કેમ લાગી છે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આગ? પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગણાવ્યું કારણ

News18 Gujarati
Updated: February 21, 2021, 8:52 PM IST
કેમ લાગી છે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આગ? પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગણાવ્યું કારણ
કેમ લાગી છે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આગ? પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગણાવ્યું કારણ

દેશના ઘણા શહેરોમાં ઇંધણની કિંમતો 100 રૂપિયા થઈ ગઈ છે

  • Share this:
નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં લાગેલી આગ પર કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan)કારણ ગણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કિંમતો વધવાના બે પ્રમુખ કારણો છે. પ્રથમ કે આંતરરાષ્ટ્રીય બજારે તેલ ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગ ઓછું કરી નાખ્યું છે. તેલ ઉત્પાદક દેશ વધારેમાં વધારે નફો કમાવવા માટે તેલનું ઉત્પાદન ઓછું કરી રહ્યા છે. તેના કારણે તેલ ખરીદતા દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે સતત ઓપેક અને ઓપેક પ્લસ દેશોને આગ્રહ કરી રહ્યા છીએ કે આવું ન થવું જોઈએ. આશા છે કે તેમાં ફેરફાર આવશે.

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે બીજુ કારણ કોરોના વાયરસ મહામારી છે. આપણે ઘણા બધા વિકાસ કાર્ય કરવાના છે. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટેક્સ કલેક્ટ કરવાનો હોય છે. જેથી વધારેમાં વધારે વિકાસ કાર્યો પર ખર્ચ થાય અને જનતાને રોજગાર મળે. કેન્દ્ર સરકારે પોતાનું નિવેશ વધાર્યું છે અને આ વખતના બજેટમાં 30 ટકા વધારે ખર્ચની જોગવાઇ રાખવામાં આવી છે.

આ પણ વાંચો - MPના આ જિલ્લામાં મોબાઇલ નેટવર્કના ધાંધિયા, મંત્રી 50 ફૂટ ઉંચા હિંચકા પર બેસી મેળવે છે નેટવર્ક

તેમણે કહ્યું કે રાજ્ય સરકારો પણ પોતાનો ખર્ચ વધારી રહી છે. જેથી તેમને ટેક્સની જરૂર છે પણ બેલેન્સ પણ બની રહેવું જોઈએ. મને વિશ્વાસ છે કે વિત્તમંત્રી કોઈના કોઈ રસ્તો અવશ્ય કાઢશે.

દેશભરમાં પેટ્રોલ અને ડિઝલની વધી રહેલી કિંમતો પર ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રવિવારે પશ્ચિમ બંગાળ સરકારે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે. ખાસ વાત એ છે કે દેશના ઘણા શહેરોમાં ઇંધણની કિંમતો 100 રૂપિયા થઈ ગઈ છે.
Published by: Ashish Goyal
First published: February 21, 2021, 8:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading