'દિલ્હીમાં કોંગ્રેસની 'ટુકડે ટુકડે ગેંગ'એ ફેલાવી હિંસા, સબક શિખવાડવાનો સમય આવી ગયો'

News18 Gujarati
Updated: December 26, 2019, 9:33 PM IST
'દિલ્હીમાં કોંગ્રેસની 'ટુકડે ટુકડે ગેંગ'એ ફેલાવી હિંસા, સબક શિખવાડવાનો સમય આવી ગયો'
ફાઈલ તસવીર

તેમણે કહ્યું કે, આ દળો લોકોને ભટકાવી રહ્યા છે. દેશની રાજધાનીનો માહોલ ખરાબ કરી રહ્યા છે. દેશની રાજધાનીમાં અશાંતિ ફેલાવવા પાછળ કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગનો હાથ છે.

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી (Union Home Minister) અમિત શાહે (Amit Shah) વિપક્ષી દળો ઉપર નાગરિકતા કાયદા (Citizenship amendment Act)અંગે ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, આ દળો લોકોને ભટકાવી રહ્યા છે. દેશની રાજધાનીનો માહોલ ખરાબ કરી રહ્યા છે. દેશની રાજધાનીમાં અશાંતિ ફેલાવવા પાછળ કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગ (Tukde Tukde gang)નો હાથ છે. દિલ્હી વિકાસ પ્રાધિકરણના એક કાર્યક્રમમાં સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે, દિલ્હીમાં કેજરીવાલ સરકારનો સમય ખતમ થયો છે. દિલ્હીમાં આગામી સરકાર બીજેપીની બનશે.

દેશમાં સીએએ ઉપર વિરોધ પ્રદર્શન અને ત્યારબાદ ભડકેલી હિંસા ઉપર અમિત શાહે આરોપ લગાવતા કહ્યું હતું કે, નાગરિકતા કાયદા ઉપર કોંગ્રેસ દ્વારા સતત ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેઓ લોકોમાં સીએએ ઉપર સતત ભ્રમ ફેલાવી રહી છે. વિપક્ષ દેશની રાજધાનીનું શાંત વાતાવરણ બગાડી રહ્યું છે.

આ પણ વાંચોઃ-PM મોદી કહી ચૂક્યા છે કે CAAનો NRC અને NPR સાથે કોઈ સંબંધ નથીઃ રામ માધવ

'કાયદો બનાવતા સમયે કોઈએ કંઈ જ ન કહ્યું'
અમિત શાહે કહ્યું કે, સંસદમાં જ્યારે સીએબી ઉપર ચર્ચા થઈ રહી હતી ત્યારે કોઈએ કંઈ જ કહ્યું નહીં. પરંતુ જ્યારે કાયદો બન્યો ત્યારે આ લોકો બહાર આવ્યા છે. અને તેઓ અફવા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસની ટુકડે ટુકડે ગેંગ રાજધાનીનો માહોલ ખરાબ કરવા માટે સંપૂર્ણ પણે જવાબદાર છે. હવે તેમને સબક શિખવાડવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચોઃ-ગુજરાતીઓ વધારે ઠંડી માટે તૈયાર રહો, કોલ્ડવેવની આગાહીઆ પણ વાંચોઃ-Pics: સૂર્યગ્રહણ ઉપર અંધવિશ્વાસની હદ પાર, બાળકોને જીવતા જમીનમાં દાટ્યા

પીએમ મોદીએ કોંગ્રેસ ઉપર સવાલ ઉઠાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે દિલ્હીના સીલમપુર, ઝાફરાબાદ અને દયાલપુરમાં નાગરિકતા કાયદા અંગે વિરોધ પ્રદર્સન બાદ હિંસા ભડકી હતી. ત્યારબાદ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મદીએ દિલ્હીમાં થયેલી હિન્દા અંગે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.
Published by: ankit patel
First published: December 26, 2019, 9:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading