JEE 2020નું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીએ કર્યું ટોપ

News18 Gujarati
Updated: September 12, 2020, 7:53 AM IST
JEE 2020નું પરિણામ જાહેર, ગુજરાતના વિદ્યાર્થીએ કર્યું ટોપ
કુલ 24 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે.

કુલ 24 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે.

  • Share this:
JEE Main 2020ના રિઝલ્ટ્સ રાત્રે 11 વાગે જાહેર કરવામાં આવ્યુ છે. કુલ 24 વિદ્યાર્થીઓએ સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે અને સૌથી ઉપર ગુજરાતના નિસર્ગ ચડ્ઢાનું નામ છે. આ અગાઉ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરી હતી. એન્જીનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા 1લીથી 6 સપ્ટેમ્બર,2020 સુધી ઓનલાઈન મોડ મારફતે યોજવામાં આવી હતી.

JEE Main 2020નું પરિણામ શુક્રવાર રાત્રે 11 કલાકે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 24 વિદ્યાર્થીઓએ 100 0 પર્સન્ટાઇલ મેળવ્યાં છે સૌથી ઉપર ગુજરાતનાં નિસર્ગ ચડ્ઢાનું નામ છે. પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફાઈનલ આંસર કી જાહેર કરવામાં આવી હતી. એન્જીનિયરિંગમાં એડમિશન માટે યોજાતી આ પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર, 2020 સુધી ઓનલાઈન યોજવામાં આવી હતી.

પરિણામ જોવા નીચેની લિંક પર કરો ક્લિક

JEE Mainની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો વિષય પ્રમાણે આન્સર કીની વેબસાઈટ jeemain.nta.nic.in  જોઈ શકશે.



નોંધનીય છે કે JEEની પરીક્ષા વર્ષમાં બે વખત યોજાય છે. રેન્કની ગણતરી ઉમેદવારોની બન્ને પરીક્ષામાંથી જે વધારે સારા નંબર હોય છે તેના આધારે કરવામાં આવે છે. JEE મેઇન રિઝલ્ટમાં ઉમેદવારોની ઓલ ઈન્ડિયા રેન્ક (AIR), NTA ટકાવારી તથા કટ-ઓફ સહિતની વિગતોનો સમાવેશ થશે.આ રીતે પરિણામ જુઓ

સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ, jeemain.nta.nic.in અથવા http://ntaresults.nic.in/ પર લોગઈન કરો. હોમ પેજ પર JEE મેઇન એક્ઝામ રિઝલ્ટ/સ્કોરબોર્ડ 2020 પર ક્લિક કરો.
હવે એક નવું પેજ ખુલે ત્યારે પૂછવામાં આવેલી વિગતો ભરો. સબમિટ કરતા JEE Main સ્કોર સ્ક્રીન પર ડિસ્પ્લે થશે. ઉમેદવાર તેને ડાઉનલોડ કરી પ્રિન્ટની નકલ પણ મેળવી શકે છે.

આ પણ જુઓ - 

આ પણ વાંચો - જૂનાગઢઃ ભારે વરસાદના કારણે 15થી વધુ વિઘામાં કપાસનો પાક નિષ્ફળ ગયો, ખેડૂતે ખેતરમાં સળગીને કર્યો આપઘાત

ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

નોંધનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જે મુજબ 28મી સપ્ટેમ્બરથી પરીક્ષા લેવાશે. આ વર્ષે પ્રથમવાર રેકોર્ડબ્રેક 1.24 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડની માર્ચમાં લેવાતી મુખ્ય પરીક્ષા બાદ જુલાઈમાં ધો.10 માટે બે વિષય અને ધો.12સાયન્સ માટે પણ બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીની પુરક પરીક્ષા લેવાય છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નાપાસને તક અપાતી હતી. આ વર્ષે રાજ્ય સરકારે કોરોના સહિતના કારણોને ધ્યાને રાખતા અને વર્ષોથી થતી રજૂઆતોને પણ ધ્યાને લઈને બે વિષયમાં નાપાસ માટે પુરક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 12 સા.પ્ર.ની પુરક પરીક્ષા માટે રજિસ્ટ્રેશન ધો.10 અને 12 સાયન્સની પુરક પરીક્ષા સાથે જ કરાવી દેવાયુ હતુ અને 25મી ઓગસ્ટથી તમામ પુરક પરીક્ષા સાથે શરૂ થનાર હતી પરંતુ સરકારે બે વિષયનો નિર્ણય લેતા સા.પ્ર.ની પુરક પરીક્ષા મોકુફ કરી દેવાઈ હતી અને ફરીથી પરીક્ષા ફોર્મ -રજિસ્ટ્રેશનની તક આપવામા આવી હતી.
Published by: Kaushal Pancholi
First published: September 12, 2020, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading