ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

News18 Gujarati
Updated: February 22, 2021, 5:54 PM IST
ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર
સીસીટીવીની તસવીર

અજાણી મહિલાએ મંત્રમુગ્ધ કરતા છાયાબેને ઘરમા પડેલ સોનાની મગમાળા, દોરો બે વીંટી અને બુટ્ટીઓ સહિત આઠ તોલાના સોનાના દાગીના આપી દીધા હતા.

  • Share this:
કેતન પટેલ, મહેસાણાઃ લગ્નસરાની સિઝનમાં (Wedding season) ઘરમાં ચોરી થવાની ઘટનાઓ બનવી સ્વાભાવીક છે. પરંતુ કડીના થોર રોડ આવેલી સોસાયટીમાં બનેલી ઘટના ઘરમાં રહેતી મહિલાઓ માટે ચેતવણી રૂપ ગણી શકાય. અહીં એક અજાણી મહિલા (unkonw woman thief) ચાંલ્લો માંગવાના બહાને ઘરમાં હાથસાફ કરી ગઈ હતી.

અજાણી મહિલાએ ઘરમાં હજાર મહિલાને મંત્રમુગ્ધ કરીને ઘરમાં રાખેલા આઠ તોલાના સોનાના દાગીના લઈને ફરાર થઈ હતી. આ અંગે જાણ થતાં પોલીસે તપસા શરૂ કરી છે જોકે, સોસાયટીમાં લગાવેલા સીસીટીમાં (cctv footage) એક શંકાસ્પદ મહિલા કેમેરામાં કેદ થઈ હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે કડીના થોળ રોડ પાણીની ટાકી પાસે આવેલ તેજેશ્વર સોસાયટીમા શહેરની તેજેશ્વર સોસાયટીમા પટેલ વિષ્ણુભાઈ ગોરધનભાઈ તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. સવારે પતિ કામે ગયા હતા અને પૂત્ર મામાના ઘરે ગયો હતો. ઘરમા છાયાબેન એકલા હતા.

આ પણ વાંચોઃ- ગર્લફ્રેન્ડ ન મળતા નરાધમે પાંચ વર્ષની બાળકીને પીંખી નાંખી, પિતા બોલ્યા 'ફાંસી ઉપર લટકાવી દો'

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

એકલાતો લાભ ઉઠાવી રવિવારે સવારે એક અંજાણી મહિલા ચાંલ્લો માંગવાના બહારને છાયાબેનના ઘરે આવી હતી. છાયાબેન ઘરમાથી બહાર આવી તેને ચાંલ્લો નથી તેવુ કહેતા અજાણી મહિલાથી મંત્રમુગ્ધ બની ગયેલા છાયાબેને ઘરમા પડેલ સોનાની મગમાળા, દોરો બે વીંટી અને બુટ્ટીઓ સહિત આઠ તોલાના સોનાના દાગીના આપી દીધા હતા.આ પણ વાંચોઃ-OMG! ડાંગમાં 14 વર્ષના બાળકો બન્યા માતા-પિતા, કિશોર પિતા સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ-ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

પંદર મિનીટ બાદ અચાનક છાયાબેન સભાન અવસ્થામા આવી જતા અચાનક તેમણે ઘરમા પડેલ સોનાના દાગીના અજાણી મહિલાને આપી દીધા હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ પરિવારને જાણ કરી આસપાસના વિસ્તારમા દોડધામ કરવા છતા અજાણી મહિલાનો છૂમંતર થઈ ગઈ હતી.જે બનાવ અંગે છાયાબેને કડી પોલિસને જાણ કરતા પોલિસે અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે, સોસાયટીના એક મકાનમા લાગેલ સીસીટીવી કેમેરા એક શંકાસ્પદ મહિલા દેખાતા તે દિશામા તપાસ આદરી છે. તેજેશ્વર સોસાયટીના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક અજાણી શંકાસ્પદ મહિલા કેદ થઈ હોવાનું પરિવારે પોલીસને જાણ કરતાં તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.
Published by: ankit patel
First published: February 22, 2021, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading