કચરો ઉઠાવનારા બે ભાઈઓની Singing Talent પર આફરીન થયા આનંદ મહિન્દ્રા, જનતાને કરી આ અપીલ

News18 Gujarati
Updated: February 22, 2021, 5:36 PM IST
કચરો ઉઠાવનારા બે ભાઈઓની Singing Talent પર આફરીન થયા આનંદ મહિન્દ્રા, જનતાને કરી આ અપીલ
દિલ્હીમાં કચરો ઉઠાવનારા હાફિજ અને હબીબુરની સિંગિંગ સાંભળીને તમે પણ કહી ઉઠશો- ‘ક્યા ટેલેન્ટ હૈ!’

દિલ્હીમાં કચરો ઉઠાવનારા હાફિજ અને હબીબુરની સિંગિંગ સાંભળીને તમે પણ કહી ઉઠશો- ‘ક્યા ટેલેન્ટ હૈ!’

  • Share this:
નવી દિલ્હી. બિઝનેસમેન અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. તેઓ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મજેદાર વીડિયો અને તસવીરો પણ શૅર કરે છે. સાથોસાથ જરૂરિયાત ધરાવતા લોકોની મદદ કરવાનું પણ પસંદ છે. આ ક્રમમાં તેઓએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર દિલ્હીના બે ભાઈઓનો વીડિયો શૅર કર્યો છે. તેની સાથે જ તેમની મદદ કરવા માટે પણ લોકો પાસેથી માહિતી માંગી છે.

મૂળે, આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર જે બે ભાઈઓનો વીડિયો શૅર કર્યો છે તે દિલ્હીમાં કચરો એકત્ર કરે છે. પરંતુ બંને કામ ઉપરાંત તેમની અંદર ખાસ ટેલેન્ટ છે. બંને ભાઈ ખૂબ જ સારું ગાય પણ છે. તેમના નામ હાફિજ અને હબીબુર (Hafiz and Habibur) છે.

આનંદ મહિન્દ્રાના દોસ્ત રોહિત કટ્ટરે આ વીડિયો મોકલ્યો હતો. તે વીડિયોને તેઓએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શૅર કર્યો. તેની સાથે જ તેઓએ લખ્યું કે, અતુલનીય ભારત. મારા દોસ્ત રોહિત કટ્ટરે આ વીડિયોને શૅર કર્યો છે. તેમને તે સોશિયલ મીડિયા પર મળ્યો. બે ભાઈ હાફિજ અને હબીબુર ઘણા મહેનતુ છે અને દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં કચરો ઉઠાવે છે. આ ચીજની કોઈ કલ્પના નથી કે ટેલેન્ટ ક્યારે - ક્યાં મળી જાય.આ પણ વાંચો, New Tata Safari 14.39 લાખ રૂપિયા કિંમત પર થઈ લૉન્ચ, જાણો તમામ ફીચર્સ

આનંદ મહિન્દ્રાએ બીજી પોસ્ટમાં લખ્યું કે, આ બંનેની ટેલેન્ટ કમાલની છે. રોહિત અને મેં નક્કી કર્યું છે કે અમે તેમની સંગીતની ટ્રેનિંગમાં મદદ કરીશું. શું કોઈ દિલ્હીમાં રહેતા એવી વ્યક્તિને જાણે છે જે આ બંને ભાઈઓને સાંજના સમયે સંગીત શીખવાડનાર કોઈ મ્યૂઝિક ટીચર મળી શકે. તેઓ આખો દિવસ કામ કરે છે.

આ પણ વાંચો, OMG! IPLમાં ખેલાડીઓની Salary પાછળ અત્યાર સુધીમાં ખર્ચાયા રૂ. 6144 કરોડ રૂપિયા

આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમાંથી એક વીડિયો 1.17 લાખથી વધુ વાર લોકોએ જોયો છે. બીજા વીડિયોને 56 હજારથી વધુ વ્યૂ મળ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: February 22, 2021, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading