષ અને 4-10ના આયુ વર્ગના બાળકો માટે રમકડા ડિઝાઈન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરાશે. શિક્ષક સંરક્ષકના રૂપમાં ભાગ લઈ શકે છે.ટ્રેક 2 - આમાં ઉચ્ચ સ્તરના શિક્ષણ સંસ્થાનોના છાત્ર અને ફેકલ્ટી મેમ્બર્સ (મેન્ટોર તરીકે). અહીં ફોક્સ ઇલેક્ટ્રોનિક્સ, સેન્સર આધારિત રમકડા પર ફોક્સ રહેશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને રોબોટિક્સ જેવી લેવરેજિંગ ટેકનોલોજી પર રહેશે.

ટ્રેક 3 - આ શ્રેણીમાં સ્ટાર્ટ અપ પ્રોફેશનલ્સ ભાગ લઈ શકે છે. વિકસિત કરેલ પ્રોટોટાઇપને મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે વધારી શકાય છે. જે ભારતીય રમકડા બજારમાં પ્રવેશ કરશે.

Toycathon 2021નું સંચાલન કેવી રીતે કરવામાં આવશે?

Toycathon 2021 ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ આયોજીત કરવામાં આવશે. સબમિશન અને મૂલ્યાંકન ઓનલાઇન કરવામાં આવશે. પસંદ થયેલા સ્પર્ધકોને Toycathon 2021ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. જે શિક્ષા મંત્રાલયના ઇનોવેશન સેલ દ્વારા નામિત 50 નોડલ કેન્દ્રો પર ઓફલાઇન આયોજન કરવામાં આવશે.

કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય

Toycathon 2021માં ભાગ લેવા માટે toycathon.mic.gov.in વેબસાઇટ મારફતે ઑનલાઇન અરજી કરવાની રહેશે. પાંચમી તારીખથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અંતિમ તારીખ 20 જાન્યુઆરી, 2021 છે.
Published by: Ashish Goyal
First published: January 20, 2021, 10:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading