રાજ્યમાં 11 જાન્યુઆરીથી સ્કૂલો ખોલવા માટે સરકારે જાહેર કર્યો પરિપત્ર, આ નિયમો પાળવા પડશે

News18 Gujarati
Updated: January 8, 2021, 3:54 PM IST
રાજ્યમાં 11 જાન્યુઆરીથી સ્કૂલો ખોલવા માટે સરકારે જાહેર કર્યો પરિપત્ર, આ નિયમો પાળવા પડશે
પ્રતીકાત્મક તસવીર

Gujarat schools to reopen: કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમા કોરોના સંક્રમિત હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફ શાળામાં હાજર રહી શકશે નહીં.

  • Share this:
ગાંધીનગર: બે દિવસ પહેલા શિક્ષણ મંત્રી (Gujarat education minister)એ રાજ્યમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ (Gujarat schools reopen) કરવાની જાહેરાત કરી છે. આ સાથે સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને આ નિર્ણય લાગુ પડશે. આ નિયમને અનુસંધાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ (Education department) તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં સ્કૂલો શરૂ કરવા અંગે ક્યા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે જણાવવામાં આવ્યું છે. આ સાથે જ એક સંમતિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા ઇચ્છા વાલીઓએ આ સંમતિપત્ર ભરીને સ્કૂલને આપવાનું રહેશે.

શિક્ષણ વિભાગનો પરિપત્ર:

1) તારીખ 11/01/2021થી રાજયની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધરણ-૧0 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન (ભૌતિક રીતે? શૈક્ષણિક કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે. ઓફલાઇન (ભૌતિક રીતે) શૈક્ષણિક કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થી માટે સ્વૈચ્છિક રહેશે. તથા તે માટે સંબંધીત સંસ્થા વિદ્યાર્થીના વાલીઓ પાસેથી લેખિત સંમતિપત્ર મેળવવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તેઓ માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા શાળાઓ દ્વારા કરવાની રહેશે, તેમજ રાજ્ય સરકાર દ્વારા વંદે ગુજરાત ચેનલ અને દૂર દર્શન ડી.ડી. ગિરનાર પરથી પ્રસારિત થતા શૌક્ષણિક કાર્યક્રમ જોવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના રહેશો.

2) માત્ર ધોરણ-10 અને ધોરણ-12ના જ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાનો રહેશે.

3) વિદ્યાર્થીઓની સંખ્યા તથા વિષયની જરૂરીયાત તેમજ જટિલતા ધ્યાને લઈને શાળાઓએ વર્ગ સંખ્યા ગોઠવવાનીની રહેશે. બે વિદ્યાર્થીઓ વચ્ચે ભારત સરકારની એસ.ઓ.પી/ માર્ગદર્શિકા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવાની રહેશે. વધુમાં કથા વિષય અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે શાળાના આચાર્ય સક્ષમ છે.

વાલીઓએ સ્કૂલોને આપવાનું સંમતિપત્ર
4) વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ અન્ય તમામ કર્મચારીઓ માટે ફેસ માસ્ક ફરજિયાત રહેશે. સતત મોનિટરિંગ દ્વારા કોઈ પણ સંક્રમિત અથવા લક્ષણ ધરાવતા વિદ્યાર્થી/શિક્ષક સંકૂલમાં ન પ્રવેશે તેની કાળજી સંબંધિત સત્તાધિકારીઓએ લેવાની રહેશે.

5) કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા અથવા પરિવારમા કોરોના સંક્રમિત હોય તેવા વિદ્યાર્થી કે સ્ટાફ શાળામાં હાજર રહી શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ ઝીનના વિસ્તારમાં શાળા હોય તો શાળા ખોલી શકાશે નહીં.

6) ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી SOPમાં દર્શાવ્યા મુજબ તમામ સબંધિત જેવા કે આચાર્યો, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, SMC સભ્ય વગેરેના કેપેસીટી બિલ્ડીંગ અંગેની કાર્યવાહી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (CERT) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET)એ કરવાની રહેશે.

7) તમામ કાર્યવાહી ભારત સરકારના દ્વારા-બહાર પાડવામાં, આવેલી ઐસ.ઓ.પી/ માર્ગદર્શિકાની ગાઇડલાઇનને અનુસરીને કરવાની રહેશે. (www.education gov.in) પર ઓનલાઇન ઉપલબ્ધ છે.
Published by: Vinod Zankhaliya
First published: January 8, 2021, 3:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading