ચોંકાવનારો VIDEO: પતંગની સાથે 100 ફૂટ હવામાં ઉડી 3 વર્ષની બાળકી, લોકોના જીવ થયા અદ્ધર

News18 Gujarati
Updated: January 13, 2021, 8:34 PM IST
ચોંકાવનારો VIDEO: પતંગની સાથે 100 ફૂટ હવામાં ઉડી 3 વર્ષની બાળકી, લોકોના જીવ થયા અદ્ધર
ત્રણ વર્ષની બાળકી પતંગની સાથે હવામાં ઉડી

બાળકી હવામાં 100 ફૂટ સુધી ઊંચે હવામાં ઉડી હતી. 30 સેકંડ હવામાં રહ્યા બાદ લોકોએ પતંગ નીચે ઉતારી બાળકીને પણ નીચે ખેંચી લીધી હતી.

  • Share this:
તાઈપે : આવતીકાલે ભારતમાં મકરસંક્રાતીનો તહેવાર લોકો ધામ ધૂમથી મનાવશે, આ તહેવારને ઉતરાયણ પણ કહેવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેટલાક શહેરોમાં પતંગ ઉડાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ, કેટલીક વખત લોકોને પોતાનો શોખ મોંઘો પડી જાય છે અને તેની કિંમત તેમણે પોતાનો જીવ ખોઈ આપવી પડે છે. આવો જ કિસ્સો તાઈવાનથી સામે આવ્યો છે, જ્યાં ત્રણ વર્ષની એક બાળકી પતંગની સાથે હવામાં ઉડી ગઈ, જેને જોઈ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે, તાઈવાનના સમુદ્રીય શહેર નાનલિયોમાં એક ગ્રુપ ઓરેન્જ રંગનો વિશાળ પતંગ ઉડાવી રહ્યો હતો, આ દરમિયાન ત્રણ વર્ષની બાળકી પતંગમાં અટકી પડે છે, અને તે પતંગની સાથે હવામાં ઉડી જાય છે.

જ્યારે ત્યાં હાજર લોકોએ પતંગની પૂંછડીમાં અટવાયેલી બાળકીને હવામાં ઉડતી જોઇ ત્યારે બધા ડરી ગયા હતા. 'ધ સન'ના અહેવાલ મુજબ, છોકરીનું વજન માત્ર 28 પાઉન્ડ હતું, જે પતંગમાં અટવાઇ ગઈ હતી, અને હવામાં 100 ફૂટ સુધી ઊંચે હવામાં ઉડી હતી. 30 સેકંડ હવામાં રહ્યા બાદ લોકોએ પતંગ નીચે ઉતારી બાળકીને પણ નીચે ખેંચી લીધી હતી.

અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, બાળકીનું નામ લીન છે, જેને આ ઘટનામાં બાળકીને કોઈ ઈજા પહોંચી ન હતી. જોકે, તે બાળકી પતંગમાં કેવી રીતે ફસાઈ ગઈ, તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી.કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત બાદ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે, નાનલિયોના મેયર લિન ચિહ-ચિયને આ ઘટના માટે પીડિત પરિવાર અને લોકોની માફી માંગી છે. સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવતી પતંગમાં અટવાયેલી અને હવામાં ઉડતી જોઇ શકાય છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ઘણા લોકો એક જ ગ્રાઉન્ડમાં એકઠા થયા છે. બસ, ત્યારે એક ત્રણ વર્ષની બાળકી પતંગમાં અટવાયેલી હવામાં ઉડતી જોવા મળે છે. છોકરીને જોઇને લોકો બુમા બુમ કરે છે, પછી લોકો પતંગને નીચે ખેંચી લે છે અને છોકરીને જમીન પર ઉતારવામાં આવે છે.
Published by: kiran mehta
First published: January 13, 2021, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading