Video : જામિયા ખાતે પ્રદર્શન દરમિયાન યુવકે તમંચામાંથી કર્યું ફાયરિંગ, એક યુવક ઘાયલ

News18 Gujarati
Updated: January 30, 2020, 7:24 PM IST
Video : જામિયા ખાતે પ્રદર્શન દરમિયાન યુવકે તમંચામાંથી કર્યું ફાયરિંગ, એક યુવક ઘાયલ
સંદિગ્ધ યુવક.

તમંચો હવામાં લહેરાવનાર યુવક 'જય શ્રી રામ' અને 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યો હતો, સાથે જ યુવક 'હિન્દુસ્તાનમાં રહેવું હશે તો વંદે માતરમ કહેવું પડશે'નો નારો લગાવી રહ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી : દિલ્હીના જામિયાન નગરમાં ફાયરિંગના સમાચાર મળ્યાં છે, એક યુવકે તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું, જેમાં એક યુવક ઘાયલ થયો છે. ઘાયલ યુવકને હોલી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગ કરનાર એક સંદિગ્ધ આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ આ આરોપીની પૂછપરછ કરી રહી છે. નોંધનીય છે કે જામિયાના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીના હાથમાં ગોળી વાગી છે, જેને હોલી ફેમિલી હૉસ્પિટલ (Holy Family Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

યુવક 'જય શ્રી રામ' અને 'વંદે માતરમ'નો નારો લગાવી રહ્યો હતો

પ્રાપ્ત વિગત પ્રમાણે તમંચો હવામાં લહેરાવનાર યુવક 'જય શ્રી રામ' અને 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યો હતો. સાથે જ યુવક 'હિન્દુસ્તાનમાં રહેવું હશે તો વંદે માતરમ કહેવું પડશે'નો નારો લગાવી રહ્યો હતો. આ દરમિયાન જામિયા મિલિયા ઇસ્લામિયાના પત્રકારિતાનો એક વિદ્યાર્થી શાબાદ ઘાયલ થયો છે.



હવામાં લહેરાવ્યો તમંચો

નાગરિકતા કાનૂન વિરુદ્ધ જામિયાના વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન ગુરુવારે જામિયાથી રાજઘાટ સુધી નીકળેલી રેલી દરમિયાન જામિયા નગરમાં એક યુવકે હાથમાં તમંચો લહેરાવતા દેખાવ કર્યો હતો.જામિયાના વિદ્યાર્થીઓ નાગરિકતા કાયદાનો સતત વિરોધ કરી રહ્યા છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ જામિયાથી રાજઘાટ સુધી એક વિરોધ રેલી કાઢવાના હતા. આ દરમિયાન આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓને રેલી કાઢવાની મંજૂરી પોલીસ તરફથી આપવામાં આવી નથી. દિલ્હી પોલીસ પણ આ રેલીને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. જામિયા કેમ્પસના 100 મીટર પહેલા જ પોલીસે બેરિકેડ્સ લગાવવાનું શરૂ કરી દીધું હતું. અહીં મોટી સંખ્યામાં પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનો તહેનાત હતા.

જામિયાના વિદ્યાર્થીઓની રેલી દરમિયાન ગોળીબાર થવાની ઘટના પર દિલ્હી પોલીસના ડીસીપી ચિન્મય બિસવાલે કહ્યુ કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે શું થયું છે. પોલીસ આખા વિસ્તારમાં તહેનાત છે. રેલી દરમિયાન આ ઘટના ઘટી છે. પોલીસ આ અંગે વધારે માહિતી મેળવી રહી છે. બીજી તરફ પોલીસે શાંતિ રાખવાની અપીલ કરી છે.
Published by: Vinod Zankhaliya
First published: January 30, 2020, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading