ગુજરાતના 85,000 વકીલો માટે સારા સમાચાર, આત્મનિર્ભર યોજના હેઠળ રૂ.2.50 લાખની મળશે લોન


Updated: September 11, 2020, 3:31 PM IST
ગુજરાતના 85,000 વકીલો માટે સારા સમાચાર, આત્મનિર્ભર યોજના હેઠળ રૂ.2.50 લાખની મળશે લોન
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉનના પગલે રાજ્યના અનેક નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો ઉધોગ ધંધાઓ ઠપ થયા હતા. તેવી જ રીતે રાજ્યની ન્યાય પાલિકા વ્યવસ્થામાં કામ કરતા 85 હજાર વકીલોની પ્રેક્ટિસ પણ બંધ થઈ હતી.

  • Share this:
ગાંધીનગરઃ કોરના મહામારી (corona pandemic) અંતર્ગત સરકાર દેશના સામાન્ય નાગરિકના ઉધોગ ધંધાને ફરી વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના (Atmanirbhar yojana) જાહેર કરવામાં આવી છે. આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ ઓછા વ્યાજે 2 લાખ 50 હજાર સુધીની લોન આત્મ નિર્ભર યોજના અંતર્ગત મળી રહે તે માટે ની રજૂઆતનો સ્વીકાર કરતા ગુજરાતના વકીલ આલમમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.

લોકડાઉનના (lockdown) પગલે રાજ્યના અનેક નાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો ઉધોગ ધંધાઓ ઠપ થયા હતા. તેવી જ રીતે રાજ્યની ન્યાય પાલિકા વ્યવસ્થામાં કામ કરતા 85 હજાર વકીલોની (Advoctes) પ્રેક્ટિસ પણ બંધ થઈ હતી. ત્યારે પ્રદેશ ભાજપ લિગલ સેલ દ્વારા સમગ્ર ગુજરાતના વકીલોનું હીત ધ્યાનમાં રાખી આત્મનિર્ભર યોજના અંતર્ગત રાજ્યના વકીલોને પણ તેનો લાભ મળે તે માટે મુખ્ય મંત્રી તેમજ કાયદા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

જે રજૂઆતના પગલે આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ ઓછા વ્યાજે 2 લાખ 50 હજાર સુધીની લોન આત્મ નિર્ભર યોજના અંતર્ગત મળી રહે તે માટેની રજૂઆતનો સ્વીકાર કરતા ગુજરાતના વકીલ આલમમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ-coronaના કારણે રોજગાર છીનવાયો, નવવિવાહિત યુગલે ફાંસો ખાઈને કરી આત્મહત્યા, મહિના પહેલા થયા હતા લગ્ન

રાજ્ય સરકારે આત્મ નિર્ભર્ય યોજના અંતર્ગત વકીલોની માગને સ્વીકારતા પ્રદેશ ભાજપ લિગલ સેલ કન્વીનર જે જે પટેલ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણી,કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડામાં અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા નો આભાર માન્યો હતો.જે જે પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણય થી ગુજરાતના 85 હજાર વકીલોને સીધો તેનો લાભ મળશે.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ જન્મ બાદ ઈન્જેક્શન લગાવવાથી બાળકનો હાથ કાળો પડી ગયો, હાથ કાપવાનો વારો આવ્યોઆ પણ વાંચોઃ-પતિ, પત્ની અને વોનો અમદાવાદનો કિસ્સોઃ રાત્રે ચાર વાગ્યે મોબાઈલમાં આવેલા મેસેજથી પતિના 'લફરાં'નો ફૂટ્યો ભાંડો અને પછી

ઉલ્લેખનીય છેકે છ મહિનાના અંતરાલ બાદ હવે 14મી સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટમાં ચાર કે પાંચ કોર્ટમાં પ્રત્યક્ષ રીતે સુનાવણી કરવાની તૈયારી કરાઇ રહી છે ત્યારે કોરોનાના પોઝિટિવ કેસો આવતાં ફરી એકવાર ચિંતા શરૂ થઇ છે. આમ 14મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટ શરૂ કરવાનો નિર્ણય બંધ રાખવામાં આવ્યો છે. અને હાઈકોર્ટના કર્મચારીઓને પોઝિટિવ કેસ આવતા 12થી 15 સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે 14 સપ્ટેમ્બરે કોર્ટ નહીં ખુલે માત્ર જાહેરહિતની અરજીઓ ઓનલાઈન સુનાવણી હાથધરાશે. ફિઝિકલ કોર્ટ શરુ કરવાનો નિર્ણય રદ કરાયો છે.

અગાઉ પણ કોરોનાની મહામારીમાં હાઇકોર્ટના કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યાં હતાં અને જુલાઇના મહિનામાં તો ૧૭ કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં હતાં. જેના પગલે હાઇકોર્ટ વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયો હતો અને ત્રણ દિવસ કોર્ટની કાર્યવાહી પણ બંધ રાખ‌વી પડી હતી. હવે ફરીથી કર્મચારીઓને કોરોના આવતાં ટેસ્ટ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે.
Published by: ankit patel
First published: September 11, 2020, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading