ખાનગી શાળાની ફી માફી અંગે નિષ્કર્ષ ન આવતા ગુજરાત સરકારે ફરી હાઇકોર્ટમાં કરી અરજી


Updated: September 5, 2020, 1:50 PM IST
ખાનગી શાળાની ફી માફી અંગે નિષ્કર્ષ ન આવતા ગુજરાત સરકારે ફરી હાઇકોર્ટમાં કરી અરજી
આખરે તેનો કોઇ યોગ્ય નિવેડો ન આવતાં સરકારે ફરીવાર હાઈકોર્ટમાં અરજી કરી કરી છે.

આખરે તેનો કોઇ યોગ્ય નિવેડો ન આવતાં સરકારે ફરીવાર હાઈકોર્ટમાં અરજી કરી કરી છે.

  • Share this:
ખાનગી શાળાઓ પ્રત્યક્ષ રીતે ચાલૂ ન થાય ત્યાં સુધી ફી નહીં લેવાના રાજ્ય સરકારના ઠરાવને પડકારતી અરજીમાં હાઇકોર્ટના એક વિસ્તૃત આદેશ કરીને શાળા સંચાલક મંડળ અને રાજ્ય સરકારને એક સાથે મોટા મન અને મગજ સાથે બેઠક કરીને વ્હવહારિક ઉકેલ લાવવા સમજુતી કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ સરકાર અને શાળા સંચાલકો વચ્ચે કોઇ સમજુતી નહીં થતાં રાજ્ય સરકારે ફરી હાઇકોર્ટમાં ઘા કરીને ખાનગી શાળાઓ અને યોગ્ય આદેશ કરી આપવાની દાદ માગી છે.

રાજ્ય સરકારે ફરીથી હાઇકોર્ટમાં કરી અરજી

હાઈકોર્ટે પણ ફેડરેશન ઓફ સેલ્ફ ફાયનાન્સ્ડ સ્કૂલને તેમનો પક્ષ લેખિતમાં એફિડેવિટ સ્વરૂપે રજૂ કરવાનો આદેશ કર્યો છે. મહત્વનું છે કે, કોરોના કાળમાં સ્કૂલ ફી વિવાદનો મુદ્દો ખૂબ વિવાદમાં  રહ્યો છે.  સરકારે ફી માફીનું પરિપત્ર બહાર પાડયા બાદ હાઇકોર્ટના આદેશથી તેને રદ પણ કરવો પડ્યો હતો. ખાનગી શાળાના સંચાલકોએ આ પરીપત્ર ને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.જોકે ત્યાર બાદ હાઇકોર્ટે સ્કૂલ સંચાલકો અને સરકારે પરસ્પર સમજૂતી દાખવી વિવાદનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું. જોકે, આખરે તેનો કોઇ યોગ્ય નિવેડો ન આવતાં સરકારે ફરીવાર હાઈકોર્ટમાં અરજી કરી કરી છે.

રાજ્યના તમામ ઇમામવાડાને ખોલવાની હાઇકોર્ટે મંજૂરી આપી

હાઇકોર્ટની ખંડપીઠે અ્નલોક-4 અને સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજરના કડક અમલ સાથે રાજ્યના તમામ ઇમામવાડાને ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે હાઇકોર્ટે કચ્છ જિલ્લા કલેક્ટરના પ્રતિબંધ ફરમાવતા નિર્ણયને રદ કર્યો છે. સમગ્ર મામલે અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટી તરફથી એડવોકેટ અમન એ. શેખે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે,‘કચ્છ કલેક્ટરે હાલના કોરોનાની પરિસ્થિતિમાં મહોરમ સંબંધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ૧૭મી ઓગસ્ટના રોજ કર્યું હતું. જોકે, તે અંતર્ગત ઇમામવાડા કે જે મંદિર જેવું જ એક ધાર્મિક સ્થળ હોય છે, તેની અંદર ચાલતી પ્રવૃત્તિઓ પણ નહીં કરવાનું ફરમાન કર્યું છે.

આ પણ જુઓ- તેમના જાહેરનામામાં જણાવ્યું છે કે, મહોરમ નિમિત્તે કોઇ પણ વ્યક્તિઓએ

કરબલાની શહીદીની યાદમાં પંજાઓ, નિશાનો અમલ, દુલદુલો, સેજો તેમજ ઘોડાઓ, તાજીયાઓ, ઓસાણીઓ, મરશિયાઓ(આરતી) તથા શબીદો, માતમ, મજલીસો વગેરેનું જાહેરમાં આયોજન કરવું નહીં. જોકે, આ તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ ઇમામવાડાની અંદર કરવામાં આવે છે અને એક પ્રકારની પ્રાર્થનાઓ જ છે.

આ પણ વાંચો - સ્કૂલના વિદ્યાર્થીએ ગીત ગાઈને રજૂ કરી વેદના, 'મને શાળાએ જવાના સપના આવે છે'
Published by: Kaushal Pancholi
First published: September 5, 2020, 1:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading