હરિયાણવી બોલીમાં લગ્નની કંકોત્રી વાયરલ થઈ: જમણવારની જગ્યાએ લખ્યું- 'ખાને પૈ ટૂટ પડન કા ટેમ'


Updated: November 26, 2022, 1:16 PM IST
હરિયાણવી બોલીમાં લગ્નની કંકોત્રી વાયરલ થઈ: જમણવારની જગ્યાએ લખ્યું- 'ખાને પૈ ટૂટ પડન કા ટેમ'
હરિયાણવી બોલીમાં વેડીંગ કાર્ડ વાયરલ થયું

ભારતમાં મોટા ભાગે લગ્નનું કાર્ડ સ્થાનિક બોલી અથવા તો હિન્દી કે અંગ્રેજીમાં છપાતા હોય છે. આપણે ત્યાં મોટા ભાગે કંકોત્રી ગુજરાતી ભાષામાં, જ્યારે દક્ષિણ ભારતમાં લોકો ત્યાંની ભાષામાં કાર્ડ છપાવતા હોય છે.

  • Share this:
VIRAL: લગ્નની સીઝન ચાલી રહી છે અને લોકો પોતાના પ્રિયજનોના લગ્નની તૈયારીમાં લાગેલા છે. લગ્નમાં ખૂબ જ તૈયારીઓ કરવી પડતી હોય છે. કપડા, સામાન, ખાવા-પીવાની વ્યવસ્થા, બેન્ડવાજાથી લઈને લગ્નના કાર્ડની વ્યવસ્થા કરવાની હોય છે. ત્યારે હવે હાલમાં આ જમાનામાં લોકો લગ્નના અવનવા કાર્ડ પણ બનાવતા હોય છે. કારણ આ એ સૌથી પહેલી વસ્તુ હોય છે, જે લગ્ન સાથે જોડાયેલી છે. ત્યારે આવા સમયે લોકો કંઈક અલગ રીતે આ કાર્ડ બનાવીને લગ્નનું આમંત્રણ આપવા માગતા હોય છે. તાજેતરમાં જ હરિયાણવી બોલીમાં એક વેડિંગ કાર્ડ વાયરલ થયું છે.

ભારતમાં મોટા ભાગે લગ્નનું કાર્ડ સ્થાનિક બોલી અથવા તો હિન્દી કે અંગ્રેજીમાં છપાતા હોય છે. આપણે ત્યાં મોટા ભાગે કંકોત્રી ગુજરાતી ભાષામાં, જ્યારે દક્ષિણ ભારતમાં લોકો ત્યાંની ભાષામાં કાર્ડ છપાવતા હોય છે. પણ શું તમે ક્યારેય સ્થાનિક બોલીમાં લગ્ન કાર્ડ જોયું છે. સોશિયલ મીડિયા પર હાલમાં એક કાર્ડ વાયરલ થયું છે, જે હરિયાણવી બોલીમાં છપાયેલું છે. સોશિયલ મીડિયા પિનટ્રેસ્ટ પર Shailendra Tokas નામના શખ્સે આ કાર્ડ શેર કર્યું છે.વર વધુ માટે છૌરા-છૌરી શબ્દ વાપર્યો


આ કાર્ડ આમ  તો 2015નું છે. પણ મજાની વાત એ છે કે, હરિયાણવી બોલીમાં તે છપાયેલું છે. વર અને વધુના નામ આગળ છૌરા અને છૌરી લખેલું છે. વરનું નામ સુનીલ છે અને દુલ્હનનું નામ આરતી છે. કાર્ડની શરુઆતમાં લખ્યું છે કે, 'બડે ચાવ તે ન્યૌંદા દેરે, સબ કામ છોડ કે આણા હોગા' નામની નીચે લખ્યું છે- "દુલ્હા -દુલ્હન કા શુભ વિવાહ ટેક દિયા હૈં. અર ઈસ ખુશી કે મોકે પે થારા સારે કુણબે કા ન્યૈતા સૈ અર મ્હારા સારા કુણબા થાર આણ કી ગામ હૈબતપુર જિલા જીન્દ મેં કસૃની તૈ કસૂતી અર એડી ઢા-ઢા કૈ બાટ દેખેગા".

બાળકો તરફથી હરિયાણવી બોલીમાં લખી મજેદાર વાત

ત્યાર બાદ લગ્ન સમારંભ સાથએ જોડાયેલ કાર્યક્રમની યાદી આપેલી છે, જેમાં લખ્યું છે કે, "ખાને પૈ ટૂટ પડન કા ટેમ, છડદમ તારણ કા ટેમ..." સૌથી રોચક વાત એ છે કે, બાળકો તરફથી જે લાઈન લખી છે. કાર્ડ નીચે લખ્યું છે કે, "મેરે પૈ દૌબારા આણ કા ટેમ કોની, કદે મેરી બાટ મૈ રહ જ્યો, મેરે ભાઈ કે બ્યાહ મૈં થારિ સારાં કા આણા ઘણા જરુર સૈ- કોમલ આશું.'
Published by: Pravin Makwana
First published: November 26, 2022, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading