'નોકરી મળશે તો પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરશે': સરકારી નોકરી મળતા જ યુવકે કરી લીધી આત્મહત્યા, સૂસાઈડ નોટમાં જણાવ્યું કારણ

News18 Gujarati
Updated: October 31, 2020, 11:27 PM IST
'નોકરી મળશે તો પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરશે': સરકારી નોકરી મળતા જ યુવકે કરી લીધી આત્મહત્યા, સૂસાઈડ નોટમાં જણાવ્યું કારણ
પ્રતિકાત્મક તસવીર

તેને નોકરી મળતી ન હતી. ત્યારબાદ તેણે એક દિવસ માનતા માની હતી કે જો સરકારી નોકરી મળશે તો તે પોતાનું જીવન ત્યાગી દેશે.

  • Share this:
કન્યાકુમારીઃ તમિલનાડુના કન્યાકુમારીમાં (kanyakumari) એક એવી ઘટના સામે આવી જે જ્યાં એક યુવક એટલા માટે આત્મહત્યા (suicide) કરી લીધી કે તેને સરકારી નોકરી લાગી હતી. આ યુવકે નક્કી કર્યું હતું કે જો તેને સરકારી નોકરી (Government job) લાગશે તો તેના જીવનનો અંત લાવશે અને ભગવાનના શરણમાં જતો રહેશે.

ઉલ્લેખનીય છે કે આ મામલો કન્યાકુમારી જિલ્લાના નાગરકોઈલનો છે. અહીં 32 વર્ષીય નવીને પોતાના જીવનથી નિરાશ થઈ રહ્યો હતો કારણ કે તેને નોકરી મળતી ન હતી. ત્યારબાદ તેણે એક દિવસ માનતા માની હતી કે જો સરકારી નોકરી મળશે તો તે પોતાનું જીવન ત્યાગી દેશે.

માનતા માન્યા બાદ તરત જ નવીનને મુંબઈની બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી મળી ગઈ હતી. નોકરી જોઈન કરવા માટે તે ઓફિસ પણ ગયો હતો. ત્યાં 15 દિવસ નોકરી પણ હતી. આશરે 15 દિવસ બાદ નવીને શુક્રવારે ત્રિવેન્દ્રમ માટે રવાના થયો હતો અને એક રેલવે સ્ટેશન પાસે ટ્રેકમાં ઉપર સુઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-કેવડિયામાં કયા-કયા છે જોવાલાયક સ્થળ? જાણી લો ટિકિટના ભાવ સહિતની A to Z માહિતી

નવીન પાસે એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં ઉલ્લેખ થયો હતો. કે ભગવાનને આપેલું વચન પુરુ થઈ ચૂક્યું છે. તેણે લખ્યું હતું કે ભગવાનને વચન આપી ચૂક્યો હતો કે જો તેને નોકરી મળશે તો તે ભગવાના શરણમાં જતો રહેશે. એટલા માટે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ-કચ્છઃ 21 મૃત સાંઢા સાથે મહિલા સહિત ત્રણ શિકારી ઝડપાયા, યૌન શક્તિવર્ધક તરીકે સાંઢાના તેલની બોલબાલા?આ પણ વાંચોઃ-પતિની કાળી કરતૂત! પત્ની સાથે ગાળેલી અંગત પોળોનો ચોરીછૂપે Video બનાવી દોસ્તોને મોકલતો અને પછી...

ઘટના બાદ સ્થળ ઉપર પહોંચીને રેલવે પોલીસે લાશનો કબ્જો મળ્યો છે. પોલીસ આ વાત પણ એ વાતની તપાસ કરી રહી છે કે નવીનને આવું પગલું ઉઠાવવાનું કારણ કોઈ બીજું તો નથી. પોલીસ સંબંધિત લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. મામલાની તપાસ પણ થઈ રહી છે.સામાન્ય રીતે અત્યારના લોકોને નોકરી ન મળવાના કારણે આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે. પરંતુ કન્યાકુમારીમાં બનેલી આ ઘટના ઉલટી ગંગા જેવી ગણી શકાય.
Published by: ankit patel
First published: October 31, 2020, 11:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading