સમાજવાદી પાર્ટીના નેતાએ 2 લીટર પેટ્રોલ આપીને પુત્રીનું કન્યાદાન કર્યું

News18 Gujarati
Updated: February 23, 2021, 3:37 PM IST
સમાજવાદી પાર્ટીના નેતાએ 2 લીટર પેટ્રોલ આપીને પુત્રીનું કન્યાદાન કર્યું
સમાજવાદી પાર્ટીના નેતાએ 2 લીટર પેટ્રોલ આપીને પુત્રીનું કન્યાદાન કર્યું

સાથે પેટ્રોલની વધી રહેલી કિંમતોને લઈને વિરોધ પણ કર્યો

  • Share this:
મેરઠ : પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોને (Petrol-Diesel Price)લઈને સડકથી સંસદ સુધી ઘમાસાન જોવા મળી રહ્યું છે. આવામાં સમાજવાદી પાર્ટીના (Samajwadi Party)કેટલાક કાર્યકર્તાઓએ પેટ્રોલની કિંમતને લઈને અનોખો વિરોધ કર્યો છે. મેરઠમાં એક લગ્ન સમારોહમાં કન્યાદાનના સમયે સપાના કાર્યકર્તાઓએ પુત્રીને પેટ્રોલની બોટલ ભેટમાં આપી હતી. મેરઠના હસ્તિનાપુર ક્ષેત્રના અલીપુર મોરના ગામમાં સપા કાર્યકર્તા એક લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે 2 લીટર પેટ્રોલની બોટલ ભેટ કરીને કન્યાદાન કર્યું હતું. સાથે પેટ્રોલની વધી રહેલી કિંમતોને લઈને વિરોધ પણ કર્યો હતો.

મેરઠમાં એક સપા કાર્યકર્તા બાબુરામે પોતાની પુત્રીના લગ્નમાં પેટ્રોલની બોટલ કન્યાદાનના રૂપમાં આપી હતી. તેમણે કહ્યું કે જો આ રીતે જ પેટ્રોલની કિંમતો વધતી રહેશે તો પેટ્રોલ ભેટમાં આપવા લાયક જ રહી જશે. તેમણે પેટ્રોલની કિંમતોને લઈને સરકાર ઉપર પણ પ્રહાર કર્યો હતો.

આ પણ વાંચો - મહારાષ્ટ્રમાં કોરોનાનો નવો સ્ટ્રેન, શું દેશમાં હર્ડ ઇમ્યુનિટી આવી છે કે નહીં?


સમાજવાદી પાર્ટીના પૂર્વ પ્રદેશ મહાસચિવ કિશોર વાલ્મિકીએ જણાવ્યું કે અમે એક કાર્યકર્તાની પુત્રીને કન્યાદાન ભેટમાં પેટ્રોલ આપ્યું છે. તેમણે કહ્યું કે આજે જે રીતે દેશ અને પ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘણી વધી રહી છે. તેને જોતા આ વિરોધની રીત અપનાવી છે. તેનો ઉદ્દેશ્ય કેન્દ્ર અને પ્રદેશની ગૂંગી-બહેરી સરકારને ચેતાવવાનું છે. આજે કિસાન, મજૂર અને ગરીબ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે.
Published by: Ashish Goyal
First published: February 23, 2021, 3:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading