મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut)જિલ્લામાં એક લગ્ન સમારોહમાં રોટલી પર થૂંક લગાવનાર કારીગરનો વીડિયો વાયરલ (Viral Video)થયા પછી હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા છે. ન્યૂઝ 18માં રિપોર્ટ આવ્યા પછી હરકતમાં આવેલી પોલીસે આરોપી નૌશાદની ધરપકડ કરી લીધી છે. વીડિયોથી ગુસ્સે ભરાયેલા હિન્દુ સંગઠન અને સમાજસેવીઓએ આરોપીના ઘરે પહોંચીને તેની જોરદાર પિટાઇ કરી હતી. આ પછી પોલીસને હવાલે કર્યો હતો. કાર્યકર્તાઓએ પોલીસની સામે પણ તેની પિટાઇ કરી હતી.
રોટલીમાં થૂંક ચોપડતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો મેરઠના થાના મેડિકલ ક્ષેત્રના અરોમા ગાર્ડનનો છે. જ્યાં એક લગ્ન સમારોહ દરમિયાન ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. જેમાં આરોપી ખરાબ વર્તુણક કરતો જોવા મળે છે. વીડિયો વાયરલ થયા પછી હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસ પછી ખુલાસો થયો હતો કે અરોમા ગાર્ડનમાં એક લગ્ન સમારોહ દરમિયાન નૌશાદ નામનો આરોપીએ થૂંક લગાવીને રોટલી બનાવી હતી.
આ પછી સમાજસેવિકા યશોદા યાદવ પોતાના સાથીઓ સાથે આરોપીના ઘરે પહોંચી ગયા હતા. આ પછી કાર્યકર્તાઓએ આરોપી નૌશાદની જોરદાર પિટાઇ કરી હતી અને પછી તેને પોલીસના હવાલે કરી દીધો હતો. હાલ પોલીસ નૌશાદ પર કાનૂની કાર્યવાહી કરવામાં લાગી છે.
જ્યારે હિન્દુ સંગઠનોના કાર્યકર્તા આરોપીની પિટાઇ કરી રહ્યા હતા અને પૂછી રહ્યા હતા કે આવી હરકત કરવા માટે કોણે કહ્યું હતું. તો આરોપી નૌશાદે કહ્યું હતું કે નાસમજમાં તેનાથી આવી ભૂલ થઈ હતી. મને માફ કરી દો.