વિધાનસભામાં સરકારની કબૂલાત: રાજ્યમાં દરરોજ 4 બળાત્કાર, 7 અપહરણ, 3 હત્યા અને 20 આપઘાતના બનાવ


Updated: March 3, 2021, 1:34 PM IST
વિધાનસભામાં સરકારની કબૂલાત: રાજ્યમાં દરરોજ 4 બળાત્કાર, 7 અપહરણ, 3 હત્યા અને 20 આપઘાતના બનાવ
પ્રતીકાત્મક તસવીર

દારૂબંધીના કડક કાયદાના દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની રેલમછેલ હોય તેવા આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યાં છે. વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રૂ. 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે.

  • Share this:
ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Gujarat Vidhansabha Budget Session) ચાલી રહ્યું છે. આ દરમિયાન આજે (ત્રીજી માર્ચ) નાણામંત્રી નીતિનભાઈ પટેલે (Nitin Patel) નાણાકીય વર્ષ 2021-22 માટે અંદાજપત્ર (Gujarat Budget 2021) રજૂ કર્યું છે. બજેટ ભાષણ પહેલા વિપક્ષના ધારાસભ્યો તરફથી સરકારના આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. સરકારના મંત્રીઓ તરફથી તેના જવાબો આપવામાં આવ્યા હતા. આવા લેખિત જવાબમાં સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં દરરોજ બળાત્કારની ચારથી વધુ ઘટના બને છે. આ ઉપરાંત રાજ્યમાં દરરોજ અપહરણની સાતથી વધારે ઘટના બને છે. રાજ્યમાં દરરોજ આત્મહત્યાના 20 બનાવ બને છે.

ગુનાખોરીના બનાવો:

>> રાજ્યમાં રોજની સરેરાશ 2 કરતા વધુ લૂંટની ઘટના.

>> રોજની 3 ખૂનની અને 30 ચોરીની ઘટના.
>> રોજની 4 કરતા વધુ બળાત્કારની ઘટના.
>> રોજ 7 અપહરણ, 20 આત્મહત્યાની ઘટનાઓ બની.>> રોજ 57 અપમૃત્યુ અને 37 આકસ્મિક મૃત્યુની ઘટના બની.
>> રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં લૂંટની 1,520 ઘટના બની.
>> હત્યાની 1,944, ધાડની 370 અને ચોરીની 21,995 ઘટના બની.
>> છેલ્લા બે વર્ષમાં બળાત્કારની 3095, અપહરણની 4829 ઘટના બની.
>> આત્મહત્યાના 14410, ઘરફોડના 6,190, રાયોટિંગના 2,589 બનાવો બન્યા.
>> આકસ્મિક મૃત્યુના 27,148, અપમૃત્યુના 41,493 બનાવો નોંધાયા.
>> રાજ્યમાં હત્યાના પ્રયાસની 18,523 ઘટના નોંધાઇ.
>> પોલીસ વિભાગે તમામ ઘટનાઓમાં માત્ર 4,043 આરોપીઓની ધરપકડ કરી.

આ પણ વાંચો: ગુજરાત બજેટ-2021: જાણો બજેટની મુખ્ય વાતો, કયા ક્ષેત્ર માટે શું જાહેરાત કરવામાં આવી 

ગૌમાંસનો જથ્થો:

સરકારે વિધાનસભામાં રજૂ કરેલા જવાબ પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 10 હજાર કિલોથી વધુ ગૌમાંસનો જથ્થો પકડાયો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં વર્ષ 2019મા 6,500 કિલો ગૌમાંસ પકડાયું છે. આ અંગે કુલ 274 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં વર્ષ 2020માં 3 હજાર કિલોથી વધુ ગૌમાંસ પકડાયું છે. આ સંદર્ભે હજુ પણ 8 આરોપીઓની ધરપકડ બાકી છે.

>> છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ગેરકાયદે કતલ થયેલો 65237.7 કિલો ગૌમાંસનો જથ્થો પકડાયો.
>> કતલ માટે ગેરકાયદે હેરફેર થતા 4,600 કરતા વધારે ગૌવંશ પકડાયા.
>> છેલ્લા બે વર્ષ માં 2,223 ગાય, 800 બળદ, 1,485 વાછરડા, અને 219 આખલાઓ પકડાયા.
>> ગૌવંશના ગુનાઓમાં સંડોવાયેલા 132 ગુનેગારો હજી પણ પોલીસ પકડથી બહાર છે.

આ પણ વાંચો: ગુજરાત બજેટ-2021: નાણામંત્રી નીતિન પટેલે કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે કરી મહત્ત્વની જાહેરાત

દારૂબંધી વચ્ચે ચોંકાવનારા આંકડા:

દારૂબંધીના કડક કાયદાના દાવા વચ્ચે દારૂ અને માદક દ્રવ્યોની રેલમછેલ હોય તેવા આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યાં છે.  વિધાનસભામાં રાજ્ય સરકારે રજૂ કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં રૂ. 198.30 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ ઉપરાંત રૂ. 3.65 કરોડનો દેશી દારૂ અને કૂય 3.18 કરોડનો બિયરનો જથ્થો ઝડપાયો છે. રાજ્યમાં રૂ. 68.60 કરોડની કિંમતનો અફીણ, ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો ઝકડાયો છે. રાજ્યમાં 67 દિવસના લૉકડાઉન છતાં 2019 કરતા 2020માં દારૂનો વધુ જથ્થો ઝડપાયો છે.

રાજકોટ: 'પતિએ ગોવામાં ટૂંકા કપડાં પહેરવા બદલ ઝઘડો કર્યો, સાસુ કહેતા દીકરાને તું ગમતી નથી'

કર્ણાવતી નામ માટે કોઈ દરખાસ્ત નહીં

કૉંસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પ્રશ્નમાં જવાબમાં મુખ્યમંત્રીએ લેખિતમાં આપ્યો જવાબ હતો કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે રાજ્ય સરકારે કોઈ દરખાસ્ત કરી નથી.

આ પણ વાંચો: સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોત

માસ્ક ન પહેરવાનો દંડ:

કોરોના કાળ દરમિયાન માસ્ક ન પહેરવા બદલ રાજ્ય સરકારે અધધ દંડ વસૂલ કર્યો છે. અમદાવાદ અને ખેડા જિલ્લામાં બે વર્ષ સુધી માસ્ક ન પહેરનાર બદલ ઉઘરાવેલા દંડની વાત કરીઓ તો અમદાવાદ શહેરમાં 26,96,17,281 રૂપિયા દંડ વસૂલયો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1,98,48,800 રૂપિયા દંડ વસૂલાયો છે. ખેડા જિલ્લામાં 8,77,03,600 રૂપિયા દંડ વસૂલાયોછે.

હિટ એન્ડ રન

સરકારે રજૂ કરેલા જવાબ પ્રમાણે અમદાવાદમા છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના સેંકડો બનાવો નોંધાયા છે. છેલ્લા બે વર્ષમાં 373 હિટ એન્ડ રનના બનાવો અમદાવાદ શહેરમાં નોંધાયા છે, જેમાં 217 લોકો મોતને ભેંટ્યા છે. રાજ્ય સરકારે હિટ એન્ડ રનના કેસમાં આરોપી ધરપકડ કરવામાં કે વાહન જપ્ત કરવામાં પણ નિષ્ફળ રહી છે.
Published by: Vinod Zankhaliya
First published: March 3, 2021, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading