લાભપાંચમનાં દિવસે ગુજરાતનાં નવા આઠ ધારાસભ્યોએ પોતાના પદના લીધા શપથ

News18 Gujarati
Updated: November 19, 2020, 1:53 PM IST
લાભપાંચમનાં દિવસે ગુજરાતનાં નવા આઠ ધારાસભ્યોએ પોતાના પદના લીધા શપથ
નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યો જેમાં જે.વી. કાકડિયા, વિજય પટેલ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, આત્મારામ પરમાર, અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો.

નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યો જેમાં જે.વી. કાકડિયા, વિજય પટેલ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, આત્મારામ પરમાર, અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો.

  • Share this:
આજે રાજ્યભરમાં (Gujarat) લાભપાંચમમાં (Labhpancham) મુહૂર્ત કરીને લોકો પોતાના ધંધા રોજગાર ચાલુ કરે છે. કોઇપણ સારૂં કામ આજના દિવસથી કરવામાં આવે છે. ત્યારે લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના (Gujarat BJP) ચૂંટાયેલા આઠ ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે.

વિધાનસભા અધ્યક્ષ સમક્ષ 12:39 મિનિટે શપથ ગ્રહણ સમારોહ યોજાવવામાં આવ્યો. આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યોએ હાજરી આપી હતી. નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યો જેમાં જે.વી. કાકડિયા, વિજય પટેલ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, અક્ષય પટેલ, આત્મારામ પરમાર, પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો. જેમને આજે શપથ ગ્રહણ કરીને પોતાનુ પદ સંભાળ્યું છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર વચ્ચે નેતાઓ ભૂલ્યા ભાન, લોકોને ભેગા કરીને નિયમોના ઉડાવ્યા ધજાગરા

ધો.9થી 12નાં વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા પહેલા જુઓ કેવી-કેવી આપવી પડશે સંમતિ

ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી હતી.
સોશિયલ ડિસ્ટન્સને કારણે પ્રથમવાર વિધાનસભાના ચોથા માળે શપથવિધિ સમારંભ યોજાયો હતો.
Published by: Kaushal Pancholi
First published: November 19, 2020, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading