બનાસકાંઠામાં Hit and Run: મોર્નિંગ વોકમાં જતાં યુવકોને લાગી ટક્કર, 100 મીટર ઢસડાતા એકનું મોત


Updated: November 21, 2020, 11:01 AM IST
બનાસકાંઠામાં Hit and Run: મોર્નિંગ વોકમાં જતાં યુવકોને લાગી ટક્કર, 100 મીટર ઢસડાતા એકનું મોત
મૃતક ચિરાગ પ્રજાપતિની ફાઇલ તસવીર

મોર્નિંગ વોક પર નીકળેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થતાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : પાલનપુરમાં હાઇવે પર આજે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મોર્નિંગ વોક પર નીકળેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થતાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.

પાલનપુરમાં આજે વહેલી સવારે ગઠામણના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ગઠામણ ખાતે રહેતો ચિરાગ પ્રજાપતિ અને તેનો મિત્ર વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલક બંને યુવકોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક એટલો બેફામ હતો કે યુવકને 100 મીટર સુધી ઘસડ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં વાહન નીચે રોડ પર ઘસડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચિરાગ પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેના મિત્ર ને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુરની સરકારી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

બનાવને પગલે પાલનપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ હિટ એન્ડ રન કયા વાહને કર્યો તે પણ હજી જાણવા મળ્યું નથી. પોલીસ આસપાસનાં સીસીટીવી ફૂટેજ તપાસીને આ વાહન ચાલકની તપાસ હાથ ધરી છે. બીજી તરફ એકાએક યુવાનનું મૃત્યુ નીપજતા મૃતકનાં પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

માલવાણ પાસે ઇકો કાર સળગતા 6 લોકોનાં મોત

આજે વહેલી સવારે માલવાણ ખેરવા પાસે આવેલા રામાપીર મંદિર પાસે પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતા 6 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. આ અકસ્માતમાં ઇકો કારમાં આગ લાગી જતા અંદર બેઠેલે તમામ લોકો જીવતા બળીને ખાખ થયા છે. કાર એટલી હદે બળી ગઇ છે કે તેમાં કેટલા સ્ત્રી અને પુરુષ હતા તે પણ ઓળખી શકાતું નથી.
Published by: Kaushal Pancholi
First published: November 21, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading