વંદે ભારત ટ્રેનમાં ખરાબ ફૂડની ફરિયાદ, તેલથી છલોછલ ભોજન, વાયરલ વીડિયો પર IRCTCએ આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: February 4, 2023, 7:26 PM IST
વંદે ભારત ટ્રેનમાં ખરાબ ફૂડની ફરિયાદ, તેલથી છલોછલ ભોજન, વાયરલ વીડિયો પર IRCTCએ આપ્યો આ જવાબ
તેલ મંગાવ્યું કે ભોજન...

Vande Bharat Express Train News: ઉલ્લેખનીય છે કે, અગાઉ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચના ફ્લોર પર કચરાના ઢગલાનો ફોટો વાયરલ થયો હતો. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવેલી એક તસવીર ટ્રેનની અંદર ફેલાયેલી ખાલી બોટલો, ફૂડ કેન અને પ્લાસ્ટિકની થેલીઓ સાથેનો કચરો બતાવી રહી છે.

  • Share this:
હૈદરાબાદ: હૈદરાબાદથી દોડતી અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તેના ઓપરેશનના થોડા અઠવાડિયા પછી જ તેના પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. પ્રીમિયમ સેવા માટે પ્રખ્યાત આ ટ્રેનમાં પીરસવામાં આવતા ભોજન વિશે એક મુસાફરે વીડિયો અપલોડ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટ્રેનમાં "ખરાબ ગુણવત્તા"નું ભોજન પીરસવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો:  વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું 'સત્ય'; IAS અધિકારીએ શેર કરી ચોંકાવનારી તસવીર, લોકોમાં આક્રોશ

ભોજનને લઈને કરવામાં આવેલા ટ્વિટ અનુસાર, આ ક્લિપ વંદે ભારત ટ્રેનમાં શૂટ કરવામાં આવી હતી, જે વિઝાગથી હૈદરાબાદ જઈ રહી હતી. આ ક્લિપમાં, મુસાફર તેના ખોરાકમાંથી તેલ નિચોવતો જોવા મળે છે, જે તેણે ટ્રેનમાં ખાધું હતું. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, "કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી વંદે ભારત ટ્રેનમાં ખાદ્યપદાર્થોની કિંમત ઘણી વધારે છે, ગુણવત્તા ઘણી નબળી છે."32 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે, જેના પર ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ જવાબ આપ્યો કે સંબંધિત અધિકારીને સુધારાત્મક પગલાં માટે જાણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તાને લઈને વારંવાર પ્રશ્નાર્થ ઉભા થાય છે.

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારો, પશ્ચિમ બંગાળમાં અઠવાડિયામાં 3જી ઘટના

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના કોચના ફ્લોર પર કચરાના ઢગલાનો ફોટો વાયરલ થયો હતો. ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર અવનીશ શરણ દ્વારા શેર કરવામાં આવેલ એક તસવીર ટ્રેનની અંદર પથરાયેલી ખાલી બોટલો, ફૂડ કેન અને પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળી હતી. વીડિયો સામે આવ્યા બાદ ઈન્ટરનેટ યુઝર્સે મુસાફરોને અપીલ કરી હતી કે, તેઓ ભારતીય રેલવેને પોતાની જવાબદારી માનીને કચરો ન ફેલાવે.
Published by: Samrat Bauddh
First published: February 4, 2023, 7:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading